________________
પ્રકરણ ૧૩ મું]
છે. શિવાજી ચરિત્ર મિરઝારાજાએ ઈ. સ. ૧૬૬૬ ના જુન માસમાં બાદશાહ તરફ નીચેની મતલબનું લખાણ રવાના કર્યું હતું –“શિવાજીને પાછો દક્ષિણમાં મોકલવાની મેં સૂચના કરી હતી, તે વખતે દક્ષિણની સ્થિતિ કંધ જુદી જ હતી. હવે આ ગાળામાં અમારી સ્થિતિ જરા કડી થઈ છે, તેથી શિવાજીને હવે આ તરફ મોકલવામાં જોખમ છે. તેને ત્યાં રાખવામાં ભારે સાવધાની રાખવાની જરૂર છે. મુગલેના હાથમાં શિવાજીની જિંદગી જોખમમાં છે એવી માન્યતા છે એની પ્રજામાં ફેલાઈ તો દક્ષિણના એના અમલદારો નિરાશ થઈને આદિલશાહોને મળી જશે અને જો એમ થાય તો બધે અવ્યવસ્થા અને અધેર ફેલાશે (હાપ્ત અંજુમાન).
મુગલ દરબારના મિરઝારાજાના દુશ્મન તેના ઉદયથી બળી રહ્યા હતા. શિવાજી સામે પણ એ ફાવી ગયો એટલે અંદરથી બળી રહેલા ઈર્ષોખરેએ મિરઝારાજાની નિંદા કરવાને ક્રમ આદર્યો. જયસિંહ જે કંઈ કરે તે કૃત્યને તદ્દન જુદા જ રૂપમાં લેકે આગળ રજુ કરી મિરઝારાજાને હલકે પાડવાના પ્રયત્ન મુગલ દરબારમાં કેટલાક વિરોધીઓ કરી રહ્યા હતા. બાદશાહ અને બાદશાહી અમલદારોના કાન ભંભેરવાનો આ ઈર્ષાખોરને હેત હતા. પોતાના વિરોધીઓ અનેક રીતે નિંદીને પ્રજામાં અને બાદશાહની નજરમાં પોતાને હલકે પાડવાના નીચ હેતુથી અનેક જુઠાણાં ચલાવી રહ્યા છે એ વાત મિરઝારાજાને કાને ગઈ એ તે અનુભવી અને પાવરધા પુરુષ હતા છતાં એમને આ વખતે ઘણું લાગી આવ્યું. શિવાજી મહારાજના સંબંધમાં ગમે તેવી અફવા નીચ લેાક ઉડાવે તે પણ તેની થોડી ઘણી અસર તે બાદશાહ અને તેમના ખાસ અમલદારો ઉપર થાય એટલી મહત્તા તે વખતે શિવાજી મહારાજે મુગલાઈમાં મેળવી હતી. મિરઝારાજાએ આ સંબંધમાં બાદશાહ તરફ નીચેની મતલબનું લખાણ કર્યું હતું: “શિવાજી ઉપર ચડાઈ કરવા તે ખદ બાદશાહેજ મને મોકલ્યો હતો x x x દક્ષિણ આવ્યા પછી બહુ થોડા જ સમયમાં મેં શિવાજી સામેની ચડાઈમાં યશ પ્રાપ્ત કર્યો અને સેંકડો યુક્તિઓ ચલાવીને મેં એને તથા એના છોકરાને બાદશાહની હજુરમાં રવાના કર્યા. બાદશાહ સલામત આ બધું જાણે છે. જ્યારે મેં આ કર્યું ત્યારે દરબારી લોક કહે છે શિવાજી આવા સ્વભાવને અને આ બધે હતા એની એને (મિરજારાજાને ખબર હતી ત્યારે એવાને એણે દરબારમાં શા માટે મોકલ્યો? જ્યારે મેં એને પનાળાગઢ ઉપર ચડાઈ લઈને મોકલ્યો ત્યારે વળી દરબારી લેકેએ કહ્યું જયસિંહે એને (શિવાજીને) પિતાના તાબામાંથી નાસી જવાની તક આપી અને હવે જ્યારે બાદશાહ સલામતની હજુરમાં એને મેકલ્યો ત્યારે શું કામ મેકલ્યો એમ કહીને દરબારીઓ ટીકા કર્યા જ કરે છે. આવા પ્રકારની ટીકાનું પરિણામ એ આવ્યું કે અધુરું રહેલું બિજાપુરનું કોકડું પૂરું ગૂંચાઈ ગયું” (હાસ અંજુમાન).
શિવાજી મહારાજના સંબંધમાં મિરઝારાજાની સાથે ઔરંગઝેબ બાદશાહને પત્રવ્યવહાર ચાલી રહે હતા એ દરમિયાનમાં મામાં શાહિસ્તખાનની બેગમે બાદશાહની હજુરમાં શિવાજી મહારાજ સામે લેખી ફરિયાદ પણ કરી. એ ફરિયાદમાં બેગમ સાહેબા બાદશાહ સલામતના મામીએ જણાવ્યું હતું કે આ કાકરે મારા મારા પુત્રને મારી નાંખ્યો છે અને મારા ખાવિંદ ઉપર પૂનામાં રાત્રે હુમલો કરી એમનાં આંગળાંએ ઝપાઝપીમાં કાપી નાંખ્યાં હતાં અને હવે એજ કાફર બાદશાહના કબજામાં આવ્યો છે તે એને એના ઘેર ગુના માટે ધડ લેવા લાયક સજા થવી જોઈએ.” પોતાની મામીની આ કરિયાદ બાદશાહની નજર સામે હતી જ. બાદશાહ સલામત ભારે વિચારમાં પડયા. અનેક દૃષ્ટિથી શિવાજી સંબંધી ગૂંચાયેલા કાકડાનો વિચાર કરવા લાગ્યા. (૧) શિવાજીને જે છોડી દેવામાં આવે તે દક્ષિણમાં એની શી અસર થશે અને મુગલ સત્તા મજબૂત કરવામાં એ મદદરૂપ થઈ પડશે કે મુગલ સત્તાને ઢીલી કરવામાં એને દુરૂપયોગ થશે તે ઉપર બાદશાહ વિચાર કરવા લાગ્યો. (૩) શિવાજીને કેદમાંજ રાખવામાં આવે તે મુગલની દક્ષિણની ચડાઇને તે કૃત્ય કેટલે દરજે મદદરૂપ થઈ પડશે એની પણ બાદશાહ ગણત્રી કરવા લાગે. (૪) શિવાજીને હિંદુસ્થાન બહાર કાઢવામાં આવે તે મુગલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com