________________
પ્રકરણ ૧૩ મું 1. છે. શિવાજી ચરિત્ર
૪૦૩ શિવાજી મહારાજના જીવનને બહુ ઝીણવટથી તપાસતાં અભ્યાસીઓને જડી આવશે કે એમના ઉપર જ્યારે જ્યારે સંકટના વાદળ તૂટી પડ્યાં ત્યારે ત્યારે પ્રસંગેની ગંભીરતા પૂરેપુરી જાણ્યા છતાં એમનું મગજ વિચાર માટે હંમેશા નિર્મળ રહેતું અને આવેલાં સંકટને શાંતિથી પહોંચી વળવા માટે વિચાર કરી. કંઈ અભૂત માર્ગ શોધી કાઢતા. એમના ભેજાંની ફળદ્રુપતા સંકટ વખતે પૂરેપુરી ખીલતી. એમના જીવનને તપાસતાં અભ્યાસીને જડી આવશે કે જ્યારે જ્યારે અને પ્રસંગ આવી પડ્યો છે, ત્યારે ત્યારે એમણે બહુ સુંદર માર્ગ શોધી કાઢયો છે. જેમ પ્રસંગ વધારે વિક્ટ તેમ મહારાજ વધારે નિમેળ મગજથી શાંત વિચાર કરી શકતા. તે જમાનામાં મુગલાઈ સત્તા ચડતીને શિખરે પહોંચી હતી, મુગલ સત્તાને સૂર્ય મધ્યાહ્નમાં તપી રહ્યો હતો, તે સંજોગોમાં ઔરંગઝેબ જેવા બળિયા બાદશાહની ઈતરાથી એની જ રાજધાનીમાં મહારાજ બંદીવાન થયા અને એમના ઉપર સખત ચોકી પહેરા મૂકાયા. એમના મકાનની આજુબાજુમાં ૫૦૦૦ સિપાહીઓનું લશ્કર ગોઠવી દેવામાં આવ્યું હતું. ઉત્તર હિંદુસ્થાનમાં મુગલ સત્તાને તાપ એટલે પ્રખર હતા અને સત્તા એવી જામી ગઈ હતી કે મુગલ બાદશાહના વિરોધીને તે જમાનામાં કંઈ પણ માણસ પગ મૂકવાની જગ્યા આપવા હિંમત ધરી શકો નહિ. મુગલની આ સત્તા એટલી બધી જામી ગઈ છે એ શિવાજી મહારાજથી અજાણ્યું ન હતું. મુગલ સત્તાનાં મૂળ બહુ ડાં ગયાં છે અને એવી રીતે જામેલી જડવાળી સત્તાની સામે ઉત્તર હિંદુસ્થાનમાં, એ સત્તાની રાજધાનીમાં જ નહિ, પણ એ શહેનશાહતના શહેનશાહની સમક્ષ તેનાજ દરબારમાં મુગલે સામે માથું ઊંચકવું એ ભારે હિંમતનું કામ હતું. એને પૂરેપુરે ખ્યાલ મહારાજને હેવા છતાં એમણે વૈર્ય છોડવું નહિ, આશા છેડી નહિ અને હિંમત હાર્યા નહિ. એમણે કળકળે ઔરંગઝેબને મનાવવાના પ્રયત્ન શરૂ કર્યા. ઔરંગઝેબ બાદશાહને આખર હેતુ શું છે? મહારાજનું એ શું કરવાને ઈરાદો રાખે છે ? એ જાણવા મહારાજ ખાસ આતુર હતા. બાદશાહને નિશ્ચય અને ઈરાદે જાણ્યા પછી પિતાની મુક્તિ માટે યુક્તિ રચવી સહેલી થઈ પડે એ હેતુથી મહારાજે શહેનશાહનું માનસ જાણવાના પ્રયત્ન કરવા માંડ્યા.
- બનવાનું તે બની ગયું. સંજોગે બહુ પ્રતિકૂલ હતા છતાં હવે બાદશાહની પકડમાંથી શી રીતે નીકળવું એના વિચારમાં જ મહારાજ પાળ્યા. પિતાના સાથીઓને મહારાજે પિતાની પાસે બોલાવ્યા અને આવી પડેલા સંકટમાંથી શી રીતે બચવું તેને વિચાર કર્યો. દરેકે પિતાપિતાની બુદ્ધિ અને અક્કલ પ્રમાણે આવી પડેલા સંકટમાંથી મુક્તિ મેળવવાના માર્ગ બતાવ્યા. આખરે રાઘોબલાળ કરડે વકીલને મહારાજ તરફથી શહેનશાહ ઔરંગઝેબ પાસે મોકલવાનું નક્કી કર્યું. રાધેબલ્લાળ બહુ ચતુર અને રાજકાર્યમાં ઘડાયેલે મુત્સદ્દી હતો. એ ઝીણી નજરવાળો, કુશાગ્ર બુદ્ધિવાળો, દીર્ઘદૃષ્ટિવાળે, સામાની આંટીઘૂંટી જાણી જાય એ, અને કપટશિરોમણિનાં કપટ અને કાવત્રાંઓને ભેદ પણ પામી જાય એ હતા. શિવાજી મહારાજની તાલીમમાં તૈયાર થયેલે આ મુત્સદ્દી હતા, એટલે એમાં શી ખામી હેય. મહારાજને આ વફાદાર વકીલ બાદશાહને જઈને મળ્યો અને એણે શિવાજી મહારાજ તરફથી બાદળાને વિનંતિ કરી કે “ મુગલ પ્રતિનિધિએ શિવાજી મહારાજને મુગલાઈમાં મોટા અધિકાર આપવાનાં વચન આપીને અને અનેક રીતે એમને સમજાવીને બાદશાહ સલામતની મુલાકાત માટે દરબારમાં મોકલ્યા છે. શહેનશાહી લશ્કર દક્ષિણની સત્તાઓને દબાવવાનું કામ કરી રહ્યું છે. આ ચડાઈમાં મિરઝારાજા જયસિંહ મુગલ પ્રતિનિધિ છે. એ મુગલ લશ્કરની દક્ષિણની હાલની મુશ્કેલી બરાબર જાણે છે. કટોકટીને પ્રસંગે શિવાજી મહારાજે મુગલ સત્તાને કેવી અને કેટલી મદદ કરી, ખરી વખતે કેવી સેવા બજાવી તેની બાદશાહ સલામતને ખબર તો હશે જ. મિરઝારાજા મારફતે શિવાજી મહારાજે મુગલ સલ્તનતની સાથે જે તહનામું કર્યું છે તે પ્રમાણે વર્તન કરવામાં શિવાજી મહારાજ જરા પણ ઢીલ કરશે નહિ. આદિલશાહી અને કુતુબશાહી મુગલ બાદશાહત માટે સર કરવાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com