________________
પ્રકરણ ૧૩ ૨]
છે. શિવાજી ચરિત્ર
૪૦૧
૧. શિવાજી મહારાજ પોતે દિલ્હી જવા રાજી ન હતા. બાદશાહ પાસે જઈ ને એતે કુરતીસ કરવી ન પડે તેટલા ખાતર તા તેમણે પુર ંદરના તહેનામા વખતે બહુ મુત્સદ્દીપણું વાપરીને મનસખ શૈવા ખાખતમાં પોતાને માથેથી ગાળિયું કાઢી પેાતાના દીકરાને મનસખ અપાવી હતી.
૨. મિરઝારાજા જયસિંહે શિવાજી મહારાજને સમજાવવા માટે ભારે પ્રયત્ના કર્યાં હતા. મિરઝારાજાએ શિવાજી મહારાજને તેમની સહીસલામતી અને માનમરતોા સચવાશે એ ખાખતનાં વચને આપ્યાં હતાં.
૩. શિવાજી મહારાજને યુક્તિપ્રયુક્તિથી પણ દિલ્હી મોકલવા માટે જયસિંહ રાજા જેટલા આતુર હતા તેટલા જ આતુર મહારાજને દિલ્હી પોતાના મજામાં ખેલાવી લેવા માટે ઔરંગઝેબ પણ હતા.
- ૪. દરબારમાં મહારાજની જગ્યા માટે ઝધડા ઉઠવો કારણ કે મહારાજ માટે જે જગા નક્કી કરવામાં આવી હતી તે તેમને મહારાજને અપમાનકારક લાગી અને તેથી તે બહુ ગસ્સે થયા.
૫. દરબારમાં થયેલા અપમાનથી શિવાજી મહારાજ ઉશ્કેરાયા અને તેને પરિણામે એમને દરબારમાંથી ખસેડવામાં આવ્યા.
૬. શિવાજી મહારાજને તેમના ઉતારાવાળા જ મકાનમાં ગિરફતાર કરવામાં આવ્યા.
ઇતિહાસકારામાંથી ધણાઓએ જણાવ્યું છે કે શિવાજી મહારાજનો માનમરતખા જળવાશે એવાં વચનો અપાયા છતાં ખુદ દરબારમાં અને તે પણ બાદશાહની સન્મુખ તેમનું અપમાન થયું અને જેના પરિણામે મહારાજ અતિશય ગુસ્સે થઈ બેભાન થઈ ગયા. તેમને શુદ્ધિમાં આણી બાદશાહના હુકમથીજ તેમના પોતાના ઉતારે લઈ જવામાં આવ્યા હતા. કેટલાક ઇતિહાસકારે એમ પશુ કહે છે કે દરબારમાં અપમાન થવાથી શિવાજી મહારાજ દરબાર ઊંડીને ચાહ્યા ગયા. કેટલાક ઇતિહાસકારા જણાવે છે કે ગુસ્સામાં શિવાજી મહારાજે આત્મહત્યા કરવા માટે રામસિંહ પાસે કટાર માગી અને શહેનશાહ ઔર ગઝેબ તરફ પીઠ ફેરવી ચાલ્યા ગયા.
સી. ડાઉ અને એવા ખીજા પરદેશી ઇતિહાસકારાએ બાદશાહની શાહજાદી ઝેબ—ઊન—નીસ્સા, હિંદુવીર હિંદુત્વના તારણુદ્રાર શ્રી શિવાજી મહારાજનાં વખાણ સાંભળીને, તેમના શૌય ની વાતા સાંભળીને, તેમનું રૂપ, શૈવ, હિંમત અને સાચા નરવીરને શેબે એવું વર્તન અને દેખાવ જોઈને, મહારાજ ઉપર માહી પડી હતી એ કિસ્સા વર્ણવતાં વધારામાં જણાવે છે કે એ શાહજાદીતે શિવાજી મહારાજ ઉપર અપ્રતિમ પ્રેમ હતા. એની ખેન શાહજાદી છન્ન—ઊન–નીસ્સા બેગમ બાદશાહ સાથે રહેતી હતી. આ બન્ને શાહજાદીઓને એક ખીન્ન ઉપર ભારે પ્રેમ હતા. છત્રપતિ શભાજી મહારાજ જ્યારે મુગલેને હાથે. પાતાના પુત્ર સાથે કેદ પકડાયા અને જ્યારે એમને શહેનશાહ સન્મુખ રજી કરવામાં આવ્યા ત્યારે શાહજાદી છન્નત—ઊનનીસ્સા ઍગમ શહેનશાહ ઔરંગઝેબની સાથેજ હતી. છત્રપતિ શ’ભાજી મહારાજના મુગલપતિએ અતિ ક્રૂરતાથી વધ કર્યાં અને એમને પુત્ર મેગલાના હાથમાં રહ્યો. આ આળ પાછળથી પ્રસિદ્ધ શાહુરાજાના નામથી તિહાસમાં સ્થાન પામ્યા હતા. તેને ઉછેરવામાં શાહજાદી જીન્નત્ ઉન્નીસ્સા એગમે ખાસ મહેનત અને કાળજી રાખી હતી. પેાતાની વહાલી એનએબ–ઉનનીસ્સા શિવાજી મહારાજ ઉપર આસક્ત હતી એટલે શાહુ એ રીતે પેાતાની બેનને પૌત્ર જેટલા વહાલા હાય તેથી એનના પ્રેમની ખાતર શાહજાદી જીન્નત-ઊન–નીસ્સાએ શાહુ મહારાજને ઉછેરવામાં ખાસ મળજી રાખી હાય એમ બનવા જોગ છે. શહેનશાહ ઔરગઝેબની સાથે દક્ષિણમાં શાહજાદી જીન્નત્—ીન—નીસ્સા રહી હતી જ્યારે એંત્ર-ઊન–નીસ્સા દિલ્હીમાંજ રહી હતી તે ઈ. સ. ૧૭૦૨માં દિલ્હી નજીક સલીમગઢમાં મરી ગઈ..
51.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com