________________
પ્રકરણ ૧૩ મું ] છે. શિવાજી ચરિત્ર
૩૮૫ એમને સેવા ચાકરીમાં આપ્યાં હતાં. સર્વ જાતની સગવડ સચવાય તે માટે અમલદારોને તાકીદ આપવામાં આવી હતી. શહેનશાહતના માનવંતા મહેમાન તરીકે એમને રાખવામાં આવ્યા હતા. સરદાર : શાહિસ્તખાનની બેગમ એટલે બાદશાહની મામી બહુ હોશિયાર હતી અને એ બાદશાહની બેગમે ઉપર : સારી લાગવગ ધરાવતી હતી. શિવાજી મહારાજે પૂનામાં હાથનાં આંગળાં કાપી એના પતિની ઈજજતના કાંકરા કર્યા હતા તથા એના પુત્રને ઝપાઝપીમાં મારી નાંખ્યો હતો તે વાત એના હદયમાં ખટકી રહી હતી. શિવાજી મહારાજ પ્રત્યે મામીસાહેબા બળી રહ્યાં હતાં. એણે પિતાની લાગવગ વાપરી બાદશાહની. બેગમને સાધી હતી અને બેગમ મારફતે બાદશાહ ઉપર દબાણ કરાવ્યું કે “ શિવાજી તે કાફર છે, ઈસ્લામને દુશ્મન છે, મુગલ સત્તાને શત્રુ છે, મુસલમાનોને વૈરી છે. એ આપણુ તાબામાં આવ્યા છે, તે તેને પૂરો કરવો જ જોઈએ. હાથમાં આવેલા દુશ્મનને છોડી મૂકવાની બેવકુફી મુસલમાન બાદશાહે:તે કરતાજ નથી. હાથમાં આવેલા દુશ્મનને અને તેમાં વળી કાકર દુશ્મનને જતો કરવું એ તે ઈસ્લામને . દ્રોહ કહેવાય, માટે શિવાજીને ગમે તે પ્રકારે નાશ કરવો જોઈએ.” વગેરે વાતોથી. ઔરંગઝેબને બેગમોએ પૂરેપુર ભમાવ્યો હતે.. બેગમેના કહેવાથી ઔરંગઝેબ બાદશાહની ઈચ્છાને ટકે મળ્યા. જેવું થયું. ઔરંગઝેબ વિચારમાં પડ્યો હતો. શિવાજીનું કાસળ કાઢવું કે કેમ તે વિચાર એના મનમાં ધોળાઈ રહ્યા હતા. એના સરદારને પણ બાદશાહના વિચારોની ખબર પડી ગઈ. બાદશાહના કેટલાક , માનીતા સરદારોએ પણ એને સલાહ આપી કે શિવાજીનો નાશ કરવામાં મુગલાઈને ભારે વેઠવું પડશે. ! શિવાજી પ્રત્યે દયા; માન કે સ્નેહની લાગણીને લીધે નહિ, પણ જે શિવાજીને વાળ વાંકે થશે તે. જયસિહ રાજા જે બળવાન હિંદુ વિરોધી બની બેસે અને જયસિંહ વિરોધ કરે તે ઘણું હિંદુ રાજાઓ અને સરદારો એની તરફેણમાં જાય. કટોકટીને સમય આવી પહોંચે તે જયસિહ રાજાના. પક્ષમાં ઘણા હિંદુ રાજાઓ અને સરદારે મુગલ સત્તાની વિરૂદ્ધમાં ખુલ્લા રણે પડે. આવા ન ઈચ્છવાગ. સંજોગે ઉભા થાય તો મુગલાઈને વખતે ધક્કો પણ લાગે એવી દીર્ધદષ્ટિ દોડાવી, મહારાજને. નાશ: નહિ કરવાની શહેનશાહતના સરદારોએ શહેનશાહ ઔરંગઝેબને સલાહ આપી. સરદારોએ પિતાની સલાહ આપી. બાદશાહને શિવાજી મહારાજના સંબંધમાં ફરી વિચાર કરવા વિનંતિ કરી. સરદારોએ દેડાવેલી દીર્ધદષ્ટિ, જણાવેલું પરિણામ અને કરેલી દલીલે સારે નસીબે બાદશાહને ગળે ઉતરી.. મુગલાઈને સારે નસીબે આ વખતે બાદશાહના વહેમી સ્વભાવ એને આડે ન આવ્યો. બાદશાહે બેગમેની સૂચનાઓ ઉપર અને સરદારની સલાહ ઉપર ફરીથી વિચાર કર્યો. શિવાજીરાજ કાફર છે, દુશ્મન છે, શત્રુ છે, કબજામાં આવ્યો છે છતાં આ વખતે તેનો નાશ કરવામાં મુગલાઈને કેઈપણ રીતનો લાભ થવસને નથી, પણ ઉલટું નુકસાન થશે, એમ બાદશાહને લાગ્યું અને મહારાજના નાશના વિચારો તે : વખત માટે તે માંડી વાળ્યા. શિવાજી મહારાજ આગે આવી પહોંચ્યા પછી સરદાર રામસિહ બાદશાહ પાસે ગયો અને શિવાજી રાજાને મુલાકાત માટે બાદશાહ સલામત કયારે બોલાવવા ઈચ્છે છે તે સંબંધમાં વાતચીત કરી. બહુ દૂરથી આવેલા હોવાથી તરતજ એમને મળવા બોલાવવાનું ઠીક લાગ્યું નહિ તેથી * વિચાર કરી અનુકૂળ દિવસ પાછળથી જણાવવામાં આવશે એમ બાદશાહે જણાવ્યું.
૩ મહારાજ મુગલ દરબારમાં ઈ. સ. ૧૬૬ ના મે માસની ૧૨ મી તારીખે બાદશાહની વરસગાંઠ નિમિત્તે આગ્રામાં બહુ ધામધુમથી સમારંભ ઉજવવામાં આવનાર હતા. આ પ્રસંગે બહુ મેરે દબદબા ભર્યો દરબાર ભરવાને તે. એ દરબારમાં શિવાજીને મળવા માટે બોલાવવામાં આવે તે મગલ દરબારનો ઠાઠમાઠ જોઈ શિવાજી
મુગલ દરબારનો ઠાઠમાઠ જોઈ શિવાજી ચકિત થઈ જાય. મુગલાઈનાં વૈભવ વિલાસ જોઈ અને તેનું ઐશ્વર્ય નીરખી મુગલ સત્તાનું એને પૂરેપુરું ભાન થાય એ હેતુથી ઔરંગઝેબે તા. ૧૨ મી એ દરબારમાં આવવા શિવાજી મહારાજને કહેવડાવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com