________________
પ્રકરણ ૧૩ મું ]
૭. શિવાજી ચત્રિ
૩૮૯
એમને દિલ્હી જવાની ખાસ જરુર છે એની ખાતરી કરી આપી. પોતાના માલીકને દુશ્મનના ઘરમાં મેકલતાં બધાનાં હૈયાંને દુખ થતું હતું પણુ સ્વતંત્રતા અને ધર્માંરક્ષણુની ધગશ એ છે, સર્વેમાં એવાં જાજવલ્યમાન હતાં કે એમને દુખ થતું હતું છતાં કાળાં કહ્યુ કરી બધાંએ મહારાજને દિલ્હી જવા રજા આપી.
મહારાજ પોતે પણુ અંતઃકરણથી માનતા હતા કે દિલ્હી જવામાં એ ભડકે બળી રહેલા અગ્નિકુંડમાં કૂદકા મારી રહ્યા છે. દિલ્હી જવાથી એ ભારે આક્રુતમાં આવી પડવાના છે એની મહારાજને ખાતરી થઈ હતી. મુગલ બાદશાહને હાથે પોતાના અંત કલ્પી લઈ પોતાની ગેરહાજરીમાં રાજ્યની વ્યવસ્થાના સંબંધમાં સ સૂચનાએ પોતાના વિશ્વાસુ અમલદારાને આપી દીધી. મરણુ પહેલાંના વસિયતનામા જેવી આ સ્થિતિ હતી. પોતાની પાછળ પ્રજાના હિતમાં સંચાની માફક રાજ્ય વ્યવસ્થા ચાલુ જ રહે એવી રીતની રાજ્યવ્યવસ્થા મહારાજે ઘડી કાઢી. આ ઘડી કાઢેલી યેાજના પોતાના રાજ્યના જવાબદાર અમલદારાને સમજાવવા માટે તેને રાજગઢ ખેાલાવ્યા. મહારાજને દિલ્હી જવાને કૃતનિશ્ચય સાંભળી મહારાષ્ટ્રની પ્રજા ચિંતાસાગરમાં ડૂબી ગઈ હતી. પ્રજામાં જ્યાં ત્યાં મહારાજના દિલ્હી જવાની વાત જ સંભળાતી હતી. ઔરગઝેબ મહારાજ સાથે દિલ્હીમાં કેવું વર્તન રાખશે, એમને માન આપી પોતાનું મુત્સદ્દોપણ જાહેર કરશે કે મહારાજને અપમાન કરી પોતાની હલકાઇ નું પ્રદર્શીન કરશે કે મહારાજને ગિરફતાર કરી વિશ્વાસધાત કરશે એ પ્રશ્નો ઉપર લોકો અટકળા ખાંધ્યા કરતા હતા. રાજગઢમાં ભેગા થયેલા સરદાર, સાથી, અમલદાર, અધિકારી વગેરેને મહારાજે પોતાની યેાજના જણાવી. માતા જીન્નબાઈને મહારાજનાં કુલ મુખ્ત્યાર જાહેર કરવામાં આવ્યાં અને દક્ષિણના દેશ નામના વિભાગ વ્યવસ્થા માટે એમને સ્વાધીન કર્યા. ક્રાંકણુ પ્રાંતનો સર્વ વ્યવસ્થા સ. મેરાપત પિંગળે, પેશ્વા સ. અણુાજી દત્તો સુરનીસ અને નિાપત સાનદેવને સ્વાધીન કરી. આ ત્રણે જણુના ક્રમા અને ક્રમાના મહારાજા તરફનમાની સવેએ તે માથે ચઢાવવાની જાહેરમાં સૂચના આપી દીધી. પોતાની ગેરહાજરીમાં દુશ્મન ગેરહાજરીનેા કાઇ પણ પ્રકારના લાભ ઉઠાવી ન જાય તેના બરાબર વિચાર કરી મહારાજે સગાઠવણુ કરી દીધી હતી. પોતાની પ્રજાને અને અમલદારાને જરુરની સૂચના આપી અને કહ્યું કે “ દિલ્હી જવામાં અમે ભારેમાં ભારે સાહસ ખેડીએ છીએ. આજ સુધી મેળવેલાં ઈજ્જત, સત્તા અને મુલકા એ મારા સાથી સરદારા અને પ્રજાના મારી પ્રત્યેના પ્રેમનું પરિણામ છે, એ હું જાણું છું. આજ સુધી મારી હાજરીમાં રાજ્યના અમલદારા, અધિકારીઓ, નાકરા, ચાકરા, સેવા વગેરેએ પ્રજાની જેવી સેવા કરી અને રાજ્યમાં ઉત્તમ બંદોબસ્ત રાખ્યા હતા તેવીજ સેવા મારી ગેરહાજરીમાં પણ મારી વહાલી પ્રજાની મારા રાજ્યના અમલદારા કરશે અને સજ્યની નમૂનેદાર વ્યવસ્થા ટકાવી રાખશે, એની મને સંપૂર્ણ ખાતરી છે, એટલે જ મેં આ સાહસ ખેડવાના નિશ્ચય કર્યો છે. મારો પ્રજાનું સુખ, એમની આબાદી, એમના ઉદ્દય, એમના ઉત્કર્ષ, એમની જાહેાજલાલી એ જ મારાં વૈભવ અને વિલાસ મેં આજ સુધી માન્યાં છે. પ્રજાને સાષ અને પ્રજાના પ્રેમ એ જ રાજ્યની મજબૂતી છે એ મેં અનુભવ્યું છે. મારી ગેરહાજરીમાં મારી પ્રજાને કાઇ ન રંજાડે, ન સતાવે, ન વિતાડે, ન દુખ દે, ન રીબાવે તેની ખાસ કાળજી અમલદારાએ રાખવાની છે અને પ્રજાએ મે' નક્કી કરેલા અમલદારા પ્રત્યે પૂરેપુરુ માન રાખી એનાં માના અને
ક્રમ અમલમાં મૂક્વાનાં છે. કટોકટીને સમય સમીપ આવતા જાય છે. મારા વહાલા સરદારે અને અમલદારાને મે રાજ્યના સ્થંભ માનેલા છે. આજ સુધી મેં એમને મારા વિશ્વાસપાત્ર ગણેલા છે અને મારી ગેરહાજરીમાં પણ એ બધા પ્રામાણિકપણે અને વાદારીથી પોતાનું કર્તવ્ય બરાબર ખાવી પાતાની ખાનદાનીનું ખમીર સાબિત કરશે. વાલા ! મારી ગેરહાજરીમાં મારા મુલકનું રક્ષણ કરી તેમાં વધારા કરો. ક્લિાએનું બરાબર રક્ષણ કરજો. પૂજ્ય માતા જીજાબાઈ, તથા કુમારી રાજારામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com