________________
*:૧૪
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧ લું. દેરને આધારે મુળના જાગીરદારે અને બીજાઓ ઉપર ચડ્યા. આ હેરત પમાડે એવું કૃત્ય મુળના ભોંસલે કઢબે કર્યું. પાટલાને મરાઠીમાં ઘર૫ડ કહે છે અને એ ઘેર પડને ઉપયોગ કરી મુધોળવાળાઓ કિલ્લે ચડી ગયા તેથી અને આ ઘેર પડને લીધે ભોંસલેને નામના મળી તેથી મુળવાળાઓએ પિતાના વાવટામાં ઘેરપડનું ચિત્ર રાખ્યું તેથી મુળનું ભોંસલે કુટુંબ ઘેર પડે કહેવાયું. આજ પણ એ કુટુંબ ઘર પડેને નામે ઓળખાય છે.
ઈ. સ. ૧૪૯૧ માં મુળના રાજા બેલેજ બહાદુર ઘેર પડે બિજાપુરના સુલતાનના છત્ર નીચે આવ્યા. ૧૫૧૪ માં અમીર બરીદખાને બિજાપુર ઉપર ચડાઈ કરી ત્યારે આલાપુરની લડાઈમાં સુલતાનની સેવા બજાવતાં આ મુધાળને નર રણમાં પડ્યો.
મુળપતિ રાણા ઉગ્રસેનજીના એક પુત્ર તે મુધાળમાં જ રહ્યા તે સંબંધી આપણે જાણ્યું. હવે એને બીજો પુત્ર શુભકૃષ્ણજી જે દેવગિરિ ગયા હતા તે તરફ નજર કરીએ. આ શુભકૃષ્ણના વંશજોએ જુદા જુદા રાજ્યોમાં લશ્કરી નોકરી કરી નામના મેળવી. છત્રપતિ શિવાજી મહારાજના દાદા માલજી રાજા ભોંસલે આ દેવગિરિના શુભકૃષ્ણજી ભેસલેથી આવ્યા હતા.
* ૫. માલાજી અને વિછની જોડી.
શ્રી. બાબાજી રાજે ભોંસલેના પુત્ર માલજીરાવ અને વિઠજીરાવ ભોંસલે સાચા કુલદીપક નીવડ્યા. આ બન્ને ભાઈએ ભવાનીના પરમ ભક્ત હતા. એમના જીવનમાં પ્રભુપ્રસાદીના અને ભવાનીના સાક્ષાત્કારના બહુ સુંદર દાખલા બનેલા છે. એમણે જાતમહેનતથી માનમરતબ મેળવી ભેંસલે કુટુંબની આબરુ વધારી હતી. શ્રી. ભવાનીના સાક્ષાત્કારની વાત નીચે મુજબ કહેવાય છે –
* કાપણીની મોસમ હતી. ખેતરમાં કામ ભરપદે ચાલી રહ્યું હતું. બાર માસના રોટલા પેદા કરી લેવા માટે ખેડૂતે ખેતરમાં રાત ને દિવસ મંડેલા રહેતા. ભાલેજી અને વિઠજીને જમીન હતી. સંદર ખેતરે હતાં. આ બન્ને ભાઈ નોકરે રાખી ઘેર ખેતી કરાવતા. નેકરને હવાલે ખેતરે મૂકી નેકરોની મુનસફી ઉપર ખેતીનું કામ છોડી પિતે નફકરા થઈ ચારે દિશાઓ માપવાનું નવરું કામ માથે લઈને ખાલી દોડધામ કરીને વખત ગુમાવવાની આદત આ બન્ને ભાઈઓમાં ન હતી. જાત મહેનત અને અંગત દેખરેખ વગર જમીન ગમે તેવી સારી, રસાળ, કળવાળી હોય તે પણ ખેતીને ખુરદ થઈ જાય છે, એ વાત આ બન્ને ભાઈઓના હૃદયમાં ઊંડે ઉતરેલી હતી. બન્ને ભાઈઓ ને કરો રાખી ખેતરમાં પોતે હાજર રહી તેમની પાસે ખેતીનું કામ લેતા. મોસમ વખતે તે બન્ને ભાઈઓ ખેતરમાં પડ્યા પાથર્યા રહેતા. આ વરસે વરસ સારું નીવડયું હતું અને ખેતરમાં કામ ભરપદે ચાલી રહ્યું હતું. ખેડૂતોને પાણી પીવાની પણ ફુરસદ ન હતી. એવી મેસમમાં એક દિવસે સાંજે વિઠોજીને ખેતરમાંથી ઘેર આવતાં વાર થઈ. ઘેર બધાં રાહ જોઈ રહ્યાં હતાં. રાત અંધારી હતી. બહુ મોડું થયું હતું એટલે માલોજી વિઠજીને તેડવા માટે ખેતર જવા નીકળ્યો. માલેજ અને વિઠાજીની તો રામ લક્ષ્મણની જોડી હતી. એમનામાં અજબ ભ્રાતૃપ્રેમ હતો. એ બન્ને એક બીજાના સગા ભાઈઓ હોવા છતાં એકબીજાને સ્નેહી સમજી એકબીજા પ્રત્યે સ્નેહીને પ્રેમ રાખતા. માલેજ ખેતર તરફ ચાલ્યો. ખેતરે જતાં રસ્તામાં એને બહુ સુંદર શન થયાં. ભારધ્વજ પક્ષીએ માલજીને રસ્તામાં દેખા દીધી અને એ પક્ષી ડાબી બાજુએથી આવી જમણી બાજુએ ચાલી ગયું. માલજીને આ સુંદર શનથી ભારે આનંદ થયો. આનંદમાં ને આનંદમાં માજી ચાલ્યો જતો હતો. પગ પગનું કામ કરતા હતા પણ માલજીનું મન અને ચિત્ત તે વિચારના વમળમાં ગોથાં ખાતું હતું. ઘેરથી માલજીના ખેતરમાં જતાં રસ્તામાં એક નાનું સરખું જંગલ આવતું. તે જંગલમાં માલજી પેઠે. ઘેર અંધારું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com