________________
૩૮૨
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૩ મું
રાજાએ મહારાજની સહીસલામતી માટે હામી ભરી. મુગલ દરબારમાં મહારાજનો વાળ સરખે પણું વાંકે નહિ થાય એવી ગોઠવણ કરવાનું મિરઝારાજાએ વચન આપ્યું અને શિવાજી મહારાજને મુગલ દરબારમાં જવા કહ્યું. મુગલેને હાથે કોઈપણ પ્રકારનું અપમાન નહિ થાય એવી ખાતરી કરી લીધા પછી જ મહારાજને મનાવવાનું મિરઝારાજાએ શરૂ કર્યું હતું. ગમે તેટલી મહેનત કરીને, બાદશાહને સમજાવીને અને મહારાજને મનાવીને મિરઝારાજા મુગલ અને મરાઠાઓ વચ્ચે મીઠાશ ઉભી કરવા ઈચ્છતા હતા. ઈ. સ. ૧૬૬૬ના માર્ચની ૫ મી તારીખે બાદશાહ ઔરંગઝેબે શિવાજી મહારાજને પત્ર લખી દિલ્હી આવવા આમંત્રણ આપ્યું. તે પત્રમાં એણે જણાવ્યું હતું કે “તમારે માટે અમને ભારે માન છે. અમારો પત્ર તમને મળે કે તાકીદે વખત વિતાડ્યા વગર અત્રે આવશો. મુલાકાત વખતે તમારો માનમરતબો પૂરેપુરો સાચવવામાં આવશે અને મુલાકાત થઈ રહ્યા પછી ટૂંક મુદતમાં જ તમને તમારે દેશ પાછા જવાની રજા આપવામાં આવશે. આ સાથે તમારે માટે પોષાક મેકલ્યો છે. તેના સ્વીકાર કરશે.” મહારાજને મિરઝારાજા દિલ્હી જવા મનાવી રહ્યા હતા એવે વખતે ઔરંગઝેબ બાદશાહને પત્ર મહારાજને મળે, એટલે મહારાજ તે ધર્મસંકટમાં આવી પડ્યા. મિરઝારાજાનાં વચનોમાં એમને પૂરેપુર વિશ્વાસ હતો. મિરઝારાજા આગ્રહ કરી રહ્યા છે અને બાદશાહ તરફથી આમંત્રણ આવ્યું છે, તે આ પ્રસંગે આ તકનો લાભ લેવો કે નહિ એ વિચારમાં મહારાજ પડ્યા. દિલ્હી જવામાં પોતાની જાતને પૂરેપૂરા જોખમમાં નાખવા જેવું છે એની તે મહારાજને સંપૂર્ણ ખબર હતી પણ આ જોખમ વેઠમાથી હાથમાં લીધેલા કામને કોઈ રીતે ટેકે મળે છે કે નહિ એને મહારાજ બહુ ઝીણવટથી વિચાર કરતા હતા.
યવન બાદશાહની ખિજમત પિતાને ન ઉઠાવવી પડે માટે પુરંદરના તહનામાં વખતે શિવાજી મહારાજે યુક્તિ પ્રયુક્તિથી પિતાના કિશોર વયના કમાર સંભાને મનસબ અપાવી અને પોતે કોઈ પણ જાતની બાદશાહની તહેનાતમાંથી બાતલ રહ્યા. યવન બાદશાહને પ્રત્યક્ષ નમવાને પ્રસંગ ન આવે તે માટે પુરંદરના તહનામા વખતે મહારાજે મુત્સદ્દીપણું ચલાવી એવી શરત કરી કે એમને બાદશાહને સુજારો કરવાની ફરજ ન પડે. મિરઝારાજાના નેહી દબાણે અને બાદશાહના આગ્રહપૂર્વકના આમંત્રણે શિવાજી મહારાજને મૂંઝવણમાં નાંખ્યા હતા. આ પ્રસંગમાંથી છટકી જવાની યુક્તિ મહારાજ શોધી રહ્યા હતા. મિરઝારાજા પ્રત્યે એમને ભારે માન હતું અને એમનાં વચનમાં એમને સંપૂર્ણ વિશ્વાસ હતા એટલે એમને આગ્રહ એમનાથી પાછો ઠેલાય એમ ન હતું. બચપણમાં પણ જેણે બિજાપુરના બાદશાહને કરનીસ કરવા માટે વાંધો ઉઠાવ્યા હતા અને પિતાને પૂજ્ય પિતાની લાગણી દુભવી હતી તે શિવાજી મહારાજને હવે યવન બાદશાહને કુરનીસ કરવાનો પ્રસંગ આવી પડયો. બાદશાહને આગ્રહ અને મિરઝારાજાનું દબાણ હોવા છતાં શિવાજી મહારાજ દિલ્હી જવા દિલથી ખુશ ન હતા. મુસલમાન બાદશાહને નહિ નમવા માટે એમણે બચપણમાં પિતાના પૂજ્ય પિતાને નારાજ કર્યા હતા. યવન સત્તાને નહિ નમવા માટે જ પિતા અને વૈભવ વિલાસને ત્યાગ કર્યો હતો. મલે આગળ માથું નહિ નમાવવા માટે જ એમણે બચપણમાં જ ઘરબાર છોડયાં હતાં, ઉજળા ભવિષ્ય ઉપર લાત મારી હતી. તેકાની દરિયે તરી રહ્યા પછી ખાબોચિયામાં ડુબવાનો પ્રસંગ આવી પડયો હતો. મુસલમાનેને નહિ નમવા માટે તે એમને અનેક વખતે આફત વહોરવી પડી હતી, તે હવે હિંદુ ધર્મને છલ કરનાર
હૈદુ મંદિરોનાં અપમાન કરનાર ઔરંગઝેબને નમવા જવા માટે મહારાજ રાજીખુશીથી તૈયાર ન જ થાય એ દેખીતી વાત હતી. પ્રસંગ એવો હતો કે તેમાંથી રસ્તો કાઢવે એ બહુ અઘરું હતું. જે ઔરંગઝેબ ધમધ મુસલમાન હતા, જેણે ધમાંધપણાને લીધે હિંદુઓ ઉપર જુલમ ગુજાર્યા, જેણે હિંદુઓનાં અનેક પ્રસંગે, અનેક ઠેકાણે અપમાન કર્યા, જે હિંદુઓના દેવળે તેડવામાં અને તેમની પૂજ્ય મૂર્તિઓ ભાંગવામાં પિતાને ધર્મ સમજતા હતા, જેના વખતમાં જેના હુકમથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com