________________
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૦ મું આશરહિત રહેવું જોઈએ. લાગણી વશ થઈને કરવામાં આવેલે નિર્ણય ઘણી વખતે માણસને પાછળથી પશ્ચાતાપ કરાવે છે.”
રઘુનાથપત-“મહારાજ! હું તે હેતુને નજર સામે રાખીને મારે પંથ કાપનારો માણસ છું. મુસલમાની સત્તા હિંદુત્વના રક્ષણ માટે તેડવી છે એ માર ધ્યેય છે. હવે એ બેયને પહોંચવા માટે મારી શક્તિ મુજબ મને જે રસ્તા સૂઝયા તે અનેક વખતે મેં મહારાજ આગળ રજા કર્યા છે. તલવાર ખેંચવાના જ્યારે પ્રસંગ આવ્યા હતા ત્યારે દુશ્મન ઉપર તાકીદે તૂટી પડવાના મારે વિચારે મેં જાહેર કર્યા હતા. તે વખતના ભારા તેવા વિચારો માટે આપણા મુત્સદ્દીવર્ગે મને બહુ તીખા ૧ થવા માટે ઉપદેશ પણ કર્યો હતો. તીખા થવાથી બેયને પહોંચવા માટેનો રસ્તો સરળ થશે, એમ મને જ્યારે ખાતરી થાય, ત્યારે તે હું મારો અભિપ્રાય કેસરિયાં કરી દુશ્મનદળ ઉપર તૂટી પડવાની તરફેણમાં આપું, પણ સ્થિતિ, સંજોગો અને સામાનું બળ વગેરે જાણ્યા પછી કાતિ મેળવવા માટે પતંગિયાપદ્ધતિનું અનુકરણ કરવાનો અભિપ્રાય હું નથી આપી શકતા. આ પ્રસંગ ઉપર મેં ઊંડે વિચાર કરી બહુ ઝીણવટથી બાજી તપાસી છે. જુદી જુદી દૃષ્ટિથી આ પ્રસંગ ઉપર નજર દેડાવતાં હું તે એ જ નિર્ણય ઉપર આવ્યો છું કે આ વખતે નમતું આપવામાં જ આપણી જીત છે. વિજયથી ફૂલી જનાર અથવા વિજયમદથી ગર્વમાં આવી જનાર માણસની દરેક છત એની પડતીને પાસે ખેંચે છે તે ન્યાયને આધારે સાચા મત્સદીની હારમાં ભારે છતને પાયે મંડાય છે. આ વખતે ગમે તે યુક્તિથી અને ન બને તે નમી પડીને પણ જયસિંહને પાછા કાઢો અને બનતા સુધી લડાઈને પ્રસંગ. ટાળવો એ મારો અભિપ્રાય છે. હિંદુધર્મ માટે મરવા તૈયાર થયેલા વીરોની જિંદગીને પ્રશ્ન બહુ નાજુક છે. હું પ્રામાણિકપણે માનું છું કે આ વખતે લડાઈ આપવામાં આપણે હજારોની જિંદગી વેડફી દઈશું. મુગલે જ્યાં જ્યાં જંગ મચાવે ત્યાં ત્યાં તેમનો સામનો તે કરવાનું જ, પણ આપણી બાજી આ વખતે એવી ગોઠવવી જોઈએ કે આપણું યોદ્ધાઓને જબરો ભાગ આપણે ના આપવો પડે અને આ વખત નીકળી જાય. મહારાજ ! જયસિંહને છ એ અઘરી વાત છે. મારી તે પૂરેપુરી ખાતરી છે કે આપણે આ વખતે સાચેસાચું મુત્સદ્દીપણું નહિ બતાવીએ તે આપણે ભારે થપ્પડ ખાઈશું. લડાઈ ર્યા વગર જયસિંહને પાછો કાઢવામાં મહારાષ્ટ્રની મગજશક્તિની કસોટી છે. બને ત્યાં સુધી લડાઈના પ્રસંગે ટાળવા એવો મારો અભિપ્રાય છે.”
આવી પડેલા પ્રસંગના સંબંધમાં ઉપર પ્રમાણેની મતલબનાં વિવેચનો થયાં. મહારાજે પોતાના સરદારનાં દિલ જોયાં અને મત જાણ્યા. હાજર રહેલાઓમાં મતભેદ હતા, છતાં વધારે મોટા ભાગને કહેવું એમ હતું કે જામેલી સત્તા સામે આપણે ઝગડવાનું છે, એટલે કીર્તિને લેભે લલચાઈને કેસરિયાં કરીશું તે ધર્મરક્ષણ માટે નવી સત્તા સ્થાપવાનું ધ્યેય સધાશે નહિ, માટે પ્રસંગ ઉપર વિચાર કરી, સંજોગે તપાસી, યુક્તિ અને કળથી કામ કાઢી લેવાય એમ હોય તે તે રસ્તો લે એવું નક્કી થયું. મહારાજે પોતાના પક્ષની સ્થિતિ અને અભિપ્રાય જાણી લીધાં. પછી દરેકને પિતાપિતાને સ્થાને જઈ તૈયાર રહેવા સૂચના કરી. પિતાના સરદારો અને અમલદારોને મહારાજે તાકીદ આપી કે આ પ્રસંગ બહુ જ જીદે છે અને દરેકે તૈયાર તથા સાવધ રહેવાનું છે. ખરાબમાં ખરાબ સંજોગે માટે પણ દરેકે પિતાની તૈયારી રાખવાની છે. સંજોગે મુજબ સરદારોને સૂચનાઓ આપી મહારાજે દરબાર બરખાસ્ત કર્યો.
- દુશ્મન વગર હરકતે ઠેઠ સુધી આવી પહોંચ્યો તે જોઈ મહારાજને અતિ લાગી આવ્યું. શત્રુ મરાઠા મૂલકો ઉપર ધસી આવ્યો ત્યાં સુધી કાઈ સરદારે તેને અટકાવ્યો નહિ. અથવા શત્રુના સૈન્યને કોઈપણ રીતે સામને કર્યો નહિ; શત્રુના દળને સહેજ પણ મહારાષ્ટ્રના મરાઠાઓને ચમત્કાર બતાવ્યો નહિ એ મહારાજને ગમ્યું નહિ. ચડાઈ કરી આવતા લશ્કરને રસ્તામાં અનેક રીતે હેરાન કરી તેને નબળું બનાવવાની મરાઠાઓની પદ્ધતિને આ વખતે કેઈએ અમલ ન કર્યો, એ જોઈ શિવાજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com