________________
છ શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૦ મું જુલમી સત્તાને મક્કમ કરવા આવે છે. હિંદુ ધર્મ ઉપર આક્રમણ કરનારને મજબૂત બનાવવા આવે છે. એને પક્ષ, જાલમ, અત્યાચાર અને બીજાને બળજબરીથી વટલાવનારાઓને છે. પ્રભુની મીઠી નજર આપણા ઉપર જ રહેવાની. મહારાજ મને તે લાગે છે કે આપણે આવેલા દુશ્મનની સામે કમર બાંધવી અને પરિણામ પ્રભુના હાથમાં પી હાથમાં માથું લઈ, મેદાને પડવું. મહારાજ જણાવે છે તેમ આ પ્રસંગ બહુ વિકટ છે, એ વાત મને કબૂલ છે, પણ મહારાજના સરદારોએ કંઈ ચૂડીઓ નથી પહેરી. મહારાષ્ટ્રની સ્ત્રીઓ પણ વીરપુત્રો પ્રસરે છે. હિંદુત્વના રક્ષણની જવાબદારી પ્રભુએ મહારાષ્ટ્રને માથે નાખી છે, એટલે પ્રભુ આપણી આ પવિત્ર લડતનાં આપણી પડખે જ છે, એમ હું તે માનું છું. જયસિંહ ગમે તે કાબેલ મુત્સદ્દી અને હિંમતવાન ક્ષત્રિય હશે તો પણ અમે મહારાષ્ટ્રના ક્ષત્રિયો અમારી આ ધાર્મિક લડતમાં એને નમતું નથી આપવાના. મારા સર્વ સાથીઓના અંતઃકરણની ખાતરી થઈ ગઈ છે કે આપણી લડત સત્યની છે. વિધર્મીઓએ ભય, ત્રાસ, જુલમ અને અત્યાચારથી જકડેલી ગુલામીની બેડીઓ તેડવાની આ લડાઈ છે. મુસલમાની કે બીજા ધર્મને છલ કરવા માટે, બીજા ધર્મનાં તીર્થસ્થાનો ભ્રષ્ટ કરવા માટે, બીજા ધર્મની સ્ત્રીઓને ઘસડી જઈ તેમના ઉપર અત્યાચાર કરવા માટે આપણે કેઈની સામે માથું નથી ઉઠાવ્યું. આપણી લડત તે આત્મરક્ષણની, ધર્મરક્ષણની અને ઈજતની છે. ધર્મને છલ કરનારનો પક્ષ પકડીને તેને મજબૂત કરવા માટે તેના તરફથી જે કઈ આવશે, પછી તે રાજા જયસિંહ હોય, કે મારો પોતાનો જન્મદાતા પિતા હોય તે પણ તેની સામે આપણે તે સમશેર ખેંચવાના. મારા ધર્મનું અપમાન કરનાર પક્ષની સામે હું તે ઝુકાવીશ અને જેને ધર્મ વહાલું હોય, તેણે ઝુકાવવું જ જોઈએ એ મારે અભિપ્રાય છે. હિંદુધર્મના રક્ષણ માટે માથાં કપાવવા અમે બહાર પડયા છીએ. સત્યને જય નહિ આપે તે પ્રભુયે ક્યાં જશે? આપણને જય આપ્યા સિવાય પ્રભુનો છૂટકે જ નથી. જે હિંદુધર્મના રક્ષણ માટે પ્રભુને અવતાર લેવાનું મન થાય છે, તે જ હિંદુધર્મના રક્ષણ માટે પ્રભુ આપણને બળ બક્ષવામાં ઉણપ રાખશે, એટલે અવિશ્વાસ અને પ્રભુમાં નથી. જયસિંહ એ કંઈ ત્રિલોકને નાથ નથી. એને સૈનિક અને સરદારે કંઈ આભ ફાડીને નથી આવ્યા. હિંદુધર્મને છલ કરનાર મુસલમાની સત્તાને શરણે જઈ હિંદુત્વના રક્ષણનું કામ કરવાનું સ્થપાયેલી સત્તાને તેડવા, દક્ષિણ ઉપર ચડાઈ લાવનાર જયસિંહ ગમે તે બળિયે અને કસાયેલું હોય તે પણ તેની સામે આપણે ઝકાવીને જગતને બતાવી આપીશું કે હજી ધરતીએ બી નથી એવું. હજુ હિંદુત્વનું રક્ષણ કરવા માટે ક્ષત્રિય સામે સમર ખેલનાર ક્ષત્રિયો મહારાષ્ટ્રમાં જીવતા છે. મહારાજ મને તે લાગે છે કે આપણાં સંકટની આ તે માત્ર શરૂઆત જ છે. ભરતખંડમાં એવા ઘણું જયસિંહે ભેગા થઈને આપણા ઉપર આવે તે પણ શું? અમે સિપાહીઓ બીજું ત્રીજું નથી જાણતા. અમે તે એક જ વાત જાણીએ છીએ કે અમારા મહારાજે ધર્મરક્ષણનું કામ હાથ ધર્યું છે, તેમાં સંકટો વારંવાર આવવાનાં છે. અમારી કસોટી થવાની છે. પણ જો તે આખરે અમને જ મળવાનો છે. અમે મરીશું. તે મોક્ષ મેળવીશું અને છતીશું તો સત્તા સ્થાપીશું. મહારાજને હુકમ થશે ત્યાં અમો અમારે લેાહી રેડીશું. અમે સિપાહીઓ તે લડવાનું સમજીએ. અમને તો લડાઈમાં જ આનંદ હાય, અમને દુશમન બતાવો અને હુકમ આપે. પ્રાણની પરવા કરીએ એવા નથી.”
એક મત્સદી –“ મુસલમાનોને મદ ઉતારવા માટે મહારાષ્ટ્રના માવળાઓ રણે પડ્યા છે અને એમણે આજ સુધી જે હિંમત અને શૌર્ય દાખવ્યાં છે, તે ભરતખંડના ઇતિહાસમાં અમર રહેશે પણ મહારાજ ! દુશ્મનની સામે પણ એકલું શૌર્ય અને એકલી સમશેર આપણને ધાર્યો યશ નહિ આપે. મહાભારત અને રામાયણમાં પણ આપણે વ્યુહરચના જોઈએ છીએ. “સમશેરને વરેલે એ સિપાહી” એ વાત ખરી છે, પણ વખત, સંજોગે અને સમય તરફ એણે પણ આંખો ખુલ્લી રાખવાની છે. સમશેરને સમરાંગણમાં ચલાવતાં પહેલાં પિતાનાં બળનું અને શત્રુની શક્તિનું માપ કાઢીને આપણે સંગ્રામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com