________________
પ્રકરણ ૯ મું ].
છ. શિવાજી ચરિત્ર લેકે પાછા જશે એટલે એ પાછા અચાનક છાપ મારશે એમ પણ કેટલાકને લાગતું હતું. શહેરની મદદે જાન્યુઆરીની તા. ૧૭ મી રવિવારને રોજ મુગલ લશ્કર આવી પહોંચ્યું ત્યારે લેકિને હિંમત આવી અને લોકે પાછા ગામમાં આવવા લાગ્યા. સૂબેદાર સરદાર ઈનાયતખાન પણ મુગલ લશ્કર લઈને સેનાપતિ હિલેરખાન સુરત આવી પહોંચ્યો ત્યાર પછી કિલ્લામાંથી બહાર નીકળ્યો. આ સૂબેદાર ઉપર સુરતની પ્રજા બહુ ગુસ્સે થઈ હતી. દુશ્મનના કબજામાં પ્રજાને મૂકીને પિતાને જાન બચાવવા માટે બાયલાની માફક કિલ્લામાં ભરાઈ બેસનાર સૂબેદારને પ્રજાએ ધિક્કાર્યો. પ્રજાએ એની ફજેતી કરી અને એના ઉપર ધૂળ પણ ફેંકી. અનેક રીતે આ અમલદારનું પ્રજાએ અપમાન કર્યું. પિતાના બાપનું અપમાન જોઈ ઈનાયતખાનને પુત્ર પ્રજા પર ગુસ્સે થયો અને આવેશમાં આવી જઈને ગોળીબાર કરી એક બિચારા હિંદુ વેપારીને જાન લીધે. અંગ્રેજોએ પિતાની કઠીનું બહુ બહાદુરીથી રક્ષણ કર્યું અને પિતાની માલમિલ્કતનું રક્ષણ કરતાં આજુબાજુના ભાગનું પણું રક્ષણ થયું. જોકે આ અંગ્રેજ કેઠીવાળાઓ ઉપર રાજી રાજી થઈ ગયા. મુગલ સેનાપતિ સરદાર દિલેરખાન શહેરના રક્ષણ માટે આવ્યો ત્યારે તેની મુલાકાતે સર જેજ એકઝેન ગયો અને પિતાની બંદૂક સેનાપતિના પગ પાસે મૂકી બે –“હવે શહેરના રક્ષણની જવાબદારીમાંથી હું મુક્ત થયો છું. હવે સુરતનું રક્ષણ કરનાર આપે છે. ” પછી મુગલ સેનાપતિએ અંગ્રેજ કેઠીવાળાનાં વખાણ કર્યા અને પ્રમુખને એક ઘોડો, શિરપાવ તથા તલવાર આપવામાં આવ્યાં. પ્રમુખે આ બધાને જવાબ વાળતાં કહ્યું કે “ આ શિરપાવ, તલવાર તથા ઘેડો એ અમારાં કામની કદર છે એ હું સમજું છું પણ એવી કદર તે સૈનિકની હોય. અમે તે વેપારી છીએ એટલે અમારી કદર આવા શિરપાવથી નહિ પણ અમારી વેપારી સગવડ વધારી આયાથી જ થશે.” સુરતના લાકે ઉપર આ આફત આવી તે માટે શહેનશાહે દિલગીરી જાહેર કરી અને રૈયત તરફની લાગણીને લીધે આયાત માલ ઉપરની જગાત અને ટોલ એક વર્ષ માફ કર્યો. ડચ અને અંગ્રેજ લેકે એ જે હિંમત બતાવી તે માટે તેમની કદર કરી, તેમના માલ ઉપરની એક ટકે જગત માફ કરવામાં આવી. અંગ્રેજ કેઠીવાળાના પ્રમુખ સર જજ ઍકએંડનનાં વખાણ કરી તેને એક સોના ચાંદ આપવામાં આવ્યો. જગતની જે માફી આપવામાં આવી તેને અમલ ૧૬ મી માર્ચ, ૧૬૬૩ ના દિવસથી કરવાનું ફરમાન છૂટયું. સુરત શહેરની આજુબાજુએ પત્થરની દીવાલ ચણી લેવાનો હુકમ થયો. સૂબેદાર ઈનાયતખાનને તેણે કરેલા ગંભીર ગુના માટે શહેનશાહ સન્મુખ ખડો કરવામાં આવ્યો અને તેની જગ્યાએ સુરતના સૂબા તરીકે સરદાર ગ્યાસુદ્દીનખાનને નીમ્યો. થોડા જ દિવસમાં પાછી વ્યવસ્થા થઈ ગઈ અને સુરતનો વેપાર પાછો જામ્યો.
સુરત ઉપરની ચડાઈના સંબંધમાં ઈતિહાસેબખરો, તે સમયના પરદેશી વેપારીઓએ પિતાને દેશ આ બનાવના સંબંધમાં લખેલા પત્રો અને મેકલેલાં લખાણ વાંચી તપાસી તે ઉપરથી જે માહિતી મળી આવી તે ઉપર જણાવી છે. શિવાજી મહારાજે સુરતની લૂંટ વખતે જે સખ્તાઈ બતાવી અગર વાપરી તેના સંબંધમાં કેટલાક અંગ્રેજ ગ્રંથકારોએ મહારાજ ઉપર જબરા હુમલા કર્યા છે. કેટલાય હિંદી ઇતિહાસરસિકેએ પણ મહારાજને માથે આ સખ્તાઈ નો આરોપ અંગ્રેજ મિ. એન્ટની સ્મિથના કહેવાથી ઠોકી બેસાડયો છે. આ બનાવના સંબંધમાં જાણીતા ઇતિહાસકારોના ઉતારા વાંચકેની આગળ રશ કરીશ. સુરતની લૂંટના સંબંધમાં પ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી. ગોવિંદ સખારામ સર દેસાઈ બી. એ. નવા શિરત માં લખે છે કે - મુગલ શહેનશાહતની પશ્ચિમ ભાગની રાજધાની જે સુરત શહેર તે લુંટવા માટે અંગ્રેજ સંથકારોએ શિવાજી ઉપર ગજબ ગુજાર્યો છે. શિવાજી અને ઔરંગઝેબની વચ્ચે ખુલ્લું યુદ્ધ ચાલી રહ્યું હતું અને શિવાજીના રાજ્યમાં મુગલ લશ્કર માર વરસથી તોફાન મચાવી રહ્યું હતું. શિવાજીની રાજધાની પુના શહેર તે કબજે કરીને શિવાજીનું મધ્યન ચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com