________________
૪
૭. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૯ સુ
અટકાવનાર મહારાજના અને એમની હિંદવી સ્વરાજ્યની યેાજનાને શત્રુ શાહિસ્તખાન મહારાજની જડ ખોદી કાઢવા માટે મસાલા ખાંડી રહ્યો હતા અને આ ઘરમાં મુકામ કરીને શિવાજી મહારાજના મુલકના નાશ કરી, મહારાજની પ્રજાને પીડી રહ્યો હતો. દુશ્મનનાં આ બધાં કૃત્યો શિવાજી મહારાજ મૂગે માંઢે ગળી જાય એવા નહતા પણ જરૂર જણાય ત્યાં એમને ગમ ખાતાં આવડતું હતું. દુશ્મનના જુલમ સામે કેટલાંક કારણેાસર એ શાંતિ પકડતા, પણ એમની એ શાંતિ નામર્દાઈની શાંતિ નહિ, પણ મુત્સદ્દીની શાંતિ હતી. એ જેવા જબરા યાદ્ધા હતા, તેવા જ પાકા મુત્સદ્દી પણ હતા. યાદ્દાને શાબે એવાં શો'ની અને મુત્સદ્દીને શોભે એવી પહેાંચ અને ઝીણવટની કુદરતી બક્ષીત્ર એક જ માણસમાં જવલ્લે જ જડી આવે છે. શિવાજી મહારાજમાં આ બંને ગુણો પુરતા પ્રમાણમાં હતા. એમણે જોયું કે એમના મુલકને મુગલ મગરે ચૂડ ભેરવી છે અને તે ગમે તે ઈલાજે છેડાવવી છે. એમણે વિચાર કર્યાં કે રણમેદાનમાં ખડી લડાઈ કરે મુગલ સામે વાય એમ નથી. મેટા લશ્કરવાળા શત્રુને હંફાવવા હાય ! યુક્તિથી જ કામ લેવું પડે. કળે કળે યુક્તિથી મુગલાની સામે થવામાં ડહાપણુ છે. મહારાજે વળી વિચાર કર્યાં કે મુગલા સામે આ વખતે પાસા ખેલવામાં “ ડુંગર ખોદીને દર્ કાઢયો ” એવું ન બનવું જોઈ એ. એવી આખાદ ખાજી ખેલવી કે મુગલેએ મરાઠાઓના મુલકને જે બચકું ભર્યું છે, તે છૂટે અને આજસુધી મુગલાએ કરેલા આર્થિક નુકસાનની ભરપાઈ થઈ જાય. આ વિચાર કરતાં કરતાં મહારાજને સૂઝી આવ્યું કે એવા કાઈ મુગલ મુલક ઉપર ચડાઈ કરવી કે અઢળક પૈસા મળે અને મરાઠા મુલકના ગળામાં ધાલેલા ફ્રાંસા જરા ઢીલા પડે. સ'જોગ, વખત, અનુકૂળતા વગેરે ધ્યાનમાં લઈ, વિચાર કરતાં સુરત ઉપર ચડાઈ લઈ જવાનું એમના ધ્યાનમાં ઉતર્યું. મુગલ શહેનશાહતનું શ્રીમતમાં શ્રીમંત અને નજીકમાં નજીક શહેર સુરત હતું.
કાઈપણ મુલક ઉપર ચડાઈ કરવી હોય ત્યારે મહારાજ પોતાના ખાસ જાસૂસાને મેાકલી મહત્ત્વની નાની મેાટી બધી તપાસ કરાવતા અને આર્થિક દૃષ્ટિથી તથા સત્તા વધારવાની દૃષ્ટિથી જોખમ ખેડવામાં લાભ માલમ પડે તે જ જોખમ ખેડતા. એમણે પોતાના ખાસ વિશ્વાસુ જાસૂસ હિરજી જાધવ નાયકને ખેલાવ્યા અને સુરત શહેરની વીગતવાર બધી જ માહિતી મ'ગાવી. માલીકનેા હુકમ થતાં જ બહિરજીએ પેાતાની તૈયારી કરી અને સુરત ગયા. અનુભવથી ખાતમી લાવવાની બાબતમાં અહિરજી ખાહેાશ બની ગયા હતા. ચડાઈ કરવી હાય અને તે અજાણ્યા મુલક ઉપર કરવી હાય, તે કેવી, કેટલી, અને કર્યાં માહિતીની જરુર પડે એ હિરજી બરાબર જાણતા હતા. અહિરજી નાયક સુરત ગયે। અને અનેક પ્રકારના વેશ ધારણ કરીને સુરતની વીગતવાર હકીકત એણે મેળવી. સુરતની શેરીએ, રસ્તા, પરદેશી વેપારીઓની કાઢીએ, મકાને, વેપાર, શેડીઆ, ધાર્મિક મકાના, સુરતનું ઝવેરાત, સુરતના બાદશાહી બંદોબસ્ત, મુગલ અમલદારાનું બળ, શ્રીમત લેકાના લત્તા, ખજારા, સુરતમાં રાખવામાં આવેલું લશ્કર, શહેરની દિવાલ, કાર્ટિકલ્લા અને દક્ષિણથી સુરત અચાનક આવી પહેાંચવાના જુદાજુદા રસ્તાઓ વગેરેની વીગતવાર માહિતી અહિરજીએ મેળવી. બહિરજીએ હુાંશિયારી, અમ્લ, ચાલાકી, અને ઝીણવટથી એવી માહિતી મેળવી હતી કે તદ્દન અજાણ્યાની નજર આગળ પણુ સુરત પ્રત્યક્ષ ખડું કરી શકાય. હિરજી નાયક મહારાજની સેવામાં તાલીમ પામેલા હતા, એટલે મેળવેલી હકીકતને નાણી જોઈ, ખાતરી કરી લેતા. સુરત શહેરમાં પુષ્કળ માલદાર અને શ્રીમંત ગૃહસ્યા હતા. તેમનાં નામા, મિલ્કતને અડસટ્ટો, તેમનાં રહેવાનાં મકાન અને જે લત્તામાં ધરા હાય,તે બધાની નોંધ બહિરજીએ કરી હતી.
શિવાજી મહારાજે સુરત ઉપર ચડાઈ કરી તે સંબંધમાં લખતા પહેલાં સુરત શહેર સંબંધી થાડી માહિતી વાંચકાની સેવામાં રજૂ કરવાની જરુર છે. સુરત એ દક્ષિણ ગુજરાતમાં દરિયાથી બાર માઈલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com