________________
૩૪
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૨ મુ
અપમાનકારક પત્ર વાંચીને એ આવાહન સ્વીકારી તરત રણમેદાને આવશે. મહારાષ્ટ્રના આ સિંહને છ ંછેડી, ખીજવી, પજવી તેને તેની ગુફામાંથી બહાર કાઢી તેને શિકાર કરવાની ખાનની દાનત હતી, તેથી ખાને શિવાજી મહારાજને નીચેની મતલબનો એક પત્ર લખ્યાઃ— “ શિવાજી ! તું કાણુ છે તે હું હવે બરાબર પારખી શક્યા છું. તે તારૂં પાત હવે પ્રકાશ્યું છે. આજ સુધી તો હું તને ક્ષત્રિય વીર સમજતા હતા. ગમે તેવા બળવાન શત્રુ હેાય તે પણ તેની સામે ક્રસરિયાં કરી રણમેદાને હ્યુમનાર એક રણવીર, નાકનો ખાતર, આબરૂની ખાતર સર્વસ્વને સળગાવી જાતની પણ મેાનમાં આકૃતિ આપનાર એક સમરવીર તને સમજતા હતા પણ તું તે ખળવાન દુશ્મનને દેખી ડુંગરેમાં ભાગી જનાર ભીરુ નીવડ્યો. તે મુગલ શહેનશાહતની સામે શિંગડાં માંડ્યાં છે, પણ તને નથી તારા ખળનુ ભાન કે નથી શહેનશાહતના બળનેા અડસટ્ટો, ભલભલા રજપૂતૅને મુગલાએ નમાવ્યા છે. જેની મૂર્છા ઉપર લીંબુ ઠરતાં હતાં એવા રાજાઓને મુગલાએ જીત્યા છે. એ મુગલસત્તાને સામને, તારામાં અક્ક્સ અને ડહાપણને છાંટા પણ હાત તે। તું ન કરત. તું તે ડુંગરે માં, ખીણામાં, બખેાલામાં, જંગલામાં જિંદગી ગુજારનાર મરકટ છે. તને મુગલ શહેનશાતની મહત્તા અને બળનુ ભાન ક્યાંથી હાય ? પેાતાના કિલ્લામાં ભરાઈ ખેસવું અને સામા પક્ષના લેાક બેસાવધ હેાય ત્યારે તક જોઈ તેમના ઉપર તૂટી પડવું, તેમને હેરાન કરવા, સતાવવા એ ખાનદાની નથી. સામાને હેરાન કરી એ જ્યાં લડત આપવા તૈયાર થાય ત્યારે કિલ્લામાં ભરાઈ જવું કે નાસીને જંગલેામાં જતા રહેવું એ તેા કાયરાનાં લક્ષણ છે. જ્યારે જ્યારે મેદાનમાં લડાઈ કરવાના પ્રસંગ આવે છે ત્યારે ત્યારે તું તે નામર્દાઈ દાખવા કિલ્લાના કુકડા બની જાય છે. તારી લડવાની રીત માઁને શાલા આપે એવી નથી. તે આજ સુધી ષણાને તારી આ રીત અને પદ્ધતિથી છક્કડ ખવડાવી છે. પશુ હવે મારી આગળ તારું કંઈ ચાલવાનુ નથી. તું ગમે તેટલા દિવસ કિલ્લામાં ભરાઈ ખેસીશ તે પણ હું થાવાને નથી. માઁને લાંછન લગાડે એવા તારા રસ્તાથી હવે તને જશ મળવાને નથી. તું ખરા ખાનદાન અને ખશ મ હોય તે મેદાને સામને કરવા આવીજા. આમ ભરાઈ ખેસવાથી તું તારી નાદાની અને નામર્દાઈનુ પ્રદર્શીન કરે છે. તારામાં ખરી તાકાત કે શૌય હાય તેાપડ મેદાને અને આવી જા સામેા. ખાનદાનનું ક્રૂરજંદ હાઉસ તા આ મરકટચેષ્ટા મુકી દે. ઇંદ્રરાજાને શાબે એવાં સાધના સાથે હું અહીં આવ્યા . હું તને આવાહન આપું છું. તારામાં ક્ષત્રિયત્વ હેાય તેા મેદાને પડ. જો હિંંમત ન હેાય તો વાંદરાની માફ્ક નાસભાગ કરજે, પણ તેમ કર્યાથી હું તને છેડનાર નથી. તારે મુગલાની સત્તા સ્વકારવીજ પડશે, તું જ્યાં પેસીશ ત્યાંથી તને ખેંચી કાઢીશ. મેદાનમાં આવવાની શક્તિ ન હેાય તે શરણે આવી જા. શરણુ અથવા મરણુ એ બેમાંથી એક સ્વિકાર્યે જ તારા છૂટકા છે. ” મહારાજને આ પત્રથી ભારે અપમાન તો લાગ્યું, પણ મગજ શાંત રાખી જવાબ વાળ્યો કે “ તારા પત્ર એ નીચતાનો નમુનો છે. નથી એમાં વિવેક કે નથી એમાં ખાનદાની. તે મને પારખ્યા છે કે નહિ અથવા પારખ્યા ાય તો ખરા પારખ્યો છે કે ખાટા એતો અનુભવથી તને જણાશે. પણ આવા પત્ર લખવાના તારા ઉદ્દેશ હુ. પારખી શક્યા ... અને તને જણાવું છું કે આ પત્ર લખવામાં તે ધારેલી ધારણા સફળ નથી થવાની. ગમે તે હેતુથી પધ્યુ કેસરિયાં કરી, રણમેદાને ઝુકાવનાર અને ધમ તથા દેશને માટે ક્રૂના થવા તૈયાર થનાર ક્ષત્રિયાને યાદ કરીને તારી કલમને તે ઘડીવાર ધન્ય કરી છે. એ ટેકીલા અને બહાદુર ક્ષત્રિયાને મારાં કરાડા વંદન છે, જે દેશ, અને ધર્મ માટે એમણે સર્વસ્વનું બલિદાન આપ્યું, સ્ત્રી, અને માળાને સળગાવી મૂક્યાં, ધરમાર અને વાડીવકા ઉપર અંગાર મૂક્યા, તે દેશ અને ધર્મ માટે કુરબાની કરવાની મને પ્રેરણા થઈ, એ હું મારું અહેાભાગ્ય સમજું છું. જમાના કરતા જશે, તેમ યુદ્ધની રીતે, પદ્ધતિએ બદલાવાની જ. તું લખે છે તેવા ક્ષત્રિયાના જ હું વંશજ છું અને મારા વડવાએએ અધૂરું મૂકેલું કામ હું' પૂરુ કરવાના ધ્યું. મુગલ શહેનશાહતની શક્તિનું મને ભાન છે અને તેના વૈભવ વિલાસથી પણ વાક છું. મુગલાઈ ના બરાબર અભ્યાસ કરીને જ મેં એ સત્તાને છંછેડી છે,
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com