________________
પ્રકરણ ૧ લું.]
છે. શિવાજી ચરિત્ર સર્વ ક્ષત્રિયમાં સિસોદિયા ક્ષત્રિયે શ્રેષ્ઠ ગણાય છે. એ વશમાં એક મહાન પરાક્રમી રાજા થયે હતો. તેની અટક સિસોદિયા હતી અને તેણે ઈશ્વરચરણે પિતાનું મસ્તક અર્પણ કર્યું હતું.”
ता कुलमें नृपवृंद सब उपजे बखत बुलंद ।
ભૂમિપાઇ તિન મ યો “મારું મ ” દો એ કુળમાં ઉત્પન્ન થયેલા બધા રાજાઓ બહુ ભાગ્યશાળી નીવડ્યા હતા. એ જ વંશમાં માલજી નામને એક મેટે રાજા થયો.”
૭. શિવાજી મહારાજના રાજ્યાભિષેક પહેલાં જ્યરામ કવિએ સિંહાના સંબંધમાં મરાઠી ભાષામાં એક સુંદર કવિતા લખી હતી. તેમાં સિંહાજી ઉદેપુરના રાણાના વંશથી ઊતરી આવેલ છે એવું જણાવ્યું છે. નીચેની ચાર લીટીઓમાં એ વર્ણન આવી જાય છે.
महिच्या महेन्द्रा मधे मुख्य राणा । दली पास ह्याच्या कुळीं जन्म जाणा ॥ तयाच्या कुळी माल भूपाल झाला ।
जळानें जये शंभु सम्पूर्ण केला ॥. ૮. “પનલ પર્વતગ્રહણાખ્યાન માં જણાવ્યું છે કે શિવાજી મહારાજ ઉત્તરના સિસોદિયા કુટુંબથી તરી આવેલા છે.
૯. Historical sketch of the Princes of India નામના પુસ્તકમાં મિ. કલુન્સ પણ જણાવે છે કે ભોંસલે કટુંબ મેવાડના સુજનસિંહથી ઊતરી આવેલું છે.
૧૦. છ. શિવાજી મહારાજના વંશજ સતારાના મહારાજ છત્રપતિ શ્રી પ્રતાપસિંહજી મહારાજ ઉપર આ સંબંધમાં ઉદેપુરના મહારાણું અને રાજગોર અમરેશ્વરજીએ પત્રો લખ્યા હતા. એ પત્રમાં રાણાજીએ લખ્યું છે કે “તમે અમારા નજીકના સગા છે * * મૂળનાં તે આપણે એક જ છીએ.” [ “You are our near kindred; no difference regarding matters of that and this place is to be kept in mind. Originally we are one (Dr. Bal Krishna ).
૧૧. Castes and Tribes of C. P. નામના પુસ્તકના ૪ થા ભાગમાં લેખક મિ. રસલ નીચે પ્રમાણે લખે છે: “Mr. Enthoven states the Sesodia Rana of Udepur, the head of the purest Rajput houses, was satisfied from the inquiries conducted by an agent that the Bhonsles and certain other families had a right to be recognized as Rajput.'
૧૨. Historical Sketch of the Native States of India નામના પુસ્તકમાં કર્નલ માલસન આ સંબંધમાં લખતાં જણાવે છે કે “શિવાછરાજા ઉદેપુરના રાજકુટુંબમાંથી ઊતરી આવેલા છે.”
૧૩. રામચંદ્ર પતે એક ઠેકાણે લખ્યું છે કે શિવાજી મહારાજ ક્ષત્રિય કુલભૂષણ હતા.
૧૪. કર્નલ ટોડના રાજસ્થાનના ૧ લા ભાગમાં જણાવ્યું છે કે શિવાજીનું કુટુંબ મેવાડના અજયસિંહથી ઊતરી આવેલું છે.
૧૫. Scott's History of the Dekhan માં પણ જણાવવામાં આવ્યું છે કે શિવાજી મહારાજ સિસોદિયા રજપૂત હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com