________________
૨૮૧
૭. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ
તે પરિસ્થિતિના પલટા કરી શકે છે, વાતાવરણમાં ફેરફાર કરી શકે છે. આ સજોગામાં પણ મહારાજે હિંમત રાખી. કરતલખખાનના કાર્યક્રમ જાણ્યા પછી મહારાજે તકના લાભ લેવાના વિચાર કર્યાં. મુગલ લશ્કર બહુ બળવાન છે એ વાત મહારાજ ક્ષણવાર પણ ભૂલતા નહિ. મેદાનમાં લડાઈ આપવામાં આવે તે કાટિ ઉપાયે પણ મુગલા સામે મરાઠા તે વખતે ફાવે એમ ન હતું. ઊંડા વિચાર પછી એમને લાગ્યું કે ગમે તેવા બળવાળા દુશ્મન હોય પણ તેને કુનેહથી સંકડામણમાં લાવવામાં આવે તે બળ અને સાધન હાવા છતાં પણ એને નમાવી શકાય છે.
મહારાજ મુગલ સેનાપતિને સંકડામણમાં લાવવાના ધાટ ઘડી રહ્યા હતા. એમની માન્યતા હતી કે એક વખત સંકડામણમાં આવીને મુગલે મરાઠાઓની શમશેરના સ્વાદ ચાખશે તે। સુલેહ માટે તૈયાર ચશે. મુગલ લશ્કર કયે રસ્તે જવાનું છે તે જાણી લીધા પછી ઉંમરખિડમાં તેને ધેરી, યુક્તિ અને કળથી તેને ખાખરૂં કરી, સુલૈડ કરવા તેને ફરજ પાડવાના મહારાજે નિશ્ચય કર્યાં. મુગલ લશ્કર પૂનેથી નીકળી લેહગઢના દક્ષિણાત્તર માર્ગે કાંકણુ તરફ જતાં ઘાટમાં ઊતરવું પડે છે તે રસ્તે ચાલ્યું. શિવાજીના જાસૂસે। મુગલ લશ્કરની બધી હિલચાલતી ખબરેા મહારાજને તાકીદે પૂરી પાડતા હતા. કરતલમખાનની હિલચાલની મહારાજને ખબર મળી કે તરત જ ધાટ ઉપરથી નીચે ઉતર્યા પછી ધાડુ જંગલ આવે છે તેમાં મુગલ લશ્કરને ઘેરી ખરેખર માર મારવાને વ્યૂહ રચ્યા. જંગલની ઝાડીમાં અને જાળામાં શિવાજી મહારાજના લશ્કરી સિપાહીએ સતાઈ રહ્યા. લશ્કર જ્યારે ઘાટ ઊતરતું હતું ત્યારે તેને શિવાજી મહારાજની તૈયારીની જરાપણ ખબર ન પડે એની ખબરદારી રાખવામાં આવી હતી. મુગલ લશ્કર ધાડા જંગલમાં પેઠુ તે પહેલાં શિવાજી મહારાજ તેના ઉપર હલ્લા કરી શકત, પણ જો તેમ કરવામાં આવ્યું હોત તેા મુગલા ચારે તરફથી ઉંબરખિંડના અરણ્યમાં જેવા ઘેરાયા અને ગભરાયા તેવી સ્થિતિ થાત નહિ અને મુગલે મરાઠાને હાયતાલી ૬ઈને નાસી જાત. મહારાજે ખધી ખાબતને પૂરેપુરા વિચાર કરીને જ મુગલ લશ્કર ધાડાં જંગલમાં આવે એવી યુક્તિ રચી. પ્રતાપગઢના યુદ્ધ વખતે કાયનાપાર નજીક મહારાજે જેવી રીતે પેાતાના લશ્કરની ટુકડીઓ જંગલ અને ઝાડીઓમાં ગોઠવી દીધી હતી તેવી જ વ્યવસ્થા ખરખંડમાં મહારાજે કરી. ચારે તરફની ઝાડીમાં મહારાજના માણસે સશસ્ત્ર સંતાઈ ગયા. મુગલ લશ્કર એ અરણ્યની ખરાખર વચમાં આવ્યું એટલે પેાતાના સતાઈ રહેલા માણસને મુગલ સેના ઉપર મારા ચલાવવાની ઈશારત માટે મહારાજે રણદુભિ વગાડવાના હુકમ કર્યાં. રણવાઘ શરૂ થયાં અને શત્રુએ જાણ્યું કે આ અરણ્યમાં આપણે ઘેરાઈ ગયા છીએ. સમર નગારું શરૂ થતાંની સાથે જ મુગલ લશ્કર ઉપર ઝાડીમાંથી ચારેબાજુએથી મારે। શરૂ થયા. તીર અને ગાળીએથી મુગલ માણસે વિંધાવા લાગ્યા. ઉનાળાના ખરા બપાર થયા હતા. ઝાડી એટલી બધી ધાડી હતી કે પવન વગર માણસે ગભરાવા લાગ્યાં. શત્રુ ક્યાંથી મારે। ચલાવે છે તે ઝાડીને લીધે જણાતું ન હતું. મુગલ લશ્કર ભારે મૂઝવણમાં પડ્યુ. કરતલમખાન ગભરાયા. અનુકૂળ સ્થળે મુગલાને ઘેરીને મારવામાં શિવાજી મહારાજને હેતુ મુગલે ને સુલેહ માટે ફરજ પાડવાના હતા. કરતલમખાન અને તેના ખીજા સરદારાએ જોયું કે હવે ખચવાતા એક રસ્તો નથી. જીવ શી રીતે ખચાવવા એ મુખ્ય પ્રશ્ન થઈ પડયો. કરતલખખાન અને બીજા સરદારાને મૂઝવણમાં જોઈ ને રાયખાગીણ આગળ આવી અને એણે કરતલખખાનને કહ્યું કે “ પહેલેથી ચેાકસાઈ કર્યા સિવાય અને આ ધાડાં જંગલતા દેખસ્ત કર્યાં સિવાય એકદમ લશ્કરને સામે શક્તિવાળા શત્રુ છે તેની ખબર હોવા છતાં ઘાડી ઝાડીમાં પેસવાનું આપણે સાહસ ખેડવું એ ડહાપણુ ભરેલું તેા નથી જ કર્યું. આ ભાગનાં જંગલા, પ°તા, ખીણા, ડુંગરાઓ વગેરે અડચણની જગ્યાઓએ તા શિવાજીના સરદારા અડપલું કર્યા વગર કદી રહેવાના નથી એ વાત આપણે અણી વખતે ભૂલી ગયા એ કમનસીબની વાત છે. આપણે બધા શિવાજીના જડબામાં કમનશીબે આવી પડયા છીએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com