________________
પ્રકરણ ૬ દૂ]
છે. શિવાજી ચરિત્ર
મુગલાને સતાવવા માટે યુક્તિઓ જવા લાગ્યું. મુગલ લશ્કર બહુ બળવાન હોવાથી એના ઉપર છાપ માર એ કઠણ કામ હતું એટલે મુગલોને રાકની તંગી પહોંચે એવી ગોઠવણ કરવાનો મરાઠાઓએ વિચાર કર્યો. મુગલ લશ્કર છાવણી નાંખીને પાડયું હતું તેની આજુબાજુના ગામડાઓમાંથી મરાઠાઓએ અનાજ વગેરેને નાશ કરી નાંખ્યો. છાવણી પડી હતી તે પ્રદેશ ઉજડ કરી નાંખ્યો. છાવણીની નજીકનાં ગામે ઉજ્જડ કરીને મરાઠાઓ અટક્યા નહિ પણ દૂર દેશમાંથી મુગલેની રસદ અટકાવવા માટે સવે શક્ય પગલાં લેવામાં આવ્યાં. ચોમાસું શરૂ થયું અને નદી નાળા ભરાઈ ગયાં તેથી દૂર દૂરથી અનાજ વગેરે ચીજો લશ્કર માટે લાવવાનું મુગલેને મુશ્કેલ થઈ પડયું. અનાજ વગર અને રોજની જરૂરિયાતની ચીજે વગર મુગલ લશ્કરને ભારે હાડમારી વેઠવી પડતી, મુગલ સત્તા નીચેનાં ગામો બહુ દૂર હોવાથી ત્યાંથી જોઈતી ચીજ મંગાવવાનું બહુ મુશ્કેલ હતું અને તે મંગાવવામાં આવે તે મરાઠાએની નાની નાની ટોળીઓ રસ્તામાં તે માલ લૂંટવા તૈયાર હતી જ. લશકર મોટું હોવા છતાં ખાન ચિંતામાં પડશે. લશ્કર બહુ મોટું હતું એટલે તે પ્રમાણમાં તેની જરૂરિયાત પણ પુષ્કળ હતી. આ બધી જરૂરિયાતને શી રીતે પહોંચી વળવું એ ચિંતામાં ખાન પડયો. આ કેયડે શી રીતે ઉકેલ તેની ખાનને ગમ પડી નહિ. દુશ્મન કરતાં પોતે બહુ બળિયો હોવા છતાં મૂઝવણને પાર રહ્યો નહિ. આ મુસીબતે શી રીતે તરી જવી તેનો વિચાર કરવા માટે ખાને પોતાની ખાતરીના અમલદારે. સરદારે અને મુત્સદ્દીઓને ભેગા કર્યા. વિવેચન ૫છી ઉંડો વિચાર કરતાં લશ્કર માટે અહમદનગરથી ચી મંગાવવી એ જ હાલના સંજોગોમાં સીધો અને સરળ માર્ગ હો એમ લાગ્યું અને અહમદનગરથી ચીજે સહીસલામત આવે તે માટે પ્રથી આશરે ૧૮ માઈલ દૂર આવેલા ચાકણુને કિલ્લા તાકીદ કબજે કરી લેવાનું મુગલ મુત્સદ્દીઓએ ઠરાવ્યું, મુગલોની યુદ્ધ સામગ્રી અને સંખ્યાબળ ધ્યાનમાં લેતાં ચાકણુને કિલ્લે લે એ મુગલ સેનાપતિને મન રમત વાત લાગી. ચાકણને કિલ્લે તો જોતજોતામાં લેવાશે એવી ખાનની માન્યતા હતી અને મરાઠાઓ ઠેકઠેકાણે રોકાયેલા હોવાથી આ કામ બહુ જ સહેલાઈથી પતી જશે એમ મુગલેએ માન્યું હતું.
ઈ. સ. ૧૬૪૭માં ચાકણને કિલ્લે મહારાજે કબજે કર્યો હતો ત્યારથી તે ફિરંગજી નરસાળા નામના બહાદુર અને મુત્સદ્દી કિલેદારના કબજામાં હતું. આ ફિરંગોજી એની સ્વામીભક્તિ માટે પ્રસિદ્ધ હતો. ફિરજીની સ્વામીભક્તિ અડગ હતી. શાહિતખાને જાતે ભર ચોમાસામાં ચાકણના કિલ્લાને ઘેરે ઘાલ્યો. ખાનને ખાતરી હતી કે કિલ્લે લેતાં બહુ મુશ્કેલી નડશે નહિ. ચાકણને ëિ ના હતો. કિલ્લામાં લશ્કર પણ થયું હતું. ફિરંગેજી સામને કરશે પણ તે ઝાઝા દિવસ કાઢવાને નથી એવી ખાનની માન્યતા હતી. ખાને બરોબર વિચારપૂર્વક જોઈએ તે ઠેકાણે મરચાં બાંધી કિલ્લા ઉપર તેને મારો શરૂ કર્યો. ખાન પાસે તો બહુ મોટી અને જબરી હતી, દારૂગોળ પુષ્કળ હતું, પણ ચેમાસાને લીધે એ હવાઈ ગયું હતું તેથી એ ગેળા ધાર્યું કામ આપી શકતા ન હતા.
આ વખતે મહારાજ પોતે પનાળાના કિલ્લામાં ઘેરાયેલા હતા. એમણે પોતાને કિલ્લેદાર ચાકણના કિલ્લામાં શાહિસ્તખાનના ઘેરામાં સપડાય છે એ વાત જાણી ત્યારે ફિરંગેજીને સંદેશો કહેવડાવ્યું કે “ચાકણુને કિલ્લે આખર સુધી સાચવશો. સહેલાઈથી દુશ્મનને હવાલે કરતા નહિ. બધા પ્રયત્ન અજમાવ્યા પછી કિલ્લે જાય છે તેનું દુખ નથી પણ દુશ્મનને બરાબર સ્વાદ ચખાડ્યા સિવાય કિલ્લે જેવો ન જોઈએ.” ફિરંગેજીને મહારાજને સંદેશો મળી ગયા હતા. એણે જોયું કે વખત બહુ ટેટીન છે મહારાજ તથા બીજા સરદારો પનાળામાં ઘેરાઈ ગયા છે. બહાર રહેતા સરદારો મહારાજને છોડાવવાના કામમાં રોકાયા છે અને બહારથી મદદ મળી શકે એમ નથી એટલે પિતાના બળ ઉપર જ ઝઝમવાનું નક્કી કરી શિવાજી મહારાજના સંદેશાને જવાબ વાળ્યો કે “ હું શિર સાટે શિવાજી મહારાજની ઈજ્જતનું રક્ષણ કરીશ, જીવને જોખમે હું ચાકણુને કિલ્લે ટકાવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com