________________
પ્રકરણ ૬ ] છે. શિવાજી ચરિત્ર
રહs નામની ઢાલ એ ત્રણ ચીજે મુલ્કમશહૂર થઈ પડી હતી. બિજાપુર દરબારની નજર આ ચીજો ઉપર બગડી હતી. આ ચીજો બિજાપુર બાદશાહને આપી દેવા માટે બાજીને અનેક રીતે સમજાવવામાં આવ્યો. બાજીએ કોઈનું માન્યું નહિ એટલે બિજાપુર બાદશાહે તેનું દળવીને જોર જુલમથી યશસ્વી ઘાડી લઈ આવવા માટે મોકલ્યો હતો. યશસ્વી ઘોડી માટે બાજી અને સોનું દળવી વચ્ચે લડાઈ થઈ પાસલકરે દળવીને પરાજય કર્યો.
આપણે પાછળ વાંચી ગયા છીએ કે સીદી સૈહર જ્યારે બિજાપુરથી મહારાજ ઉપર ચડાઈ કરવા નીકળે, ત્યારે મહારાજની સામે જંજીરાના સીદી અને વાડીના સાવંતએ માથું ઊંચું કર્યું હતું. મહારાજે વાડીના સાવંતેને સીધા કરવાનું કામ બાજી પાસલકરને સેપ્યું હતું. બાજી પાસલકર કંઈ સાવંતેથી જાય એવો ન હતો. એને માથે નાંખવામાં આવેલું કામ એણે બરાબર બજાવ્યું. અનેક વખતે એણે સાવંતેનો સામનો કર્યો. ઘણી વખતે ઝપાઝપીમાં પાસલકરે સાવંતને હરાવ્યા. વારંવાર હારી જવાથી સાવંતે બહુજ ઉશ્કેરાયા અને બાજીને હરાવવા માટે એમણે ભારે તૈયારી કરવા માંડી. આખરે સાવંતે એ સીદીની સહાયતા માગી અને તે મેળવી ૫૦૦૦ માણસનું લશ્કર લઈ બાજી ઉપર ચડાઈ કરી. રાજાપુર નજીક લડાઈ થઈ. લડાઈ ચાલી રહી હતી. બન્ને તરફના યોદ્ધાઓ બરાબર રણે ચડયા હતા. તેમના નાયકે અને સરદારો પણ માથું બાજુએ મૂકી રણક્રીડા ખેલી રહ્યા હતા. પિતાના સરદારોને રણમાં ઘૂમતા જોઈ સિપાહીઓને પણ ખૂબ શૂર ચઢયું હતું. લડાઈને ખરેખરો રંગ જામ્યો હતો એવે વખતે લડતાં લડતાં બાજી પાસલકર અને સાવંત સામસામાં આવી ગયા. બન્ને યુદ્ધકળામાં નિપુણ અને પૂરેપુરી પાવરધા હતા. બન્ને એ હૃદયુદ્ધ આરંભ્ય. બંને મહાન યોદ્ધા હોવાથી લડાઈ જબરી જામી. કણ કેને પછાડશે એ નક્કી કરવું મુસીબત થઈ પડયું હતું. અંતે આ બનેએ એકબીજાને એવા સખત વા કર્યા કે બંને એક વખતે રણમાં પડવ્યા. બંને વીરો એક બીજાનાં શસ્ત્રોના ઘા વડે વીરગતિને પામ્યા. જ્યારે સરદાર રણભૂમિ ઉપર માર્યો જાય છે ત્યારે ત્યારે તેનું લશ્કર નાસવા માંડે છે. સરદાર પડતાની સાથે લશ્કર હિંમત હારીને નાસભાગ કરવા મંડી પડે છે. પાસલકર રણમાં પડ્યો તે પણ તેનું લશ્કર હિંમત હારીને નાઠું નહિ. સરદાર પડ્યા પછી લશ્કરમાં જે ભંગાણ પડે છે, અવ્યવસ્થા થઈ જાય છે, તેવું કંઈપણ થયું નહિ. સરદાર પડયા પછી ભલભલા યોદ્ધાઓની ધીરજ ખૂટી જાય છે, ઘણુઓ હિંમત હારી જાય છે પણ પાસલકરના લશ્કરમાં તે ગભરાટ ન પેઠે. સાવંત અને પાસલકર પડયા પછી પણ બન્ને તરફના દ્ધાઓએ લડાઈ ચાલુ જ રાખી હતી. આખરે પાસલકરના લશ્કરે સાવંતના લશ્કરને હરાવ્યું. રાજાપુરની લડાઈમાં પાસલકર પડવાના અને તેની જીતના સમાચાર મહારાજને મળ્યા. પિતાનો બાળસ્નેહી. નાનપણને ગઠિયે અવે હિંદવી સ્વરાજ્ય સ્થાપવાના કામમાં મહારાજને દરેક બાબતમાં મદદ કરનાર મહારાજને વિશ્વાસુ સેવક હિંદવી સ્વરાજ્ય સ્થાપવાના કામમાં જ આવી રીતે રણમાં પડ્યો એ સાંભળી મહારાજને તેના મરણ માટે ભારે શોક થશે. પાસલકરે રણમાં જે શૌર્ય બતાવ્યું, જે પરાક્રમ કર્યા તે સાંભળી મહારાજને સંતોષ થયો. સીદી અને સાવંતને વેરને લીધે જ પોતાનો દોસ્ત ખાવો પડયો એ મહારાજને સાલ્યાંજ કરતું હતું. પાસલકરના મરણનું પહેલી તકે વેર લેવાને મહારાજે નિશ્વય કર્યો.
૨. ચાકણને કિલ્લો મુગાલેને કબજે, ફિરંગોજી નરસાળાનાં પરાક્રમ. શિવાજી મહારાજની સત્તા તોડવા માટે દિલ્હીપતિ ઔરંગઝેબે પોતાના મામા શાહિસ્તખાનને બહુ મોટા લશ્કર સાથે ભારે સરંજામ આપીને દક્ષિણમાં મોકલ્યાને આપણે વાંચી ગયા. ઔરંગઝેબે પોતાના રાજ્યાભિષેક વખતે શિવાજી મહારાજને એક મિત્રાચારીને પત્ર લખી પોષાક મોકલ્યો હતો અને તે જ વખતે મુગલ બાદશાહે આદિલશાહને એક પત્ર લખી જણાવ્યું હતું કે શિવાજીને બરાબર પાંસરો : શિવાજીને સીધે દેર કરવામાં ઢીલ કરશો નહિ. ઔરંગઝેબના રાજ્યાભિષેક વખતે શિવાજી મહારાજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com