________________
છે. શિવાજી ચરિત્ર
[પ્રકરણ ૪ થું પ્રતાપગઢના યુદ્ધમાં તથા કોલ્હાપુરની લડાઈમાં આદિલશાહી લશ્કરને ખેડ નીકળી ગયા છે એ વાત નેતાજીના ધ્યાનમાં હતી. વળી સીદી જોહર સાથે અલી આદિલશાહે બહુ જબરું લશ્કર આપ્યું છે એ ખબર ખેપિયાએ નેતાજીને આપી હતી. મુગલ સાથેની લડાઈમાં પણ આદિલશાહી લશ્કરને ઘણું નકસાન થયું હતું. આ બધા ઉપર નજર દોડાવતાં નેતાજીને લાગ્યું કે બિજાપુર પ્રાંત લશ્કર વગરને થઈ ગયો છે. આવા સંજોગોમાં પનાળાનો ઘેરે ઉઠાવવા માટે બિજાપુર પ્રાંતમાં લડાઈ અને લૂંટ વગેરે શરૂ કરી દેવા જોઈએ. પિતાની રાજધાની નજીક સંકટ આવેલું સાંભળી બાદશાહ જહરને પાછો બેલાવી લેશે અને પનાળાને ઘેશ ઉઠાવી લેવાની જૌહરને ફરજ પડશે.
બિજાપુર બાદશાહને પનાળાને ઘેરે ઉઠાવવાની ફરજ પાડવાના હેતુથી નેતાજીએ બિજાપુર પ્રાંતમાં પિતાને ઝપાટે ચલાવ્યું. ઘેર બહુ સખત છે અને મહારાજ અંદર ઘેરાઈ ગયા છે એ સંબંધી ખબર મેળવી નેતાજી પિતાના ૪-૫ હજાર ઘોડેસવાર લઈને વીજળીવેગે મારતે ઘડે શાહપુર નજીક આવી પહોંચ્યો. શાહપુર બિજાપુર પ્રાંતનું બહુ રળિઆમણું અને ધનવાન નગર ગણાતું હતું. ચૈત્ર શુ. ૧૫ ની રાત્રે શાહપુર ઉપર નેતાજીએ અચાનક હલે કર્યો. નેતાજીની માન્યતા ખરી ઠરી.
બિજાપુરમાં તે વખતે લશ્કર બહુ ડું હતું. શાહપુર જેવા ધનવાન નગરના બચાવ માટે પણું બાદશાહ લશ્કર ન મોકલી શક્યો. શત્રની આ સ્થિતિનો નેતાજીએ બરોબર લાભ લીધો અને શાહપુર જેવું ધનવાન શહેર લૂંટીને ખલાસ કર્યું. શાહપુર આગળ નેતાજી અને આદિલશાહી લકરના સેનાપતિ મલા મહમદની લડાઈ થઈમુલા મહમદને સરદાર બાબુલખાન અને આજાદપા નાયકની ભારે કમક હતી. નેતાજીએ આદિલશાહીના આ ત્રણે સરદારને હરાવ્યા અને દુશ્મનના ૨૦૦૦ ઘોડાએ નેતાજીને હાથ લાગ્યા (શિ. , લંડ. ૨. ).
નેતાજીની આ છતથી બાદશાહ ભયભીત બન્યો અને નેતાજીની ધારણા મુજબ જૌહરને પાછા બોલાવી લેવાના વિચારમાં હતા, પણ પોતાના માણસ તરફથી એને ખબર મળી કે નેતાજી મોટું નથી. એ તે દમથી કામ ચલાવે છે અને જે બરાબર હિંમતથી એના લશ્કર ઉપર હલ્લે કરવામાં આવે તે નેતાજી પા છે. હડે એવી સ્થિતિ છે. આ ખબરથી બાદશાહને હિંમત આવી અને પિતાના રક્ષણ માટે પ્રવાસખાનની સરદારી નીચે ૫૦૦૦ માણસનું લશ્કર રાખ્યું હતું તે નેતાજીના લશ્કર ઉપર મોકલ્યું. બંને પક્ષ વચ્ચે બહુ ભારે લડાઈ થઈ. બંને પક્ષવાળાએ લડવામાં કસર ન રાખી, બંનેને ભારે નુકસાન થયું. કેણ છર્યું એને નિર્ણય કરે ભારે થઈ પડ્યો પણ ન્યાયની રીતે જોતાં ખવાસખાનના લકરે નેતાજીના લકરને ૫-૬ માઈલ પાછું હડાવ્યું એટલે હાર તા મરાઠાઓની જ ગણાય. કોલ્હાપુર પ્રાંતની સ્થિતિ અને પનાળાનો ઘેરે નેતાજીની નજર સામે હતા. મહારાજને સંદેશ પણ નેતાજીને મળી ગયો હતો, એટલે ફરીથી લશ્કર ભેગું કરી હë કરવાનું મૂકી દઈ નેતા પિતાના લશ્કર સાથે કોલ્હાપુર તરફ ઊપડી ગયો
પનાળાનો ઘેરો બહુ સજ્જડ હતા. શિવાજી ચારે તરફથી ઘેરાયા હતા. સ. ફાજલખાન, સ. રુસ્તમકમાન તથા સીદી જૌહરે જાતે કિકલાના પૂર્વ ભાગને ઘેરો ઘાલ્યો હતો. સ. સાદતખાન, સ. મસૂદખાન, સ. ઘેર પડે, સ. ભાઈખાન વગેરે સરદારે કિલ્લાની પશ્ચિમ બાજુ ઉપર હતા. ઘેરે આટલે બધે સખત હતો છતાં મહારાજને લાગ્યું હતું કે વરસાદ શરૂ થશે એટલે આદિલશાહી લશ્કર ઘેરે ઉઠાવીને ચાલ્યું જશે અથવા ઘેરે ઘાલીને પડેલા સિપાહીઓ મેળા પડી જશે અને વેગથી ચાલી રહેલી લડત ધીમી પડી જશે. મહારાજની ધારણું ખેરી નીવડી. દુશ્મન મેળ ન પડ્યો. લડત ચાલુ રહી. પોતે આ કિલ્લામાં રહેવું એવી ગોઠવણ નક્કી કરવામાં મહારાજે ભૂલ કરી હતી એ હવે એમને લાગ્યું.
પૂના તરફના ગાળામાં મહારાજના મુલકમાં શાહિસ્તખાને ધડાકો શરૂ કરી દીધો હતે. ઘેરે એટલે બધે સખત હતો કે મહારાજ સાથે બધે વહેવાર અટકી ગયેલ હતા. સીદી જોહરે જોયું કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com