________________
કર
૭. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૪ યુ
નામથી આગ્રામાં તાજમહાલ પ્રસિદ્ધ છે તે મુમનાજમહાલને આ અસખાન બાપ થાય. આ અસક્ખાનને ૪ દીકરા અને ૧ દીકરી હતાં. તે ચાર દીકરામાં શાહિસ્તખાન એ માટે દીકરા, શાહિસ્તખાન એ તાત્કર કુટુ'બના હતા. એ ઔર’ગઝેબના મામા થતા હતા અને એને કાકાજી પણ થતા હતા (મુ. રિ. લ સેલારે ). આ વખતે શાહિસ્તખાન સાથે ૫૦૦-૭૦૦ હાથી, ૪–૫ હજાર ઊંટ, દારૂગોળાથી ભરેલાં આસરે ૩૦૦૦ ગાડાં, ૨૦૦૦ ધાડાની પાંડે અને ૩૨ કરોડના ખજાના હતા ( કેળુસ્કર ). આ લશ્કર શિવાજીને જરુર જમીનદેાસ્ત કરી નાંખશે એવી ઔરગઝેબને ખાતરી હતી. આ વખતે શિવાજીને કચડી નાંખવા માટે બન્ને સત્તાએ ભારે તૈયારી કરી હતી. સરદાર શાહિસ્તખાનની સાથે આ ચડાઈમાં નામાંકિત સરદારા પોતપોતાના લશ્કર સાથે માવળા સૈન્યના સંહાર કરવા તથા શિવાજીને સર કરવા દક્ષિણની ચડાઈમાં આવ્યા હતા. શાહિસ્તખાનના લશ્કરમાં મુસલમાને ઉપરાંત ધણા રજપૂત અને મરાઠા સરદારા હતા. ભોંસલે કુટુંબના માણસે પણ શાહિસ્તખાન સાથે જોડાયા હતા ( શિવમારત ).
એક તરફથી મુગલ અને બીજી તરફથી બિજાપુર શિવાજી મહારાજને દાબી દેવા તૈયાર થયા છે એ જોઈ તકના લાભ લેવા માટે જંજીરાના સીદી ફત્તેખાન અને વાડીના સાવંતને પણ મહારાજની સામે થવા આદિલશાહે સંદેશા મોકલ્યા ( ર્કિક્રેડ પારસનીસ ). મહારાજને ખાતરી થઈ કે ફરીથી મામલે બગડ્યો છે અને કસેટીને વખત આવી પહેોંચ્યા છે. આતા જ્યારે આવે છે ત્યારે ચારે બાજુએથી સામટી આવે છે. એવે વખતે ધીરજ રાખવી જોઈ એ. અનેક વખતે અડચણા અને આતાના અનુભવ થવાથી મહારાજ પોતાના બળનું માપ કાઢી શકયા હતા. આ વખતની આકૃત ભારે હતી એ મહારાજ સમજી ગયા હતા, પણ આžતાની સામે હિંમતથી થયા સિવાય ધારેલું કામ પાર પડવાનું નથી એ પણ મહારાજ ખરી વખતે ભૂલતા ન હતા. સામે ઊભી થતી અડચણેાથી મહારાજ ગભરાયા નિહ પણુ પરિસ્થિતિને પહેાંચી વળવા માટે એમણે પ્રયત્નો કરવા માંડ્યા. પોતાના મુલકની મજબૂતી બરેાબર કરી તેના પાકા બંદોબસ્ત કરી દીધો. પોતાના વિશ્વાસુ માણસને મુલકના રક્ષણ માટે જુદા જુદા ભાગમાં ગાઠવી દીધા. જંજીરાના ક્ર્ત્તખાન સીદીને સીધા કરવાનું કામ રાધે ખુલ્લાળને સાંપ્યું. વાડીના લખમ સાવંતની સાન ઠેકાણે લાવવા માટે બાજી પાસલકરને ટિત સૂચના આપવામાં આવી. કલ્યાણુ પ્રાંતના કબજો આ બાજીનેા હતા. તે તેા ઘડાયેલા અને અનુભવી યેન્દ્વો હતા. એને તે। સૂચનાઓ આપવાની જરુરજ ન હતી. એ તેા ખબર મળે તાકીદે જઈ તૈયારી કરી લે એવા ખંધા વીર હતા. કલ્ય!ણુ પ્રાંત એણે બહુ સુંદર તૈયાર કર્યાં હતા.
પુરંદર, પ્રતાપગઢ અને સિંહગઢ કિલ્લા અને તે કિલ્લાઓને લગતા મુલક તા મારાપત પિંગળેની તૈયારીથી નિર્ભય બની ગયે। હતા. મારાપત પિંગળે પોતે પોતાના લશ્કર સાથે તૈયાર રહ્યો હતા. પોતાના વિશ્વાસુ સરદારાને મુલકના બંદોબસ્ત માટે ઠેકઠેકાણે તૈયાર ગાઠવી મહારાજ પોતે પનાળા કિલ્લા ઉપર રહ્યા.
શાહિસ્તખાને શિવાજી મહારાજના મુલક ઉપર ચડાઈ કરી અને બિજાપુરના સીદી જૌહર સામે આવીને ખડા થયા. આવી રીતે બે મોટી મુસલમાન સત્તાએ બન્ને તરફથી મહારાજના મુલક ઉપર ચડાઈ કરી. શાહિસ્તખાનની ચડાઈના સંબંધમાં જાણતાં પહેલાં આ પ્રકરણમાં તે આપણે પુનાળાના ઘેરા સંબધીજ વાંચીશું.
આદિલશાહી લશ્કર ત્વરાથી ધસી આવે છે એવી ખબર મહારાજને મળી. પનાળાનો કિલ્લો આજે કરવાની જૌહરની ખાસ ચ્છિા છે એ મહારાજે જાણ્યું અને પનાળાગઢ દુશ્મનના હાથમાં ન જવા દેવા એ હેતુથીજ મહારાજ પોતે પનાળાગઢમાં રહ્યા. આવી રીતની રચના કરવામાં મહારાજે જખરી ભૂલ કરી હતી એ આગળ પરિણામ આવ્યું તે ઉપરથી જણાય છે. સીદી જૌહરે જાણ્યું હતું કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com