________________
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૪૬ માથે લશ્કરની પાછળના રક્ષણની જવાબદારી નાંખવામાં આવે છે, ” બિજાપુરના મુસલમાની લશ્કરના મરાઠા સરદાર સંતાજ ઘેર પડે, સર્જેરાવ ઘાટગે અને એવા બીજા સરદારને લશ્કરનું ચારે તરફથી રક્ષણ કરવાનું કામ સેપ્યું. શત્રુદળ વ્યવસ્થિતપણે ગોઠવાઈને પોતાને સામનો કરવા વાટ જોતું ઊભેલું. શિવાજી મહારાજે જોયું અને પિતાના સૈનિકોને શૂર ચડાવ્યું. “ શત્રુ સેનાને તમે અનેક વખતે મારી હઠાવી છે, તમારી તલવારનો સ્વાદ એમણે અનેક વખતે ચાખ્યો છે છતાં ફરી ફરી તમારા ઉપર ચડાઈ કરે છે તે આ સમરાંગણમાં તમે એમને પૂરેપુરો સ્વાદ ચખાડે. સેનાપતિ નેતાજી પાલકરે ફજલખાન ઉપર હલે કરે. સરદાર ભીમાજી વાઘે મુલ્લા હયાત ઉપર તૂટી પડવું. સરદાર હિરાજી ઈગળે મલીક ઈતબારની ખબર લે. સરદાર મહાડિક ફરખાનને સ્વાદ ચખાડે. સીજી પવાર સાદતખાનને પૂર પડશે. ગોદાજી જગતાપ મુસલમાન પક્ષના ઘાટગે અને ઘોર પડે ઉપર તૂટી પડે. સરદાર ખરાટે અને પાંઢરે દુશમન દળની જમણી બગલ ઉપર અને સરદાર જાદવ તથા હિલાલ ડાબી બગલ ઉપર હલ્લો કરે. હું જાતે આદિલશાહી લશ્કરના શરા યવન સેનાપતિ રસ્તમઝમાન ઉપર હલ્લો કરી એને પૂરો કરીશ. ” લશ્કરને શૂર ચડાવવા માટે બન્ને તરફનાં રણવાદ્યો વાગવા લાગ્યાં. ઘનઘેર યુદ્ધ શરૂ થયું. લેહીની નીકો વહેવા લાગી. હર હર મહાદેવ અને અલ્લાહો અકબરના અવાજે ઉપરાઉપરી સંભળાવા લાગ્યા. થોડા વખત પછી અલ્લાહ અકબરના અવાજ સહેજ ધીમા પડયા. એ અવાજ જેમ જેમ ધીમા પડતા ગયા તેમ તેમ હર હર મહાદેવના અવાજ વધારે સંભળાવા લાગ્યા. મહારાજના સરદારને મારો ઘણાજ સખત હતા. શત્રુના સિપાહીએ શિવાજીના સૈનિકોને માર સહન ન કરી શકયા.
આદિલશાહી સરદારોએ પિતાના લશ્કરને અનેક વખતે વ્યવસ્થિત કર્યું. દુશ્મન દળ ઢીલું પડેલું જોઈ મહારાજના સરદારોએ પિતાના સૈનિકોને હિંમત આપી શૂર ચડાવ્યું. મરાઠાઓ જેસમાં આવી ગયા. આદિલશાહી લશ્કરમાં ભંગાણ પડયું. નેતાજી પાલકરે ફજલખાન ઉપર બહુજ જુસ્સાથી હલ્લે કર્યો અને એના માણસોની કતલ ચલાવી. આખરે ફાજલખાને જાન બચાવવા રણક્ષેત્ર છેડી નાસવા માંડયું. એક પછી એક સરદારે ધીમે ધીમે પાછા હઠવાની શરૂઆત કરી. મહારાજના લશ્કરે સામટાં હલે કર્યો અને આદિલશાહી લશ્કરમાં ત્રાસ ત્રાસ વર્તાવ્યો. રુસ્તમઝમાન પણ રણ છોડી કેરી તરફ પિબારા ગણી ગયો. પિતાના સરદારોને ભાગતા જઈ સિપાહીઓએ પણ નાસવા માંડયું. આદિલશાહી લશ્કર હાર્યું અને શિવાજી મહારાજનો વિજય થયું. આ લડાઈમાં દુશ્મનના ૧૨ હાથી અને ૨૦૦૦ ઘડીએ મહારાજને હાથ લાગ્યા ( જેધે શકાવલી ). નાસતા દુશ્મનને સજા કરવા તથા આદિલશાહી મુલક જીતવા સર સેનાપતિ નેતાજી પાલકરને રવાના કરી મહારાજ પોતે પનાળાગઢ તરફ પાછો ફર્યો.
૩. પનાળાનો ઘરે-બાજીપ્રભુનાં પરામ-સ્વામીનિષ્ઠાને નમૂને. કહાપુરમાં આદિલશાહી લશ્કર ઉપર વિજય મેળવ્યા પછી મહારાજે નેતાજી પાલકરને આદિલશાહી મુલક જીતવા મોકલ્યો. નેતાજી બહુ અસાધારણ યોદ્ધો હતો. એને મારે સખત અને ચાલ બહુ ઝડપી હતી. મહારાજે સેપેલું કામ કરવા માટે એ વિજય પામેલા લશ્કરને લઈને નીકળ્યા. મહારાજ પોતે પનાળે ગયા અને મુલકની મજબૂતી અને કિલ્લાઓને બંદોબસ્ત કરાવ્યું. દુશ્મને જપીને બેસી રહેવાના નથી અને એમને જંપવા દેવાને નથી એ મહારાજ જાણતા હતા એટલે એમણે પોતાની તૈયારી રાખી જ હતી. કાનજી જે પાસેથી મહારાજે કાવજી કઢાળકર અને વાઘજી તૂપે નામના બે બહુ હિંમતવાન દ્ધાને માગી લીધા અને તેમને હજાર હજાર પાયદળના સેનાપતિ બનાવ્યા. સર સેનાપતિ નેતાજી પાલકરે નીચેના ગામ મહારાજની સત્તા નીચે આણ્યાં.
(૧) કવઠે (૨) બેરગાંવ (૩) માલગાંવ (૪) કુંડલ (૫) ઘેગાંવ (૬) સત્તાકીર (૭) આડ (૮) નીરજ (૯) ગેકા (૧૦) દવાડ (૧૧) મુરવાડ (૧૨) ધારવાડની ભેટી ગડી (૧૩) શુક્રવધપુર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com