________________
પ્રકરણુ ૩ ]
છે. શિવાજી ચરિત્ર
૨૪૭
હાર્યું. પ્રતાપગઢના યુદ્ધની ચાર લડાઈ એ થઈ તેમાં આ ચેાથીમાં પણ ખાનના પરાજ્ય થયા અને શિવાજીના જય થયા. સવારે નેતાજીના લશ્કરની ટુકડીએ દુશ્મનની છાવણી કબજે કરી. ખાનનું તાપખાનું, હાથી, ધાડા, દારૂગોળા, રાકડ નાણું, અનાજ, તંબુ, રાવટીએ, હથિયારે। વગેરે બધું પ્રતાપગઢ તરફ મોકલી દેવામાં આવ્યું. વાઈ એ તે વખતે બિજાપુર બાદશાહતની સુબેદારીનેા જિલ્લા હતા તેથી નેતાજીએ બાદશાહના સુબેદારને કાઢી મૂક્યા અને તેની જગ્યાએ પોતાના અમલદાર નીમ્યા. આ ઉપરાંત વાઈ ના ખજાના અને ધાન્યના કાઠાર કબજે કર્યા. દુશ્મનદળમાંના યુદ્ધના કેદી અને હાથ લાગેલા માલસામાન લઈ નેતાજી પ્રતાપગઢ તરફ શિવાજી મહારાજને મળવા ગયા. આવી રીતે બિજાપુરના બાદશાહના દરબારમાં શિવાજીને પકડી લાવવાની પ્રતિજ્ઞા કરનાર, તુળજાપુર અને પંઢરપુરની મૂર્તિ ભાગનાર, હિંદુ મંદિરમાં ગાય કાપી તેનું લેહી મ ંદિરમાં છંટાવનાર, હિંદુત્વને જુસ્સા જેતે નસેનસમાં વ્યાપ્યા હતા અને હિંદુત્વરક્ષણ માટે તથા હિંદુરાજ્ય સ્થાપવા માટે જે પ્રયત્ન કરી રહ્યો હતા તે શિવાજીની સત્તાને નાશ કરવા માટે ભારે લશ્કર અને સર'જામ સાથે ચડાઈ કરીને આવેલા બિજાપુર લશ્કરના સેનાપતિ, સરદાર એક્ઝલખાનને આવી રીતે નાશ થયેા. એનું લશ્કર હાર્યું અને નાસી ગયું. અફઝલખાનની ચડાઈ ને અત આબ્યા.
પ્રકરણ ૩ જી
૧. શિવાજી મહારાજને હાથ લાગેલી લૂંટ. ૨. મહારાજ પ્રતાપગઢથી પાછા ફર્યાં. ૩. દુશ્મનના ધાયલા પ્રત્યે લાગણી અને યુકેદીઓ પ્રત્યે માન.
૪. ખડાજી ખાપડને દેહાંતદંડની શિક્ષા. પુ. ખાનના શ્ચમની અંત્યેષ્ટિ ક્રિયા અને ખાનનું સ્મારક. ૐ. ખાનનું ખડગ—જીત પછીનુ. જાહેરનામું. હાથ લાગેલી લૂંટ,
૧. શિવાજી મહારાજને
ચાર
અને મહારાજને દુશ્મનનેા સરસામાન હાથ લાગ્યા. અક્ઝલખાન બિજાપુરથી નીકળ્યા ત્યારે બહુજ ભપકા અને ઠાઠમાઠથી નીકળ્યા હતા. એની છાવણીનેા ઠાઠ બહુ જબરેા હતા એ આપણે પાછળ જોઈ ગયા. અફઝલખાન પોતાની સાથે જે જે લાવ્યેા તે બધું જ શિવાજી મહારાજે પડાવી લીધું એવું કહીએ તે અતિશયેાક્તિ ન કહેવાય. શિવાજીને અફ્ઝલખાનની હારથી લૂટ હાથ લાગી એટલું તે દરેક ઇતિહાસકાર કબૂલ કરે છે પણ વિગતમાં ફેરફાર છે. પુષ્કળ એટલે શું એને ખ્યાલ વાંચકાતે આવે અને જુદા જુદા ઇતિહાસકારાએ આપેલી વિગત વાંચકા જાણે તે માટે પાછલા પાના ઉપર કાઢી આપ્યા છે.
૨. મહારાજ પ્રતાપગઢથી પાછા ફર્યાં.
મુલાકાત મંડપમાં ખાનને ખતમ કર્યાં પછી મહારાજ પ્રતાપગઢ ઉપર જઈ શ્રી. ભવાનીનાં દર્શોન કરીને માતા જીજાબાઈ ને મળ્યા. ગઢ ઉપર થાક ખાવા ન થાભતાં તરત પાછા નીચે ઊતર્યાં. મહારાજ ગઢ ઉપર ગયા હતા છતાં તેમને જીવ તે નીચે રહેલા તેમના ચેાદ્દાઓમાં હતા. પેાતાના કયા કયા ચેહાને ક્યાં ક્યાં અને કેવા ધા થયા છે, ધવાયેલાની સ્થિતિ અને માવજતની વ્યવસ્થા કેવી છે વગેરે વગેરે ખાખતાની તપાસ અર્થે મહારાજ પ્રતાપગઢની નીચે ઊતર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com