________________
પ્રકરણ ૨ જ ]
જી. શિવાજી ચરિત્ર
૨૪૫
સાવધાની અને કાળજી રાખી હતી. વાઈ સંબંધી રચના એવી રચવામાં આવી હતી કે સરનેાબત નેતાજી પાલકરે પોતાના હયદળ સાથે તૈયાર થઈને ખાનની મુલાકાતને દિવસે, એટલે ઈ. સ. ૧૬૫૯ નવેમ્બર તા. ૧૦ ને ગુરુવારે સાંજના ચાર વાગ્યાથી ક્રુડેસર ગામના મેદાનમાં તેાપના ધડાકાની રાહ જોતા તૈયાર રહેવું અને તાપના ધડાકા થાય એટલે તરત જ નેતાજીએ પેાતાના દળમાંથી એક ટુકડી ખાનની જાવળીની છાવણી ઉપર છાપા મારવા માટે માકલવી કારણ કે એ જ છાવણીને મોટા ભાગ ક્રાયનાપારમાં પડાવ નાખીને પડ્યો હતા અને તેના ઉપર સર સેનાપતિ મારે પત પિંગળે અને સરદાર જેધે વગેરે સરદારા તે જ વખતે હલ્લા કરવાના હતા. તેમને નેતાજીની આ ટુકડી મદદરૂપ નીવડે અને એમ કરવામાં મહારાજના હેતુ ખાનની કાયનાપારની છાવણીને એકી સાથે અચાનક ત્રણે બાજુએથી ઘેરી લેવી એ હતા. જાવળીના છાપા માટે નેતાજી મેાકલવાના હતા તેના કરતાં વધારે લશ્કરની જરુર છે કે કેમ તેની તપાસ નજરબાજખાતાના વિશ્વાસપાત્ર અમલદાર મારફતે કઢાવી અને જાવળીમાં વધારે લશ્કરની જરુર નથી એની ખાતરી થયા પછી તેાપાના ધડાકા સાંભળી, નેતાજીએ પાતાના દળ સાથે વાઈ તરફ ઝડપથી કૂચ કરવી અને વાઈ જઈ, ખાનની મેાટી છાવણી ઉપર અચાનક હલ્લા કરવા.
મુલાકાતની શરત વિરુદ્ધ ખાન ૧૫૦૦ માણસે મુલાકાત મડપ તરફ લઈ જવા લાગ્યા. તેને સમજાવવાથી જનીãબ નજીકની ખોણમાં પેાતાના માણસાને થેાભવા કહી પાતે આગળ વધ્યા. જતીટેબમાં અચાનક આફત ઊભી થઈ, તેના નિકાલ સર સેનાપતિ મારે પત પિંગળેએ પોતાની જવાબદારીથી કરી દીધા અને એવી રચના રચી કે જની2બની હકીકત કાયનાપાર ન જાય અને કાયનાપારની હકીકત વાઈ ન પહોંચે. કાયનાપારની ખબર વાઈ ન જાય અને ખાનની વાઈ છાવણી ઉપર નેતાજીનેા હા અચાનક જ થવા જોઈ એ. તેથી બેચેધાળીના ઘાટમાં બાબાજી ભાંસલેને ખાનના લશ્કરનાં માણુસે નાસીને વાઈ જતાં હાય અથવા દુશ્મનને ચેતવણી આપવા વાઈ ખબર જતી હોય તો તે અટકાવવા મૂકવામાં આવ્યા હતા. પ્રતાપગઢના યુદ્ધમાં દુશ્મનળનું બળ બહુ હતું પણુ મહારાજે પોતાના બળની સાથે કળને પણ ભારે ઉપયાગ કર્યાં, એટલે કળમિશ્રિત બળ, ભારે ખળ કરતાં પણ ભારે થઈ પડયું. ખાન કરતાં મહારાજની શક્તિ બહુ જ ઓછી હતી પણુ મહારાજે પેાતાની શક્તિમાં યુક્તિ ભેળવી ત્યારે જ એકલી શક્તિને એ ઠાકરે મારી શક્યા, એકલી શક્તિ ભલે વધારે પ્રમાણમાં હાય તા પણ ઘણી વખતે યુક્તિમિશ્રિત શક્તિ છતી જાય છે. એના દાખલા આ પ્રતાપગઢનું યુદ્ધ આપણને પૂરા પાડે છે.
આશરે પાણાપાંચને સુમારે તેાપોના ધડાકા થયા. નેતાજી પોતાના પાંચહાર ઘેાડેસવાર સાથે તૈયાર હતા. તેમણે પોતાના લશ્કરની એક ટુકડી પૂર્વસંકેત મુજબ રઘુનાથપતની સરદારી નીચે ખાનના જાવળીના લશ્કરની એક ટુકડી ઉપર હલ્લા કરવા રવાના કરી અને જાવળીના હલ્લા માટે વધારે મદદની જરુર નથી, એની ખાતરી કરી લઈ નેતાજીએ પોતાના લશ્કર સાથે મારતે ધાર્ડ વાઈ તરફ કૂચ કરી. રઘુનાથપતને વધારાની સૂચના કરવામાં આવી કે જરુર પડે જાવળી રહીને એમણે ખેચેધેાળીના ઘાટમાં બાબાજી ભાંસલેને મદદ કરવી. વાઈ જતાં રસ્તામાં ખેચેધેાળીના ઘાટમાં બાબાજી ભોંસલેને નેતાજી મળ્યા અને તેમને વધારાની સૂચનાઓ તથા અગત્યની ખબર આપી તેમજ વધારે મદદની ત્યાં જરુર નથી એની ખાતરી કરી લીધી. પછી નેતાજી આગળ વાઈ તરફ વહ્યા. ખાન જે રસ્તે વાઈથી કાયનાપાર આવ્યા હતા, તે જ રસ્તે નેતાજી વાઈ તરફ ચાલ્યેા હતા. કુડાસરથી વાઈ થાડા માઈલ દુર છે. નેતાજી રાત્રે વાઈ જઈ પહોંચ્યા.
હવે વાઈની છાવણી તરફ નજર નાખવાની જરુર છે. ખાનની સાથે બધું મળીને આશરે ૩૪-૩૫ . હજારનું લશ્કર હતું. તેમાંથી કાયનાપાર છાવણીમાં આશરે ૧૨૦૦૦ હતું અને બાકીનું એટલે માથરે ૨૦૦૦૦નું લશ્કર વાઈ મુકામે હતું. તેમાં તેાપખાનું બહુ મોટું હતું. હયદળ અને પાયદળ હતાં. પણા નામીચા અને જાણીતા યાહ્ના ખાન પોતાની સાથે કાયનાપારની છાવણીમાં લઈ ગયા હતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com