________________
પ્રકરણ ૧૯]
છે.-શિવાજી ચરિત્ર દેવસ્થાનનાં અપમાન ઠેકઠેકાણે અને ડગલે પગલે થતાં શું તમે નથી અનુભવતા? દિન પ્રતિદિન હિંદુએની દીન દશા વધતી જ જાય છે એ શું તમારી ધ્યાન બહાર છે? હિંદુ સમાજને લાગે ક્ષય રોગ જાગ્રતિની દવા આપી તાકીદે દર નહિ કરવામાં આવે તે મને લાગે છે કે હિંદુ સમાજ જોતજોત નાબૂદ થશે. હિંદુઓને કઈ રણીધણી નથી. અરે ! નિરપરાધી હિંદુઓ ફક્ત હિંદુ માબાપને પેટ જન્મવાના ગુના માટે આજે પીડા પામી રહ્યા છે. સજા ખમી રહ્યા છે. નથી એમને કોઈ બેલી કે નથી કોઈ વાલી. મુસલમાની સત્તા ધર્મને નામે હિંદુઓ ઉપર જુલમ ગુજારે ત્યારે તેને અટકાવનાર, તેને આંખ બતાવનાર હિંદુ સત્તાધારી નથી. જ્યાં નજર નાખીએ ત્યાં ત્યાં હિંદુઓ કુટાતા, ટિચાતા, પછડાતા, અથડાતા માલમ પડે છે. હિંદુઓને ઠેકઠેકાણે મુસલમાને અન્યાય કરી રહ્યા છે. આત્મામાનની લાગણી જેનામાં હજુ હયાત રહી હોય તેને તે આ સ્થિતિ અતિ અસહ્ય લાગે છે. જ્યારે જ્યારે હિંદુઓ ન્યાય માગે છે ત્યારે ત્યારે તેમને “દાઝયા ઉપર ડામ અને પડતા ઉપર પાટુ” મળે છે. તમે ક્યાં નથી જાણતા કે હિંદુઓ માટે ન્યાય તોળવાન હેય ત્યારે કાજીઓ ન્યાયનું ફારસ કરે છે અને હિંદુઓને અન્યાય કરી તેના ઉપર ન્યાયનો સિક્કો મારે છે. આબરુદાર અને વગવસીલાવાળા હિંદુની ઈજ્જત લૂંટવી એ તે અતિ સહેલી વાત થઈ પડી છે. કૃષ્ણજીપત! શું તમને હજુ પણ એવું નથી લાગતું કે મુસલમાની સત્તા હિંદુત્વને હણવામાં હદ કરી રહી છે? મુસલમાની રાજ્યના દરબારના હિંદુ દરબારીઓની કિંમત પણ કેડીની જ અંકાય છે. તમને તેને ક્યાં અનુભવ નથી ? હિંદુ મુત્સદ્દીઓને રાજસત્તાના જેર ઉ૫ર સાધારણ દરજજાનો અને અક્કલની ખામીવાળો મુસલમાન પણ હથેલીમાં રમકડાની માફક રમાડે છે. અફસેસ ! અફસોસ! કૃષ્ણાજીપત! હિંદુઓનું શું થવા ખેડું છે? જે મુસલમાની રાજસત્તા ખુલ્લી રીતે હિંદુધર્મને નાશ કરવા બહાર પડી છે અને છડેચોક ધર્મનું હડહડતું અપમાન કરે છે તે રાજસત્તાને મજબૂત કરનાર હિંદુઓ જ છે. જગતમાં હિંદુ સમાજ ઉપર કો જુલમ થાય તે હિંદુઓની ઊંધ ઉડે એને હું જ્યારે વિચાર કરું છું ત્યારે મુંઝાઈ જાઉં છું.”
કૃષ્ણાજીપતે ઊંડો નિસાસો નાખ્યો અને બોલ્યા “મહારાજ ! આપના શબ્દો હદયને હલાવી દે છે. અંતઃકરણ ઉપર ઊંડી અસર કરે છે. હૃદય ભરાઈ આવે છે. પ્રભુ આપના જેવા હિંદુધર્મના તારણહારને સુખી રાખે એ જ એને ચરણે મારા જેવાની વિનંતિ હેય. આપ સહીસલામત અને સુખી હશે તે હિંદુધર્મને જરૂર ઉદ્ધાર થશે.”
- શિવાજીએ આગળ ચલાવ્યું –“કૃષ્ણાજીપત! હિંદુ રાજ્ય સ્થાપી હિંદુત્વનું રક્ષણ કરવાને અમારે નિશ્ચય છે. તમે બ્રાહ્મણ છે. તમે સમજુ છે. તમારામાં હિંદુત્વની જ્યોતિ સતેજ છે એ મેં સાંભળ્યું
હતું અને હું જોઈ શકું છું કે તમને પણ દિલમાં લાગે છે. મુસલમાને હિંદુઓના ડગલે ને પગલે , અપમાન કરે છે તેથી તમને પણ ઘણું લાગી આવતું હશે, પણ દેશમાં હિંદુઓ લાચાર બન્યા છે,
એટલે તમે પણ શું કરે? અમે આગળ ધપવા કમર કસીએ તે તમારે અમને ટેકે હોય એની અમને ' ખાતરી છે. પણ કૃષ્ણજીપંત આજે તે બાજી તમારા હાથમાં છે. તમે ધારે તો હિંદુત્વના ઉદ્ધારનાં પાસાં
સવળાં કરી શકે એમ છે. હિંદુઓના ઉદયની ચાવીઓ આજે તમારા હાથમાં છે. કૃષ્ણજીપત! વિચાર કરો. આવી તક ઈશ્વર વારંવાર નથી આપતે. મહાન અને ભાગ્યશાળી વ્યકિતને પ્રભુ એની જિંદગીમાં. આખી જિંદગી સુધારી લેવા માટે, એકાદ સુંદર તક આપે છે અને એવી સુંદર તક પ્રભુએ તમને આપી છે. કૃષ્ણાજીપત! તમે હિંદુ થઈને-ચુસ્ત હિંદુ થઈને હિંદુત્વની ખરી સેવાની તક તમને મળે ત્યારે તમે હિંદુત્વનું રક્ષણ નહિ કરે? તમે જે આવેલી તક ગુમાવશો તો હિંદુઓ મદદ માટે કેની તરફ જશે?”
- કૃષ્ણજીપત-“મહારાજ! હું તે હદયશૂન્ય બની ગયો છું. મહારાજે વર્ણવેલી સ્થિતિ સાચી છે, પણ મારે માટે મહારાજે કહ્યું કે હું નથી સમજી શક્યો. આ કૃષ્ણજીપત હિંદુ છે અને મારા ઉપર મહારાજે વિશ્વાસ રાખી મારી સાથે હદયની ઊંડી લાગણીથી વાત કરી, મને ધન્ય કર્યો છે. હું 28
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com