________________
૨૦૬
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧ હું તે પણ કરીને આ વખતે શિવાજીને દાબી દેવાને અફઝલખાનને નિશ્ચય હતો. લડાઈ માટેની તજવીજ ખાન કરીને જ આવ્યો હતો. અને રસ્તામાં ભય, પ્રીતિ વગેરે બતાવી નાના નાના સરદારેને પિતા તરફ ખેંચી લેવાને એને પ્રયત્ન ચાલુ જ હતા. વાઈની આજુબાજુના ઈનામદાર તથા સરદારને પોતા તરફ લેવા અને સામી બાજુએ હોય તેમને ફોડવાનો સપાટો ચાલુ હતા. ગંજન માવળના દેશમુખ વિઠે હૈબતરાવને તેનું લશ્કર લઈ બિજાપુરના બાદશાહની કુમકે આવવા અને જાવળી નજીક મળવા કહેવડાવ્યું. (પ્રે. સરકાર Shivaji and his times 2nd edition Page 66).
- વાઈ મુકામે અફઝલખાનને તેને ખાસ વિશ્વાસુ કૃષ્ણાજી ભાસ્કર મળ્યો. આ કૃષ્ણજી ભાસ્કર વાઈ ગામને કુળકરણી હતું. અને હાલના વાઈના કુળકરણને આ પૂર્વ જ હતા. અફઝલખાને વાઈન સુબેદાર હતો ત્યારનો ખાન સાથે કૃષ્ણાજીપંતને ઘાડે સંબંધ હતો (મી લિયત પાનું ૨૪૪). કૃષ્ણાજીપંત અફઝલખાનના દીવાનનું કામ કરતો હતો. (મી. કિકડકૃત History of the Maratha People footnote on Page 168 ). આ કૃષ્ણજીપતને અફઝલખાને લાવ્યો અને તેને
Lજી પાસે ખાનના વકીલ તરીકે સંદેશ લઈ જવા જણાવ્યું. કષ્ણાપંતે ખાનનો હુકમ માથે ચડાવ્યો અને શિવાજી પાસે સંદેશ લઈને જવા તૈયાર થયે. અફઝલખાને પોતાના વકીલને રૂબરૂમાં અનેક સુચનાઓ કરી. કષ્ણાજીપંત ઉપર ખાનનો પૂરેપુરો વિશ્વાસ હતો. અફઝલખાને આપેલે નીચેની મતલબ સંદેશ લઈ કષ્ણાજીપત શિવાજી પાસે જવા વાઈથી નીકળે
“ તારા બાપને અને અમારે બહુ જ જૂને ઘાડો સ્નેહ છે. તું મારા જૂના સ્નેહીને દીકરે એટલે મને તું કઈ પાર નથી. તું તે મારો જ છે. હું તારે માટે અહીં આવ્યો છું માટે તું આવીને મને મળી જા. રુબરુ મળે ઘણી વાતના ખુલાસા થઈ જશે. એક બીજાના મનનાં સમાધાન થશે અને મને ખાત્રી છે કે બંનેને પૂરેપુરે સંતોષ થઈ જશે. હું તને ટૂંકમાં જણાવી દઉં છું કે તારી ઈજજત ઉપર કોઈપણ હાય નહિ નાંખે અને તારી સલામતી સચવાય એવી ગોઠવણ કરવાની હું હામી લઉં છું. હું બાદશાહને ગમે તે પ્રકારે તારે માટે સમજાવીશ અને તારે જીતેલે મુલક તારી પાસે રહે એવી ગોઠવણ કરી આપીશ. આ ઉપરાંત તારે માટે બિજાપુર દરબારમાં હું ભારે માનના દરજા માટે બાદશાહ પાસે માગણી કરીશ અને એ રીતે બિજાપુરના દરબારમાં તારું માન વધારીશ. બિજાપુરના દરબારમાં તેના એક માનવંતા અને મેટા સરદાર તરીકે તારી રહેવાની ઈચ્છા હોય તે દરબારનાં દ્વાર તારે માટે ખૂલ્લાં છે પણ દરબારમાં રહેવાની તારી ઈચ્છા ન હોય તે દરબારમાં ન રહેતાં માનવંતા સરદાર તરીકે તને બાદશાહ સ્વીકારે એવી ગોઠવણું પણ કરી શકીશ. વગેરે વગેરે ” ભય તથા પ્રીતિથી ભરેલે સંદેશ કણાજીપંત સાથે ખાને મોકલ્યા. છૂટ્ટા પડતાં ખાને કબજીપંતને કહ્યું કે શિવાજીને સંતોષ થાય અને એ ખુશી થાય એવી ખૂબીથી વાત કરજે અને વગર વિલંબે શિવાજી મને મળવા આવે એ ઘાટ ઉતારજો અને જો એ મળવા ન આવે તે હું તેને મળવા જવાને તૈયાર છું એવું પણ જરૂર પડે તે કહેજ (શ્રી ડાહ્યાભાઈ મહેતા કૃત શ્રી શિવાજી છત્રપતિ પાનું ૮૯).
દુનીઆના ઇતિહાસમાં હિંદુઓ ગૃહકલહને માટે પ્રસિદ્ધ છે. દક્ષિણમાં આવીને સ્થિતિ તપાસતાં અફઝલખાનને લાગ્યું કે શિવાજીને તે હું સહેલાઈથી દાબી દઈ શકીશ. પણ બને ત્યાં સુધી સંગ્રામ ટાળવે. વિક્તિ પ્રયુક્તિથી શિવાજી જે પકડી શકાય એમ હોય તો તે પ્રયત્ન કરવા. એમ પકડવાનું મુશ્કેલ માલમ પડે તે તેને પૂરી કરે અને તે પણ ન બની શકે તેમ હોય તો જ લડાઈ કરવી. વખતે જે લડાઈ કરવી પડે તો તે માટે તેની તૈયારી હતી અને છતની પણ તેને ખાતરી હતી. આ સાથે એને બીજી પણ ખાતરી હતી કે જે લડાઈ થાય તે આ વખતે એને જીત માટે ભારે ભેગ આપવા પડશે. સહજમાં છત મળી જાય એવી સ્થિતિ ન હતી. લડાઈ થાય તે એના લશ્કરની ખરાબી વધારે થવાનો સંભવ તે તેથી અનેક જાળ પાથરીને અફઝલખાને વિધવિધ પ્રકારના સાંડસા ગઠવ્યા હતા. હિંદુઓને હિંદુઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com