________________
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧ લું બચાવમાં કહી શકત કે – શિવાજીની સાથે એને વેર હોવાથી એણે દુશ્મનની દેવીનું ખંડન કર્યું. તુળજાપુરની શ્રી. ભવાનીની મૂર્તિ માંગવામાં અફઝલખાનને હેતુ હિંદુઓની ધાર્મિક લાગણી દુભાવવાને ન હતો.” પણ અફઝલખાન ભવાનીની મૂર્તિ ભાંગીને અટકે નહિ. એણે તે જુલમી, ધર્મધ, અત્યાચારી, મુસલમાન સત્તાધારી સરદારે, હિંદુઓ ઉપર જે અત્યાચાર કરતા તેની પુનરાવૃત્તિ કરી. તુળજાપુરથી પંઢરપુર તરફ આ અત્યાચારી અફઝલખાને પ્રયાણ કર્યું.
૩ પંઢરપુરમાં અત્યાચાર તુળજાપુરનું મંદિર તોડી, શ્રી. ભવાનીની મૂર્તિ ભાગ્યાથી અફઝલખાનનું અંતઃકરણ સંતોષ પામ્યું ન હતું. એની તરસ હજુ છીપી ન હતી. પંઢરપુર એ હિંદુઓનું યાત્રાનું જબરું ધામ છે. પંઢરીનાથના દર્શન માટે લાખે હિંદુ યાત્રાળુ દર વર્ષે હિંદુસ્થાનના જુદા જુદા ભાગમાંથી પંઢરપુર જાય છે. પંઢરપુરની મહત્તા અને હિંદુઓનું આ ધામ તરફનું ખેંચાણ અફઝલખાન જાણતા હતા. પંઢરપુરના મેળામાં દર વર્ષે હિંદુઓ લાખોની સંખ્યામાં ભેગા મળે છે એ બીન જગજાહેર થઈ ચૂકી હતી. અફઝલખાને હિંદુઓનું આવું જબરું યાત્રાનું ધામ નાશ કર્યાની કીર્તિ મેળવવાની ઈચ્છા રાખીને પંઢરપુરમાં લશ્કર સાથે પડાવ નાખે. અફઝલખાને પંઢરપુરની મૂર્તિ ભાગવાને નિશ્ચય કર્યો. લેકે એ
એને દુષ્ટ ઈરાદો જાણે એટલે ઘરબાર છોડી જંગલમાં નાસી ગયા. પંઢરપુરમાં આવતાં રસ્તામાં માણુકેશ્વરનું દેવાય તેડી, તેને નાશ કર્યો. પંઢરપુરમાં ભારે અત્યાચાર કર્યો ( શ્રી. ડાહ્યાભાઈ ર. મહેતા કૃત “શ્રી શિવાજી છત્રપતિ ” પાનું ૮૭. શ્રી. સરદેસાઈ કૃત “મપી રિયાત” પાનું ૨૪૩). પંઢરપુરમાં વિઠોબાની મૂર્તિ તોડી અને પંઢરપુરની આજુબાજુનાં ગામડાંઓમાં પણ ત્રાસ વર્તાવ્યો. એવી રીતે અફઝલખાન તુળજાપુર, પંઢરપુર, માણુકેશ્વર મહાદેવ વગેરે ઠેકાણે દેવળે તોડતે, મૂર્તિઓ ભાંગતા, હિંદુઓને સતાવતે, આગળ વાઈ તરફ વધતો હતો (પ્રે. સરકાર કૃત Shivaji & His Times Page 66).વાઈ પહોંચતા પહેલાં રસ્તામાં વલવડી મુકામે અફઝલખાને ત્યાંના બજાજી નિબાળકરને પકડી મંગાવ્યો અને એનું અપમાન કરી, એને ખૂબ ધમકાવ્યો (“નાદી યાત” પાનું ૨૪૩). અફઝલખાનની લશ્કર સાથેની આ કૂચે મહારાષ્ટ્રમાં હાહાકાર મચાવી મૂક્યો. હિંદુઓનાં નામીચાં દેવળો તોડ્યાં, મૂર્તિઓ ભાંગી, બ્રાહ્મણ અને ગાય ઉપર અત્યાચાર કરી હિંદુઓના જેટલાં અપમાન થાય તેટલાં કર્યો. રસ્તામાં જ્યાં જ્યાં તક મળી ત્યાં ત્યાં ગરીબ હિંદુ રૈયત ઉપર અત્યાચાર ગુજાર્યો. તેમને છલ કર્યો. તેમને સતાવ્યા. લેકીને રંજાડ અને હિંદુઓનાં તથા તેમના ધર્મનાં અપમાન કરતે અફઝલખાન સતારાની ઉત્તરે ૨૦ માઈલ દૂર આવેલા વાઈ મુકામે આવી પહોંચે. વાઈ મુકામે અફઝલખાને પોતાના લશ્કર સાથે પડાવ નાખે. બિજાપુરથી નીકળ્યા પછી અફઝલખાનને વાઈને મકામ બહુ જ મહત્ત્વનો હતો. આ મુકામે શિવાજીને પકડવાના, તેને મારી નાખવાના, દક્ષિણમાં શિવાજીને દાબી બિજાપુરને મહાન સત્તા બનાવવાના વિચારે થયા, મસલત થઈ. વિવેચન થયાં. વાઈ મુકામે રહીને જ અફઝલખાને શિવાજીને પકડવા માટે યુક્તિઓ રચી, જનાઓ યોજી, જાળ પાથરી, હકમતે ઊભી કરી અને અનેક અખતરા અજમાવવાનું શરુ કર્યું.
આ ચડાઈ પહેલાં અફઝલખાન દક્ષિણના મુલકમાં આટલો બધે અપ્રિય નહેતે થયે. તુળજાપુર, પંઢરપુર, માણુકેશ્વર વગેરે ઠેકાણે કરેલા ભારે અને અસહ્ય અત્યાચારોથી અફઝલખાન અતિશય અકારો અને અપ્રિય થઈ પડ્યો હતો. આ અત્યાચારોને લીધે વખતે એણે ધર્માંધ મુસલમાન વધારે ચાહ મેળવ્યો હશે, પણ તે દેશમાં તે અપ્રિય થઈ પડ્યો. એટલું જ નહિ પણ જે કામ હાથમાં લઈને એ નીક હતા તે કામને એનાં એવાં કૃત્યોથી નુકસાન પહોંચ્યું અને જે બિજાપુરની બાદશાહતને મજબૂત કરવાના પ્રયત્ન એ કરી રહ્યો હતો તે બાદશાહતને એના અત્યાચારને લીધે ધક્કો લાગ્યો. અફઝલખાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com