________________
પ્રકરણ ૧ ૯ ].
છે. શિવાજી ચરિત્ર
૨૦૧
બારી સાહેબાની રજા લેવા ગયા. બેગમ સાહેબે અફઝલખાનને માન આપ્યું અને એને મુબારકબાદી આપી ફત્તેહ ઈચ્છી. પછી બેગમ સાહેબે ખાનને કહ્યું “કાફર બહુ શક્તિવાળો છે, એનું લાવલશ્કર બહુ ભારે છે. એ દગલબાજ છે. એ વાત ભૂલતા નહિ. બને ત્યાં સુધી ખરી લડાઈનો પ્રસંગ ટાળજે. દુશ્મન ડુંગરો, ખીણે. અને ખાડા ટેકરાનો ભેમિયો છે એ વાત ભૂલવા જેવી નથી. આ દુશ્મન સામે બળ કરતાં કળ વધારે વાપરવાની જરૂર છે. શિવાજીને યુક્તિથી પંજામાં ફસાવીને બને તે બિજાપુર જીવતે પકડી લાવજો. ન બને તે ત્યાં ને ત્યાં જ પૂરે કરજો ( પ્રો. જદુનાથ સરકાર કૃત Sivaji and his times. 2nd edition Page 64). એને એકદમ ભડકાવ્યા સિવાય સુલેહની વાત કરજો. બાદશાહને મળવા આવવાની જાળ પાથરીને શિવાજી જે મળવા આવવા ખુશી હોય અથવા તૈયાર થાય, તે બાદશાહ પાસેથી માફી અપાવવાની એને ખાત્રી આપવામાં જરાપણું આનાકાની કરતા નહિ. હરપ્રયતે એને યુક્તિથી સાંસામાં લેજે. મુલક દમનનો છે અને દુશ્મન લેકમાં લોકપ્રિય થઈ પડ્યો છે એ બધી બીના ધ્યાનમાં રાખીને તમે તમારું કામ કરશે.” અફઝલખાને બહુ અદબથી કુરનીસ કરી અને જવાબ આપ્યો કે “ આપ કોઈ જાતની ચિંતા ન કરો. એ કાફરના ભાર શા છે ! એને તો જોત જોતામાં પાડ્યો સમજે. હું શિવાજીને પકડીશ, એટલું જ નહિ પણ એને એના જ ઘડા ઉપર મૂગે મોઢે મારી પાછળ પાછળ આવતો કરીશ (મી. સી. એ. લિંકેડ કૃત History of the Maratha people. Page 167). આપ જુઓ તો ખરા ! શિવાજી જેવા સાધારણ બંડખોરને તે હું લાવીને બાદશાહી સિંહાસનના પાયા સાથે સાંકળથી જકડી બાંધીશ” ( મી. ગ્રાન્ટડફ કૃત History of the Marathas. Page 184). અફઝલખાન બધાંની રજા લઈ બિજાપુરથી નીકળ્યો.
નીકળતાં પહેલાં ખૂબ વિચાર કરીને ડાહ્યા અને અનુભવીઓની સલાહ લઈને અફઝલખાને પિતાને કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો. શિવાજીના મુલકના દક્ષિણ ભાગના કિલ્લાઓ જ બની શકે તે દમામમાં અને અને દમામમાં દબાવી પાડવાનો વિચાર ગોઠવી, અફઝલખાને અફાટ સેના અને પુષ્કળ સામાન વગેરે સાથે બિજાપુરથી કૂચ કરી. બિજાપુરથી નીકળી, ઘેડે દૂર જઈને અફઝલખાને પિતાની સેના સાથે પડાવ નાખ્યો. અફઝલખાન બહાદુર યોદ્ધો હતો, એટલું જ નહિ પણ એ પિતાના સૈન્યની સગવડ અને સિપાઈઓની અડચણ તરફ બિલકુલ બેદરકાર નહતા. સૈન્યને પડાવ જોવા માટે એ જાતે નીકળતા, અને પિતાના સિપાઈઓને સુખી કરવા માટે તાકીદનાં પગલાં ભરતે. બિજાપુરથી કુચ કરીને અફઝલખાનના લશ્કરે પહેલે પડાવ નાખ્યો તેની રચના અને દેખાવ જાણ્યાથી વાંચને અફઝલખાનની કાર્યદક્ષતા, ઠાઠમાઠ, અને તેના સૈન્યની સ્થિતિને સહેજ ખ્યાલ આવે તેથી તેનું વર્ણન જે શિવભારતમાં કર્યું છે તે નીચે આપીએ છીએ –
તે સ્થાન (લશ્કરના પડાવની જગ્યા) કીમતી કપડાંથી વીંટાયેલા થાંભલાવાળા બહુ ઊંચા અને નવા તંબુથી શોભી રહ્યું હતું. એ પડાવમાં સભામંડપની પણ ગોઠવણ કરવામાં આવી હતી. તે સભા મંડપમાં અનેક પ્રકારની રંગબેરંગી મોટી બેઠકે ગોઠવવામાં આવી હતી. એ સભામંડપની શોભામાં અનેક મનગમતી ચીજો ગોઠવાયેલી હતી તેથી વધારે થયો હતો. ખૂબ ઊંચા સ્થંભ ઊભા કરીને છત ગોઠવવામાં આવી હતી એટલે પરસાળે અને આંગણાઓ છાયામય અને સુશોભિત દેખાતા હતા. નજીકમાં જ પડાવને ખરે ધેડાઓ બાંધવા માટે અશ્વશાળાઓ ઊભી કરી દીધી હતી. મદોન્મત્ત બનેલા હાથીઓની ગર્જનાથી દશે દિશાઓ ગાજી રહી હતી. સંખ્યાબંધ બંદુકવાળા, ધનુર્ધર, ઢાલવાળા, તલવારધારી, - ફરશધારી, ભાલાવાળાઓ વગેરે અનેક પ્રકારનાં શસ્ત્રધારીઓ ખડેપગે આઠે દિશાએથી એ પડાવનું રક્ષણ કરી રહ્યા હતા. પડઘમ, નગારાં અને મોટાં વાજિંત્રોના વાગવાથી, ધરતી ધ્રુજતી હતી અને ભયંકર ભાસતી હતી. અનેક પ્રકારના કાર્યક્રમમાં મશગુલ બનેલા માણસના ઘંઘાટથી તે સ્થાન ગાજી રહ્યું હતું. એ પડાવમાંના દરેક પિતાપિતાને સ્થાને આનંદમાં દેખાતા હતા. આવી રીતે પડાવ પડ્યો હતો
26
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com