________________
પ્રકરણ ૧ ૯ ] છે. શિવાજી ચરિત્ર
૧૯૯ હતું અને તે બંડ સમાવવા જતાં વિશ્વાસઘાતથી સિતાજીના મોટા પુત્ર શંભાજીને કનકગિરિ આગળ મારી નાંખવામાં આવ્યો હતો. તે મુસ્તફા ખાનને બંડ કરવા માટે ઉશ્કેરનાર આ અફઝલખાન હતો. અફઝલખાન શિવાજી ઉપર બળી રહ્યો હતો. વાઈ મિરજ, રાયબાગ તથા જમખિડીથી ઠેઠ કૃષ્ણ નદી સુધીનો પ્રદેશ
અફઝલખાનની જાગીરનો મુલક હતા. આ પ્રાન્તમાં શિવાજી જેવો ચાલાક અને પ્રતિભાશાળી માણસ ૮-૧૦ વરસથી ઘૂમતે હતો. તેણે અફઝલખાનની જાગીરના મુલકના જાગીરદાર અને જમીનદાર વગેરેનાં મન જીતી લીધાં અને એમ થવાથી અફઝલખાનના પ્રાન્તની આવક તદ્દન ઘટી ગઈ. બિજાપુરના દરબારના ઉમરામાં અફઝલખાનને શિવાજી માટે બહુ ઝેર હતું. શિવાજીને નાશ અફઝલખાનને અંગત લાભદાયક હતો (ઇ. સ. પા. ૨૫૪ ). અફઝલખાન શરીરે ઊંચે, જાડો, કદાવર અને ભારે શક્તિવાળે હતો. એણે પુષ્કળ લડાઈ એ જોઈ હતી અને એ ઘણી લડાઈ લડ્યો હતો. અફઝલખાન એ જમાનામાં દક્ષિણ દેશમાં બહુ નામાંક્તિ લશ્કરી અમલદાર ગણાત. બિજાપુરના બાદશાહને એ આધારસ્થંભ હતે. બિજાપુરના બાદશાહ મહમદશાહના મરણ પછી દક્ષિણના મુગલ સુબેદાર ઔરંગઝેબે બિજાપુર સરકારના મુલકે ઉપર ચડાઈ કરી ત્યારે બિજાપુર સરકારે ખાન મહમદખાનની સરદારી નીચે મુગલેની સામે સૈન્ય મેકહ્યું તેમાં અફઝલખાન પણ એક લશ્કરી અમલદાર તરીકે ગયા હતા. સેનાપતિ ખાન મહમદખાન ઔરંગઝેબ સાથેની લડાઈમાં ઈરાદાપૂર્વક ઢીલે છે એવું અફઝલખાનને લાગ્યું એટલે તે એકદમ બિજાપુર ચાલ્યા ગયા અને ખાનમહમદખાનની બેઈમાનીની હકીકત બેગમ બારી સાહેબાને જાહેર કરી. આથી બિજાપુર સરકારે તેને પાછા બોલાવી લીધા અને મારી નંખાવ્યો ( શ્રી શિવમારત પાનું ૧૬૩). અફઝલખાને શ્રી રંગના રાજા, કર્નલના રાજા, બેદનુરના રાજા વગેરે કર્ણાટક પ્રાંતના રાજાઓ ઉપર વિજય મેળવ્યો હતો (ત્રી વિમા પાનું ૧૬૩). આ અફઝલખાને બિજાપુર દરબારમાં શિવાજીને જીવતો પકડી લાવવાનું અથવા તેને પૂરે કરવાનું બીડું ઝડપ્યું. પરાક્રમી અને રણધીર માણસને શોભે એવું વીરરસથી લદબદ ભાષણ સાંભળી બેગમ બારી સાહેબા અફઝલખાન ઉપર ખુશ થયાં અને ખાનને તેની હિંમત માટે બેગમ સાહેબાએ ઈનામ આપી (ડાહ્યાભાઈ રામચંદ્ર મહેતા કૃત શ્રી શિવાજી છત્રપતિ પાનું ૮૬) શિવાજી ઉપર ચડાઈ કરવાના કામમાં ઉત્તેજન આપ્યું. બિજાપુર બાદશાહ તરફથી અફઝલખાનને પોષાક, કીમતી વસ્ત્રો, અલંકાર, હાથી ઘોડા અને એવી બીજી ચીજો આપવામાં આવી હતી.
બિજાપુર સરકાર અને મુગલ વચ્ચેને વિગ્રહ હમણું જ બંધ થયો હતો. પડદનશીન બાઈને રાજ્યકારભારમાં કુદરતી રીતે જ અવ્યવસ્થા હોય. તે અવ્યવસ્થાને લીધે અને મુગલ સાથેના વિગ્રહમાં ખૂબ ઘસારે વેઠવો પડ્યો તેથી બિજાપુરની સત્તા નબળી પડી ગઈ હતી (પ્રે. જદુનાથ સરકાર કૃત Shivaji and his times Page 64). પ્રતિકૂળ સંજોગે હતા અને આ ચડાઈ સિવાય છૂટકે જ ન હતા એટલે બિજાપુર સરકારે અફઝલખાનને પ્રતિકૂલ સંજોગો હોવા છતાં જબરું લશ્કર આપ્યું. લશ્કર અને સરસામાન બિજાપુર બાદશાહની અડચણ ભરેલી સ્થિતિના પ્રમાણમાં બહુ મોટું હતું. અફઝલખાન જેવો ખંધે વાર કંઈ તદ્દન નબળું લશ્કર લઈને નીકળે નહિ. એમ કહેવાય છે કે ત્રણ વરસ સુધી શિવાજી સાથે યુદ્ધ ચાલે તોપણ સરસામાન, હથિયાર વગેરે ન ખૂટે એટલી સામગ્રી અને લશ્કર લઈને અફઝલખાન બિજાપુરથી નીકળવા તૈયાર થયા હતા. ૧૨૦૦૦ ઘોડેસવાર અને જબરું પાયદળ એની તહેનાતમાં હતું (ડાહ્યાભાઈ રામચંદ્ર કૃત શિવાજી). અફઝલખાન સાથે ૫૦૦૦ ઘોડેસવાર અને ૭૦૦૦ પાયદળ હતું (Grant Duff ). ૧૫૦૦૦ -૨૦૦૦૦ સવાર અને ૧૦૦૦૦ પાયદળ મળી આસરે ૩૦૦૦૦નું લશ્કર હતું (ચિટણસ પાનું ૧૨૨). છે. જદુનાથ સરકાર Shivaji & his times Page 64 ઉપર લખે છેઃ-બિજાપુર સરકાર અફઝલખાનને ૧૦૦૦૦ ઘોડે સવાર આપી શકી હતી. માવળ મુલક ઉપર ચડાઈ કરવાની હતી એટલે અફઝલખાને યુક્તિ રચીને મુલકના ભોમિયા અને જાણીતા આસરે ૩૦૦૦ માવળાઓને પિતાની ફોજમાં નેકર રાખ્યા હતા (શ્રી ડાહ્યાભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com