________________
છે. શિવાજી ચરિત્ર
[[પ્રકરણ ૧૩ મું ૫ દક્ષિણ કંકણમાં દિગ્વિજય-વાડીના સાવંત સાથે સલાહ. ઔરંગઝેબ ઉત્તર હિંદુસ્થાન તરફ ચાલ્યો ગયો ત્યાર પછી શિવાજી મહારાજ દક્ષિણ કણમાં દિગ્વિજય કરતા ચૌલની આગળ નીકળી ગયા. મુગલ સુબેદારને દિલ્હી તરફ જવા દઈને મહારાજે મુલક જીતવાનો સપાટ ચલાવ્યો. એ લડાઈઓ અને છાપાઓની વિગતવાર હકીકત હજુ બહાર આવી નથી પણ પિસુલેકરકૃત શિવાજી ચરિત્ર કેટલીક માહિતી આપે છે તેને આધારે આપણે કહી શકીએ કે મહારાજ વિજય પામતા ચૌલ સુધી જઈ પહોંચ્યા હતા. ઈ. સ. ૧૬૫૮ ના મે માસની ૫ મી તારીખે ગેવાના પોર્ટુગીઝ ગવર્નરે પર્ટુગલના રાજાને પત્ર લખ્યો હતો, તેમાં નીચેની મતલબનું જણાવ્યું હતું:‘ આદિલશાહી સરદાર શાહજીને બંડખોર છોકરા શિવાજીએ ઉત્તર તરફના મુલકની સતામણી શરૂ કરી છે તેથી ચૌલ ગામે આપણે માણસનું રક્ષણ કરવા ત્યાં થાણું સ્થાપીને રહેવા માટે મારે ૮૦ સિપાહીઓ મોકલવા પડ્યા છે.” આ પત્ર ઉપરથી મહારાજ એ તરફ આગળ વધી રહ્યા હતા એની ખાત્રી થાય છે. ચૌલના પોર્ટુગીઝ વેપારીઓની સલામતી જોખમમાં જણાયાથી ગોવાના ગવર્નરે આ પત્ર પોર્ટુગાલ લખ્યો હતો. દિગ્વિજય કરતા આગળ ધસતા શિવાજીની બીક પોર્ટુગીઝ વેપારીઓને લાગી હશે તેથી રક્ષણનો બંદોબસ્ત કરવાની ગવર્નરને જરૂર પડી હશે. પિતાના રક્ષણ માટે ઘટિત પગલાં લઈ સંકટ વખતે સહાય માટે બંબસ્ત પર્ટુગીઝોએ કરી મૂક્યું હતું પણ શિવાજી જે મુત્સદ્દી માણસ પોર્ટુગીઝ વેપારીઓને સતાવીને દક્ષિણમાં નવ દુશ્મન આ વખતે ઉભા કરે એમ ન હતું. એમણે તે વખતે પોર્ટુગીઝ વેપારીઓને કેઈ પણ જાતનો ઉપદ્રવ કર્યો ન હતો.
જે વખતે શિવાજી મહારાજ દક્ષિણ કણમાં દિગ્વિજય કરી રહ્યા હતા તે વખતે આદિલશાહી સરદાર રણુદુલ્લાખાનના છોકરાએ વાડીના સાવંત ઉપર ચડાઈ કરી હતી. વાડીના સાવંતનુ ઓળખાણ વાંચને કરી આપવું જરૂરનું જણાયાથી એ કુટુંબની હકીકત ટૂંકમાં નીચે આપવામાં આવી છે.
કાંકણુના દક્ષિણ ભાગમાં વેંગુર્લા નજીક સાવંતવાડી નામનું નાનું સંસ્થાન આવેલું છે. ત્યાંના સાવંત એ ભોંસલે કુટુંબની એક શાખા જ છે. પંદરમા સૈકાની શરુઆતમાં સાવંત કુટુંબનો મૂળ પુરુષ વાડી પ્રાંતમાં હોડવડ ગામે આવીને વસ્યો. એ આવ્યો તે વખતે વાડી પ્રાંત વિજયનગરના રાજ્યને એક ભાગ હતા. વિજયનગરના ટુકડા થયા પછી એ પ્રાંત આદિલશાહીમાં જોડાયા. એ ગાળાની જમીનમહેસૂલ ઉઘરાવવાનું કામ પ્રભુ દેશમુખનું એક કુટુંબ કરતું હતું. તેને અને સાવંતને ઘણી ફેરા ઝપાઝપી થઈ પછી સાવંતને દળવી નામના એક મરાઠા સરદારની એાથ મળી એટલે બંનેએ મળીને દેશમુખને પાડો. ઈ. સ. ૧૬૨૭ ના અરસામાં સાવંત કુટુંબમાં ખેમ સાવંત નામને પરાક્રમી પુરુષ થઈ ગયે. તેણે એ આખા ગાળાની દેશમુખી બિજાપુર દરબાર પાસેથી મેળવી. આ દેશમુખીના કામને લીધે જ તેમને દેસાઈ અને સરદેસાઈ વગેરે નામ આપવામાં આવ્યાં. એજ કુટુંબમાં શિવાજી મહારાજના વખતમાં લખમસાવંત નામને પ્રતાપી પુરષ પાક. આ લખમસાવંત મહારાજના પક્ષમાં હતું. ઈ. સ. ૧૬૫૮ માં આદિલશાહી સરદાર રૂસ્તમઝમાને લખમસાવંત ઉપર ચડાઈ કરી. લખમસાવંતે રૂસ્તમઝમાનને હરાવ્યો અને તેના ૧૫૦૦ માણસે કાપી નાખ્યા.
ગવાના ગવર્નરે પિટુંગાલના રાજાને તા. ૫ મે ૧૬૫૮ ને રોજ પત્ર લખ્યો હતો તેમાં જણાવ્યું કે “રણદુલ્લાખાનના છોકરા રૂસ્તમઝમાને લખમસાવંત ઉપર ચડાઈ કરી. લખમસાવંતે રૂસ્તમઝમાનના ૧૫૦૦ થી વધારે માણસ માર્યા, પણ રૂસ્તમઝમાને આ સાવંત પાસેથી રીંગણ કિલ્લે પાછો લીધો.”
આવી સ્થિતિમાં લખમસાવંતને બિજાપુર બાદશાહની સામે કોઈના આશ્રય કે સહાયની જરૂર હતી. પિટુગીઝ લોકેની સહાય તે વખતે મળે એમ હતું નહિ તેથી એણે શિવાજી મહારાજને સહકાર મેળવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com