________________
૧૮૬
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૩ મુ
ગુસ્સે થઈ ગયા. મરાઠાઓને મારવામાં જે જે અમલદારાએ ઢીલ કરી, કચાશ રાખી અગર પીછેહઠ કરી તે બધાંને ઔર’ગઝેબે ખૂબ ઠપકા આપ્યા. અહમદનગર ઉપર આફત સાંભળી ઔર'ગઝેબે તરત જ ત્યાં જોઈતી મદદ માકલી દીધી. આ વખતે ઔરગઝેબે મિજાજ ખાયેા હતો. મરાઠાઓને જડમૂળથી નાશ શી રીતે કરવા એ વિચારમાં એ પડ્યો હતા. મરાઠાઓ ઉપર વેર લેવા માટે એ તળેઉપર થઈ રહ્યો હતા. ઔર'ગઝેબે તે વખતે મરાઠાઓના સંબંધમાં પેાતાના અમલદારાને વેર લેવા માટે પા લખ્યા હતા. એ પત્રા ઝેરથી ભરપૂર હતા અને તેમાંથી વેર વરસતું દેખાતું હતું. એ પામાં એણે નીચેની મતલબનું લખાણુ કર્યું હતું:–“ મરાઠાઓના એટલે શિવાજીનાં ગામે જમીનદાસ્ત કરી. એની રૈયતને જ્યાં દેખ। ત્યાં મારા. એની પ્રજાની કતલ કરી. એમના ઉપર કાઈપણ પ્રકારની દયા બતાવ્યા સિવાય એમને કાપી નાખો. એમનાં ધન, માલ, અનાજ વગેરે લૂટી લે. પૂના અને ચાકણુ એ એ શિવાજીના ખાસ ગામે છે, તે ગામાને ભાંયભેગા કરી નાંખે. આપણા મુગલ મુલકના કાઈ પટેલ, કુળકરણી શિવાજી તરફ લાગણી ધરાવતા જડી આવે તે તેમને ગરદન મારા. ઉપર પ્રમાણેના ઔર'ગઝેબના હુકમા દક્ષિણના મુગલ અમલદારા પ્રત્યે છૂટ્યા. ઔરંગઝેબ એ બહુ ઝીણી નજરવાળા અને દીદષ્ટા મુત્સદ્દી હાવાથી મરાઠાઓની હિલચાલને એ પારખી શક્યા હતા. શિવાજી મહારાજના ઉદ્દેશ પણ એ સમજી ગયા હતા. મરાઠાઓને મૂળમાં જ દાખી દેવાની એની દાનત હતી, પણ મરાઠાઓને સરદાર કઈ કાચા ન હતા. મરાઠા મુગલ મુલકાને ન સતાવે તે માટે ઔરંગઝેબે પૂરેપુરા બંદોબસ્ત કર્યાં હતા,
"
શિવાજી મહારાજની જીભરની છતે મુગલામાં ભારે ખળભળાટ મચાવી મૂક્યા હતા. ઔરગઝેબે પેાતાના મુલકના પાકા બંદોબસ્ત કર્યાં અને મરાઠાઓ ઉપર હુમલા લઈ જવાની ગોઠવણુ કરી. જીન્નર નજીક કરતલખાન નામના અમલદારને મૂકવામાં આવ્યા. અબદુલ મુનીમખાનને ગઢ નમુના ખાતે મૂકવામાં આવ્યેા. હુશદરખાનને ચામરગુ'ડા અને રાયસીન ખાતે રામ્યા. નાસીરખાન અને રિજ ખાનને ૩૦૦૦ ધોડેસ્વારી સાથે ખીર અને ધરુર ખાતે મોકલવામાં આવ્યા. રાવકરણ જે ઔર’ગાબાદથી ખીડર જવા માટે નીકળ્યા હતા તેને પણ અહમદનગર જિલ્લાના રક્ષણ માટે મેકલવામાં આવ્યો. વધુમાં ૧૦૦૦ લશ્કરી સિપાહીએ આ જિલ્લાના રક્ષણ માટે મોકલવા શાહીસ્તખાનને હુકમ છેડવામાં આવ્યા. ઔર'ગઝેબે મુગલ અમલદારાને મરાઠાએ)ના હલ્લા અને હુમલાથી તથા છાપા અને ધેરાથી સાવધ અને જાગૃત રહેવા સખત તાકીદ આપી હતી. જુદા જુદા ભાગમાં ચુનંદા અમલદારા મૂકીને એમની ગોઠવણ પણ બહુ જ યુક્તિપૂર્વક કરી હતી. અમલદારને બીજી ખાસ સૂચનાએ આપવામાં આવી હતી તે એ કે એમણે દુશ્મનના મુલકા ઉપર બહુ બારીક નજર રાખવી અને તક શેાધ્યા કરવી અને સહેજ તક મળે તેા તેને લાભ લેવા ચૂકવું નહિ. તક સાધીને દુશ્મનના મુલકા ઉપર ધસી જવું, છાપા મારવા, લૂટફાટ કરવી અને દુશ્મનપ્રજાને ખૂબ સતાવી ત્રાસ ત્રાસ પાકરાવવા અને ચાલાકીથી તરત જ પોતાના મુલકનું રક્ષણ કરવા પોતાને સ્થાને આવી જવું. કાઈપણ સંજોગામાં પેાતાના મુલકને સુના મૂકવા નહિ.
નાસીરખાન બહુ ઠંડા અને ધીમા અમલદાર હતા. ઈ. સ. ૧૬૫૭ ની ૩૦ મી એપ્રિલે નાસીરખાન અહમદનગરથી ૬૮ માઈલ દૂર ઔર પરગણામાં પેઢા. ત્યાં ચાર દિવસ ગાળ્યા પછી અહમદનગરથી ૩૫ માઈલ દૂર સાષ્ટિ તરફ કૃચ કરી. નાસીરખાનને હુકમ મળ્યા પછી અહમદનગર અને જીન્નર મારતે ધાડે જઈ પહોંચવાને બદલે ધીમે ધીમે થાભતાં ત્યાં જઈ પહોંચ્યા. નાસીરખાનની સુસ્તી ઔરગઝેબના ધ્યાનમાં આવી ગઈ અને તેને સખત ઠપકાથી નવાજવામાં આવ્યા. ઈ. સ. ૧૬૫૭ ના એપ્રિલની ૨૮ મી તારીખે મુશ્તતખાને ચામરગુડા આગળ શિવાજી મહારાજના સરદાર માનાજી ભોંસલેને હરાવ્યેા. મરાઠા મુગલાથી હાર્યાં પણ એ મુલકમાંથી એમણે પોતાના પગ કાઢયો ન હતા. આખરે એમને એ મુલકમાંથી હાંકી કાઢવા માટે મુલ્તતખાનને અને મીરઝાખાનને ભારે પ્રયત્ના કરવા પડ્યા હતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com