________________
૧૮૪
પ્રકરણ ૧૩ શું
૭. શિવાજી ચત્રિ
૧. ચામરશુંડા ઉપર ચડાઈ, જુન્નરની જીત.
૨, મરાઠા અને મુગલાના સામને.
૪, મુત્સદ્દીઓના પેંતરા મુગલા સાથે સલાહ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ પ્રકરણ ૧૩ મુ
૪. જ’જીરા સાથે ઝગડી.
૫. દક્ષિણ કોંકણમાં દિગ્વિજય, વાડીના સામતા સાથે સલાહ. ૧. સિંહાજી તરફ્ સહેજ નજર.
૧. ચામરગુંડા ઉપર ચડાઈ, જીન્નરની છત.
વળી જીત્યા પછી શિવાજી મહારાજની હિંદવી સ્વરાજ્ય સ્થાપવાની આશા વધુ બળવાન બની. હવે દીદિષ્ટ અને ખરું મુત્સદ્દીપણું વાપરવાનો વખત શિવાજી મહારાજ માટે આવી પહેાંચ્યા. શિવાજી મહારાજની કસોટીના આ સમય હતો. બહુ જ ઝીણવટથી સંજોગો અને ખીના તપાસવાની ખાસ જરુર હતી. આજુબાજુ બનતા રાજકીય બનાવા ઝીણવટથી જોવાની મહારાજને તે ટેવ પડી ગઈ હતી. બહુ ઝીણવટથી સંજોગે તપાસી સ્થિતિને ઔંડા વિચાર કરી દીČદૃષ્ટિથી નજર ફેરવતાં મહારાજને લાગ્યું કે સમય બહુ જ નાજુક હતા. આવે વખતે બાજી ખેલવામાં અસાધારણ ચપળતાની જરુર હતી. શિવાજી મહારાજ જેવા બહાદુર, હિંમતવાન, શુરા અને સાહિસક હતા તેવા જ તે ચપળ, ચતુર, ચાલાક અને મુત્સદ્દી પણ હતા. એમણે જોયું કે એમના પગ હજી ભોંય પર મદ્યુત નથી જામ્યા અને જ્યાં સુધી જમીન પર પગ સજ્જડ ન જામે ત્યાં સુધી બળીયા સાથે દુશ્મનાવટ ઉભી કરતાં પહેલાં ઊંડા વિચાર કરવા અને ખતે ત્યાં સુધી તે દુશ્મનાવટ ટાળવી અને સામનેા કરવાની ફરજ પડે તાપણુ અને ત્યાં સુધી તે પ્રસંગ ટાળવો. બિજાપુર સરકાર સાથે તા મહારાજને દુશ્મનાવટ થઈ હતી અને જો મુગલાની સાથે પણ દુશ્મનાવટ થાય તે। કદાચ પોતાનાં મૂળ ઉખડી જવાના સંભવ હતા. આ વિચારી એમને સીધે રસ્તે દારાવનારા છે એવી એમની ખાત્રી થઈ અને જાવળીની જીત પછી મુગલાની સાથે ખતે ત્યાં સુધી મેળ રાખવાના એમણે પ્રયત્ન કર્યાં હતા. જ્યારે ઔર 'ગઝેબ દક્ષિણમાં ગેાવળકાંડાના પુરા કરવામાં શકાયા હતા ત્યારે શિવાજી મહારાજ પોતાના મુલકમાં સુવ્યવસ્થા સ્થાપવાના કામમાં પડ્યા હતા. આજે નિહ તે કાલે, હમણાં નહિ તે ટૂંકમાં પણ મુગલાની સામે થયા સિવાય છૂટકા નથી અને સામે થવાના વખત બહુ જલદીથી પાસે આવતા જાય છે એ મહારાજ જોઈ શક્યા હતા. મુગલાની સામે થવાની તૈયારી મહારાજ અંદરખાનેથી કરી રહ્યા હતા. મહારાજ પોતાના મુલકાની મજબૂતી વધાર્યે જતા હતા અને મુગલે સાથે ભાઈચારાને સંબંધ પણ એ જાળવી રહ્યા હતા. આ વખતે અહમદનગરના મુગલ ગવર મુસ્તફતખાન હતા. તેને શિવાજી મહારાજે એવી મતલબને પત્ર લખ્યા કે “ જો મારી ઈચ્છા મુજબ મને બધું આપવામાં આવે તેા હું દિલ્હીની બાદશાહતમાં જોડાવા ખુશી છું. ” મુક્તક્તખાને શિવાજીને ગાળગાળ જવાબ આપ્યા. જવાબ એવા પ્રકારના હતા કે તે લખનારને બંધનકર્તા ન થાય અને જેને જવાબ આપવામાં આવ્યા હાય તેને નિરાશા પણ ન થાય. મૂળ પત્ર લખવામાં પણ શિવાજી મહારાજે ભારે મુત્સદ્દીપણું વાપર્યું હતું. મુલ્તક્તખાનને એકલાને પત્ર લખી મહારાજ થેાભ્યા ન હતા. મહારાજે બીજો પત્ર એવી જ મતલબના ઔરગઝેબ ઉપર લખી પેાતાના ખાસ પ્રતિનિધિ સાથે ઔરંગાબાદ મેાકલાવ્યેા હતા. ઔર’ગઝેબ ક્યાં કાચે મુત્સદ્દી હતા ? એણે પણુ ગાળગાળ જવાબ આપ્યા પત્રમાં સુંદર ભાષા વાપરીને ખૂબ સાકર પીરસી હતી. બંનેના જવાબથી શિવાજી મહારાજને જરાપણ સંતોષ થયા નહિ. એમને લાગ્યું કે આ તર્ક ( મુગલ અને બિજાપુરના અણુબનાવની ) સાધવા જેવી છે અને આ તકનો લાભ લીધાથી હિંદવી સ્વરાજ્ય સ્થાપવાનું કામ વધારે સુગમ થઈ પડશે. મુગલ અને આદિલશાહી વચ્ચેના વિગ્રહ એ શિવાજી મહારાજ માટે સુંદર સોનેરી તક હતી. મહારાજ સમયતી રાહ જોઈ રહ્યા હતા, એટલામાં બિજાપુર સરકારે મહારાજ .પાસે મુગલાની
www.umaragyanbhandar.com