________________
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણે ૧૧ મું . ઉપરની શરતમાં જણાવેલા ૨૦૦ સિપાહીઓ પોતાની પસંદગીના, પોતાની પટલાઈના ગામના
રાખી શકે એવી સત્તા કાન્હાજીને મળવી જોઈએ.
ઉપરની ત્રણ શરતોના સંબંધમાં ખાન સાથે પત્રવ્યવહાર ચાલુ હતા. એનું કાંઈ પરિણામ આવતાં પહેલાં એ પત્રવહેવાર અટકી પડ્યો અને શિવાજી મહારાજે ગાદી ઉપર બેસાડેલા ચંદ્રરાવ મેરે ભાવળીના રાજા તરીકે અમલ ચલાવતો થઈ ગયો.
સિવાછરાજા ભેંસલે અને જાવળીના ચંદ્રરાવના કુટુંબને એક બીજાની સાથે બહુ ઘાડો ઘરોબો હતે. શિવાજી મહારાજ જ્યારે નાના હતા ત્યારે માતા જીજાબાઈ મહાબળેશ્વર મહાદેવનાં દર્શન માટે જતાં. બંને કટુંબનો સંબંધ સારો હોવાથી જીજાબાઈ જાવળીમાં મેરેને ત્યાં જ મુકામ કરતાં. એક વખતે જીજાબાઈ ને મુકામ જ્યારે જાવળીમાં હતું ત્યારે તેણે બાળાજીરાવ મેરેની બહુ જ દેખાવડી, સુંદર અને આકર્ષક ત્રણ દીકરી જોઈ હતી. જીજાબાઈનું ધ્યાન એ છોકરીઓ તરફ આકર્ષાયું અને એ ત્રણમાથી એક છોકરી શિવાજી સાથે પરણાવવાની ઈચ્છા દેખાડી હતી. બાળાએ જીજાબાઈની એ માગણી સ્વીકારી ન હતી.
બિજાપુર બાદશાહતમાં મુળના બારપડેએ મહમદ આદિલશાહની મહેરબાની મેળવવા સરદાર સિંહાજીને સતાવવામાં બાકી રાખી ન હતી. સિંહાએ પોતાના પુત્ર શિવાજી મહારાજને પત્ર લખ્યો હતો તેમાં આ પ્રમાણે જણાવ્યું હતું -“ દીકરા ! હાથમાં લીધેલું કામ હરપ્રયત્ન પૂરું કરજે, તારું કામ તું સાવચેતી રાખીને આગળ ધપાવ્ય જજે. તારો હેતુ શુદ્ધ અને લડત પ્રજાકલ્યાણની છે એટલે જ તે તારે છેજ એ નક્કી માનજે. તારા દુમનનો નાશ થાય અને તારું ઉત્તરોત્તર કલ્યાણ થાય એજ પ્રભુ પાસે મારી પ્રાર્થના છે. વહાલા દીકરા! બારપડે સાથે હું હંમેશ વિનય અને વિવેકથી વજે. મારા ઉપર એણે અનંત ઉપકાર કર્યા છે. હું એના ભારે ઉપકાર નીચે દબાએલું છું. તારા પિતા ઉપર ચઢેલા આ ઋણમાંથી કરી તું તાકીદે ટે થઈ જજે.” પિતાએ વ્યંગમાં લખેલા લખાણની શિવાજી મહારાજ ઉપર બહુ ઊંડી અસર થઈ હતી. પિતાના પત્રમાંના અસરકારક વાકયે પુત્રના હૃદય ઉપર કેરાઈ ગયા હતા. પિતાને સતાવનાર શત્રુને સીધે કરવામાં શિવાજી મહારાજ જરાએ વિલંબ કરે એવા ન હતા. સિહાજી ઉપર બાધરપડેએ કરેલા ઉપકારનો બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે આપવાનો મહારાજે નિશ્ચય કર્યો. બાછોરપડે ઉપરના વેરની વસૂલાત કરવા મહારાજ તૈયાર થયા હતા પણ બાધોરપડેને ફેંસલે કરતાં પહેલાં ચંદ્રરાવ મેરે સાથે પતાવટ કરવાની મહારાજને જરૂર જણાઈ. તેથી મહારાજનું ધ્યાન જાવળીને ચંદ્રરાવ મેરે તરફ ખેંચાયું. ચંદ્રરાવ મેરેના સંબંધમાં ઊંડો વિચાર કરતાં મહારાજને લાગ્યું કે, ચંદ્રરાવ મેરે સાથે સલાહ તથા મસલત કરીને તેને પિતાના પક્ષમાં લે એ હિંદુત્વ ઉદ્ધારની હિલચાલને વધારે કલ્યાણકારક છે તેથી ગમે તેમ કરી ચંદ્રરાવ મેરે સાથે સલાહ કરવાને મહારાજને વિચાર થયો. ચંદ્રરાવ મોરે ઉપર મહારાજને ગુસ્સે તે બહુ હતો પણ જૂના ઘરેબાને યાદ કરી બની શકે તેટલું એ જ કરતા. મોરે કુટુંબને નાશ કરે એ કલ્પના પણ મહારાજને દિલગીર બનાવતી. જે કુટુંબની સાથે બચપણથી સારા સંબંધ અને ઘરે હતો, તે કુટુંબને સમજાવીને હિંદુત્વ રક્ષણના કાર્યમાં સામેલ કરી લેવા મહારાજ મથી રહ્યા હતા. સલાહ તથા મસલત કરવા માટે શિવાજી મહારાજે ચંદ્રરાવ મોરેની સાથે સંદેશ શરુ કર્યા. સંદેશાઓ એકલી એકલીને મહારાજ થાકી ગયા, પણ કંઈ રૂડું પરિણામ આવ્યું નહિ. ગમે તે પ્રકારે સમજાવીને જે ચંદ્રરાવ મોરે માની જાય તે હિંદવી સ્વરાજ્ય સ્થાપવાના કાર્યમાં એની ભારે મદદ થઈ પડશે એની મહારાજને ખાત્રી હતી. મહારાજે વારંવાર પ્રયત્નો કર્યા પણ ફાવ્યા નહિ. પિતાના પ્રતિનિધિઓ મારફતે ચંદ્રરાવનું મન મનાવવાના પ્રયત્નોમાં મહારાજ ન ફાવ્યા, એટલે ચંદ્રરાવને જાતે રૂબરૂમાં મળી સમજાવવાનો એમણે વિચાર કર્યો. જાતે સમજાવવાથી બધું સીધે સીધું ઉતરી જાય એમ હોય તે ચંદ્રરાવ મેરેના કુટુંબને ન દુભવવાનો રિવાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com