________________
ર
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૧ સુ
વધારા કર્યાં. ઈ. સ. ૧૫૨૪ માં બુરહાન નિઝામશાહ પહેલાના ઈસ્માઈલ આદિલશાહને હાથે પરાભવ થયેા. તે વખતે અહમદનગરના લશ્કરના લીલા વાવટા યશવ'તરાવ મારેએ કબજે કર્યાં હતા. યશવંત રાવની આ બહાદુરીથી ખૂશ થઈ બિજાપુરના ખાદશાહે ચંદ્રરાવ મેરેને વશપરપરાના “રાજા ” ના ખિતાબ આપ્યા અને રાજા તરીકે પેાતાના વાવટા રાખવાની પરવાનગી આપી. જાવળી ઉપર મેરે કુટુંબને સાત આઠ પેઢી સુધી કબજો રહ્યો.
પરસાજી મારેની આઠમી પેઢીએ રાજા કૃષ્ણજી ચંદ્રરાવ મારે થયા. એના વખતમાં એના મુલકમાં કાળી લેાકાએ અને એવી બીજી જંગલી કામેાએ ખંડ ઉઠાવ્યું. રાજા કૃષ્ણાજી ચંદ્રરાવ મારેએ મહાખળેશ્વર મહાદેવની માનતા માની અને કાળી લેાકાનું બંડ સમાવી દીધું. આ જીત પછી રાજા કૃષ્ણ જી મારેએ મહાબળેશ્વરનું મંદિર બંધાવ્યું જે આજે પણ હયાત છે. રાજા કૃષ્ણને પાંચ પુત્ર હતા. (૧) રાજા ખાળાજીરાવ મારે એ પાટવી હતા. કૃષ્ણાજી પછી એ જાગીરના માલીક અને રાજા ચંદ્રરાવ બન્યા. બાકીના ચારને એક એક ગામ મળ્યું. (ર) દૌલતરાવને શિવથર, (૩) હનુમન્તરાવને જોર, (૪) ગાવિંદરાવને જાંભળી અને (૫) યશવંતરાવને ખાહુલો ગામ મળ્યું.
ઈ. સ. ૧૬૪૮-૪૯ ની સાલમાં જાવળી પ્રાન્તના મુખ્ય જાગીરદાર જાવળીના મુખ્ય માલીક રાજા ચંદ્રરાવ મારે સતાન વગર મરણ પામ્યા. જાવળી પ્રાન્ત બહુ મોટા હતા અને એ જાગીર પશુ મેટી ગણાતી. ગાદીપતિ વારસ વગર મરણ પામ્યા, એટલે જાવળીની જાગીર માટે ઝઘડા ઉભા થયા. મરનારની સ્ત્રીએ શિવથરવાળા મારે કુટુંબમાંથી એક પુત્ર દત્તક લીધા અને શિવાજી મહારાજની સહાયતાથી તેને ગાદી ઉપર બેસાડી જાવળીને ચંદ્રરાવ મેરે બનાવ્યા. આ બનાવથી જાવળીના મારે કુટુંબમાં કલહ પેઢા. જોરખારે અને શિવતખારેમાં તેા ખડા જાગ્યાં. આ અવ્યવસ્થાના લાભ લઈ જાવળી પ્રાન્ત બાદશાહતમાં જોડી દેવા માટે વાઈ પરગણાના તે વખતના સુબેદાર સરદાર અફઝલખાનને ઈચ્છા થઈ, જાવળી પ્રાંત જોઈ ને ખાનસાહેબના માંમાં પાણી છૂટયું અને તે પચાવી પડવાની દાનત પશુ થઈ પશુ જાવળી જીતવી એ કંઈ સહેલી વાત ન હતી. જાવળી લેતાં તે ઘણાના હાશ ખાટા થઈ ગયા હતા. ધણાને છઠ્ઠીનું દૂધ યાદ આવ્યું હતું. તે ગાળાના જાણીતા ભામિયા સરદારને સાધ્યા સિવાયના પ્રયત્ના કેવળ મિથ્યા નીવડે એની પણ અફઝલખાન સરદારને પૂરેપુરી ખબર હતી. જાવળીને બાદશાહતમાં જોડી દેવાની સુબેદાર અફઝલખાનની ઈચ્છા કાઈ મરાઠા સરદારની મદદ સિવાય સંતાષાય એમ ન હતી, તેથી અફઝલખાને કાન્હાજી જેધે દેશમુખને, જાવળી, બાદશાહતમાં જોડી દેવાના કામમાં મદદ કરવા પત્ર લખ્યા. અફઝલખાનના આમંત્રણથી કાન્હાજી જેધે ભારે મુંઝવણમાં પડયા. કાન્હાજી જેવે એ સિહાજીને માણુસ. કાન્હાજી સિંહાજી રાજાના જમણા હાથ ગણાતા. સિંહાજી રાજાને જ્યારે ગિરફતાર કર્યાં, ત્યારે કાન્હાજીને પણ તેમની સાથે પરહેજ કરવામાં આવ્યા હતા. અલ્ઝલખાનને પત્ર કાન્હાજીને મળ્યા, તેના એ માસ પહેલાં કાન્હાજી ઉપર સિંહાજીનેા પત્ર આવ્યેા હતેા. આ પત્રમાં સિંહાજીએ શિવાજી મહારાજ માટે ભલામણ કરી હતી. સિંહાજીએ આ પત્રમાં નીચેની મતલબનું લખ્યું હતુંઃ—“ તમે અમારા ધરના માણુસ જેવા છે. તમારા ઉપર અમારા પૂર્ણ વિશ્વાસ છે. તમારા પ્રેમ પણ અમારા તરફ તેવા જ પ્રકારના છે એ અમે જાણીએ છીએ. તમને અમારા સમજીને જ અમે લખીએ છીએ કે ચિ. શિખા ( શિવાજી )ની પડખે તમે રહેજો, એને વફાદાર નીવડો. મુગલ લશ્કર અથવા આદિલશાહી લશ્કર શિવાજી ઉપર ચડાઈ કરે તે તમે ખબરદારી રાખશે. એવે વખતે તમે તમારી અમારા તરફની વધાદારી ભૂલતા નહિ. અમને અને અમારા વારસાને વફાદાર રહેવાના તમે ઈશ્વર સમક્ષ સોગંદ લીધા છે તે બરાબર પાળજો. ખીલીપત્ર ઉપર હાથ મૂકીને લીધેલી પ્રતિજ્ઞા તમે ભૂલતા નહિ. ” સિંહાજીને પત્ર આવ્યા પછી ઘેાડે જ દિવસે અફઝલખાનનું આમંત્રણ આપું એટલે કાન્હાજી ઊંડા વિચારમાં પડ્યો. કાન્હાજી જેધે જે ગામના પટેલ ( પાટીલ ) હતા તે ગામ સુબેદાર અફઝલખાનના તાબામાં હતું એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com