________________
શ શીઓ, સત્તાધારીઓ, ઇતિહાસકારે, વિદ્વાને, મુત્સદીઓ, મહાન પુરુષે, દેશભક્તો
અને નામીચા આગેવાનોએ
છત્રપતિ શિવાજી મહારાજને જુદે જુદે પ્રસંગે તેમજ આ પુસ્તક દ્વારા અર્પણ કરેલી
પુષ્પાંજલી (૧)
૫. ગાંધીજીનો સંદેશ ભાઈ વામનરાવ,
તમારા કાગળને આજે જ પહોંચું છું. શિવાજી મહારાજને વિષે મેં જે કંઈ વાંચ્યું છે તે નિશાળમાં નિશાળિયા પુરતું જ. આ શરમની વાત છે પણ સાચી છે. ત્યાર પછી તો તેને વિષે જે મોટેરાંને મેઢેથી સાંભળ્યું જ. પણ જ્યારે મને જ્ઞાન આપ્યું કે અંગ્રેજી ઇતિહાસકાર–ને તે પણ અમલદારવર્ગનાઈછે તે પણ આપણી આખે વસ્તુઓ ન જ જોઈ શકે ત્યારે મેં બીજું વાંચ્યા વિના જ આગલું વાંચેલું હતું તેનાથી ઉલટું જ ઘણું સાચું દેવું જોઈએ એમ એક લેકિયે ગજ બનાવી લીધું ને ત્યાર પછી એમ માનતે થયો કે શિવાજી મહારાજ ખરેખર મહારાજ હતા, વીર હતા, દેશદાઝવાળા હતા. મારી પૂજાની ભાવના જાગૃત કરવા આટલા ગુણો બસ હતા. આથી વધારેની મારી પાસેથી અત્યારે આશા રાખવી એ તો કોઈ નિર્દય ગોવાળ ગાયને લોહી નીકળતાં સુધી દેહ્યા કરે એવું ગણાય. ૨૦–૧૧–૩૩
બાપુના આશીર્વાદ
શિવાજી મહાત્સવ જેવા સમારંભે પ્રજાને તેના જાહોજલાલીભર્યા ગરવા ભૂતકાળનું સાચું ભાન કરાવે છે. આવા મહેશ્ન ઉજવવા એ પ્રજાને કાયદેસરને હક છે–અધિકાર છે. આફતના ખડકે તેડીને પિતાને રસ્તે કરી લેનારા જન્મભૂમિના વીરેની પૂજા કરવાથી પ્રજામાં ભારે ઉત્સાહ પ્રગટે છે–નવચેતન સ્કરે છે નવું શૌર્ય પ્રેરાય છે. આવી વીરપૂજા રાષ્ટ્રીય નિરાશાને બરાબર પ્રતિકાર કરી શકે છે.
વીરપૂજા એ મનુષ્યના સ્વભાવમાં જન્મ પામેલી સ્વાભાવિક ઉર્મિ છે. આવી ઉમિને રોકવાની કોઇની તાકાદ નથી. તેને મારવાની કેની શક્તિ નથી...................શિવાજી એવા કાળે અવતર્યા કે જે વેળાએ પ્રજાને અસહ્ય અત્યાચાર અને આક્રમણમાંથી મુક્તિ જોઈતી હતી.
શિવાજીએ તેના આત્મભોગ અને શૌર્યથી સિદ્ધ કરી આપ્યું કે હિંદુસ્થાન એ પ્રભુને ત્યજાયેલે દેશ નથી. x x x x આજે વખત બદલાયો છે. હિંદુ અને મુસલમાન બન્નેના પગમાં બેડીઓ પડી છે. બન્નેને નવીન પ્રેરણાની જરૂર છે. હિંદના ઈતિહાસમાં શિવાજી એ એક જ બન્ને કમને સ્વતંત્રતાના વીર તરીકે પ્રેરણા આપી શકે તેમ છે. ,
લોકમાન્ય ટિળક મહારાજ (૧૯૦૭).
હિંદુસ્થાનના ઇતિહાસમાં જે સહાપુરુષોના નામ ઝળકી રહ્યાં છે આ વા મહારાજનું નામ પ્રથમ પંક્તિમાં મુકી શકાય. પર ત્રતાની ઝૂંસરી નીચે દબાયેલી મને તેની હતાશ દશામાં સ્વતંત્રતા સંગ્રામ સંપૂર્ણ ઉત્સાહથી ચાલુ રાખવાની પ્રેરણા આપી શકે એવા આદર્શ સ્વાતંત્ર્ય વીર તરીકે શિવાજી મહારાજને હું મારી યુવાવસ્થાથી પૂજતો આવ્યો છું. એ મહાન પ્રતાપી પુરુષના
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com