________________
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૯ મું પણ એની છાવણીમાંથી એની માલમિલ્કત તથા કીમતી સામાન વગેરે રફે તફે ન થવા દીધે. એની મિલ્કત રાજ્ય તરફથી જપ્ત કરી લીધી.
૩. બસાતીની સલાતીના ફારસી ઇતિહાસકાર લખે છે કે –સિંહાજી કર્ણાટકમાં ધીમે ધીમે નવાબ મુસ્તફાખાનની સામે થતા ગયા અને એના હુકમને અવારનવાર અનાદર કરવા લાગ્યો. સિંહાને કેદ કરવાને નિશ્ચય કરી ગિરફતાર કરવાનું જબરો જોખમદારીનું કામ નવાબ સાહેબે સરદાર બારપડે અને જસવંતરાવ આસદખાનીને સંપ્યું. એક દિવસે મળસ્કે આ બંને સરદારોએ પિતાના લશ્કર સાથે સિંહાજીની છાવણી ઉપર છાપે માર્યો. રમતગમતના જલસાને લીધે સિંહાને આગલી રાત્રે ઉજાગરે થયા હતા એટલે બહુ મોડા સુતેલા સિંહાજી હજી પિહેલાજ હતા. બાળઘોરપડના લશ્કરે છાવણી ઘેરી અને શાહજીને પકડવાના ઘાટમાં હતા, એટલામાં જ સિંહાજીને આ અચાનક હલ્લાની ખબર પડી, અને એ જાગી ઊઠયા. તરત ઘેડા ઉપર સવાર થઈને એણે ઘડે મારી તે મૂકો, પણ બાઘેર પડે એની પૂઠે પડ્યો અને એમને પકડ્યા. બાકરપડેએ સિંહાજીને નવાબ મુસ્તફા ખાનની હજુરમાં રજૂ કરી દીધા. બાકરપડેની કામગીરીથી નવાબ સાહેબ રાજીરાજી થઈ થયા. નવાબ સાહેબે સિહાજીને પરહેજ કરી દીધા અને તેમનું ૩૦૦૦ સિપાહીઓનું લશ્કર રફતરે કરી નાખ્યું. સિંહાજીની છાવણ લૂંટીને પાયમાલ કરી નાખી. સિંહાને ગિરફતાર કયોના સમાચાર બિજાપુરના બાદશા મળ્યા, એટલે સિહાજીને બિજાપુર લાવવા માટે એણે તુરત પોતાના દરબારમાંથી સરદાર અફઝલખાનને રવાના કર્યો. અને એક વ્યંઢળને (હીજડાને) સિંહાની મિલ્કત જપ્ત કરવા મોકલ્યા.
૪ શ્રી પારસનીસ તથા મી. કિન્ફડે લખેલા હિસ્ટ્રી ઓફ ધી મરાઠા પીપલમાં આ સંબંધમાં નીચેની મતલબનું લખ્યું છે –“સિંહજીને પકડવાનું બીડું બાઘેર પડે નામના સરદારે ઝડપ્યું હતું. બાજીરપડે ભોંસલે કુટુમ્બના જ માણસ હતા અને સિંહાજી ભોંસલેને એ દૂર દૂરને સંગે પૂર્ણ થતા હતો. બાધોરપડેને બિજાપુરના બાદશાહે મુળની જાગીર તાજેતરમાં જ આપી હતી એટલે એ પિતાની વફાદારીનું પ્રદર્શન કરવા બહુ આતુર હતા. બાદશાહને ખુશ કરવાની તક બાઘેર પડે જવા દે એ ન હતા. સિંહજીને ગિરફતાર કરવાની બાદશાહની ઈચ્છા છે એ બાજીરપડે એ જાણ્યું એટલે તરતજ એ કામ કરવાનું જોખમ એણે પિતાને માથે લઈ લીધું. અતિ ઉત્સાહમાં આવી ગયેલા બારડેએ આ કામ માથે તે લીધું, પણ માથે લીધા પછી એણે જાણ્યું કે કામ તે બહુ વિકટ છે અને ભારે જોખમદારીનું છે. કામ ફત્તેહ થાય છે તેથી જેટલું ફાયદો થાય તેનાથી વધારે નુકસાન થવાને સંભવ હતો. બાજીએ પોતે માથે લીધેલા કામની જોખમદારી પારખી અને સિતાજીને માટે વિચાર કરી એક કાવવું ગોઠવ્યું. બાજીએ સિતાજીને પોતાને ઘેર જમવા આવવા માટે આગ્રહપૂર્વક આમંત્રણ કર્યું. દૂરનો પણ પિતાને કુટુમ્બી ભારે આગ્રહ કરી રહ્યો હતો એટલે એનું આગ્રહપૂર્વકનું આમંત્રણ સિહાજી પાછો ઠેલી ન શક્યા. આવા માણસો ઢોંગ કરવામાં અને દેખાવો કરવામાં પૂરેપુરા પાવરધા હોય છે. સિંહાજીએ આમંત્રણ સ્વીકાર્યા પછી બાકરપડેએ મીજબાનીની ભારે તૈયારી કરી. નક્કી કરેલે દિવસે સિંહાજી બારપડેના મકાન ઉપર જમવા માટે ગયા. ગોઠવણ કરી રાખ્યા મુજબ દરવાજા ઉપરના દરવાને સિતાજીને એમની તલવાર તથા હાલ કાઢી આપવા તથા તેમનાં માણસને ત્યાં જ ભાવવાનું કહેવા સિતાજીને વિનંતિ કરી. સિંહજીએ તે પ્રમાણે વર્તવા ચોખ્ખી ના પાડી. બંને કુટુમ્બી એક બીજાને ભેયા અને એક બીજાના ક્ષેમસમાચાર પૂછયા. પછી બાજીધેરપડેએ સિતાજીને પોતાનું ઘર જોવાની વિનંતિ કરી. ઘર બતાવવાને બહાને બાધરપડે સિંહાને ઘરના જુદા જુદા ખંડમાં લઈ ગયો. એ વરના એક છેડા ઉપરના ખંડમાં બાકોર પડે ગયા અને તેમની પાછળ પાછળ સિંહાજી પણ ગયા. પહેલેથી નક્કી કરી રાખ્યા મુજબ ઘેર પડેએ સિંહાના અંદર આવ્યા પછી પાછળનું બારણું બંધ કરાવ્યું અને સાંકળ મારી દીધો. આ ગોઠવણથી સિંહા પિતાના રસથી છુટા પડી ગયા. કાવવું પૂરેપુરું રચેલું
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com