________________
પ્રકરણ ૯ મું ]
૭. શિવાજી ચરિત્ર
૧૨૩
વારંવાર માથું ઊંચું કરે છે અને તફાને ચડે છે. તેવે વખતે કિલ્લાઓની મજબૂતી અને વ્યવસ્થા બહુ જ કામ લાગે. સુંદર વ્યવસ્થા અને મજબૂતી હોય તે સખત અને પૂરેપુરી નજર બાદશાહના મુલક ઉપર રાખી શકાય. અનેક રીતે ખાદશાહનું અમે હિત કર્યું છે. પુરદર જેવા કિલ્લા સરદારા પચાવી પડ્યા હતા અને બાદશાહની સામે થઈ સ્વતંત્ર થઈ ગયા હતા, તેમને ઠેકાણે લાવી કિલ્લા અમે કબજે કર્યાં એ શું બાદશાહતની સેવા નથી ? ' ઉપરની મતલબના જવાખે। મહારાજ ભિંજાપુરના બાદશાહને વારવાર આપતા. બિજાપુરના મુત્સદ્દી શિવાજી મહારાજના હેતુએ વખતે પૂરેપુરા નહિ સમજ્યા હાય, પણ મહારાજની હીલચાલથી બિજાપુરના સરદારાનાં અંતઃકરણમાં શિવાજી મહારાજ માટે જરા પણ શંકા ઊભી ર્વાહ થઈ હોય એ તે બનવાજોગ નથી જ. કેટલાક સરદારેા વધારે સમજ્યા હશે, ત્યારે કેટલાક એછું સમજ્યા હશે, પણ શંકા તેા બધાને ઓછાવત્તા પ્રમાણમાં આવી જ હશે. શંકા ઊભી થયા પછી પણ શિવાજી મહારાજને આગળ વધતા કાઈ અટકાવી શકે એમ ન હતું, કારણ સિંહાજી બિન્તપુર બાદશાહ તરફથી દિગ્વિજય મેળવી રહ્યો હતા. પેાતાની જીતાથી એ બાદશાહતની આબરૂ અને પ્રતિષ્ઠા વધાયે જતા હતા. પોતાનાં પરાક્રમ અને હિંમતને લીધે એ આદિલશાહીમાં બહુ મેાટા સરદાર થઈ પડ્યો હતા. સિંહાજીનાં શૌય અને સમરકૌશલ્યથી આલિશાહી છક્ક થઈ ગઈ હતી. શિવાજી મહારાજને નાખુશ કરવામાં બિજાપુરની બાદશાહતને ભારે જોખમ હતું એ આદિલશાહી અમલદારા ખરેાબર સમજતા હતા, તેથી જ શિવાજી મહારાજની હિલચાલ તરફ આદિલશાહી અધિકારીઓએ આંખઆડા કાન કર્યાં હતા. શિવાજી મહારાજને દબાવ્યાથી સિંહાજી જેવા સિંહ છંછેડાશે અને જો એમ થાય તે પરિણામ બહુ માઠુ' આવશે એવું બિજાપુરના મુત્સદ્દી માનતા હતા. છેકરાને દબાવવા જતાં વખતે બાપ બાદશાહી દાખી નાંખે એવા પણ ભય હતા. સિંહાજીના પ્રભાવને લીધે શિવાજી મહારાજનાં મૃત્યા તરફ જાણી જોઈ ને દુક્ષ કરવામાં આવ્યું હતું.
પેાતાની જાગીરના મુલક મજબૂત કરી ત્યાં સ્વતંત્ર વ્યવસ્થા અને અમલ શરૂ કરી પછી જીમેલી સત્તાની સામે પડી, મુલકના વિસ્તાર વધારી સ્વરાજ્ય સ્થાપન કરવાનેા મહારાજને હેતુ હતા. ચાકણથી તે નીરા નદી સુધીને મુલક મહારાજે સ્વાધીન કર્યાં હતા. મેળવેલા કિલ્લાએ ખરાબર સમરાવી, મજબૂત કરી, તેના ઉપર કિલ્લેદારા નીમી દીધા હતા. માવળા લેાકાનું લશ્કર પણ ઊભું કરવાની શરૂઆત કરી દીધી હતી. દાદાજી કેન્ડદેવે શરુ કરેલી જમીન મહેસૂલની પહિત મહારાજે પોતાની જાગીરના બધા ભાગામાં શરુ કરી દીધી હતી. ખી, બિયારાં માટે ખેડૂતાને પૈસા આપી એમની ચિંતા દૂર કરી તેમની પાસે સુંદર ખેતી કરાવી અનેક અખતરા અજમાવીને જમીનમાંથી વધારે પાક ઉતારી ખેડૂતા જમીનમહેસૂલ નિયમિત અને વખતસર ભરે એવી ગાઠવણુ કરી માવળાને મહારાજે સુખી કર્યાં. દાદાજીની જમીનમહેસૂલની પદ્ધતિ ખેડૂત અને જમીનદાર એ બન્નેને લાભદાયક હાઈ બન્નેને સબધ મીઠા રાખે એવી હતી. એ પદ્ધતિથી ખેડૂતાનાં દુખા બ્રહ્માં અને ખેડૂત મન મૂકીને ખેતી કરવા લાગ્યા. ખેડૂતાનાં દુખા દૂર કરવા માટે મહારાજ અનેક રસ્તા લઈ રહ્યા હતા અને શિવાજી મહારાજ ખેડૂત વર્ગના ઉદ્ઘાર કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે એની ખેડૂતાને જાણ થઈ હતી, તેથી ખેડૂતો મહારાજતે પોતાના રક્ષક માનવા લાગ્યા. અનેક રીતે ખેડૂતાની સેવા કરી મહારાજે માવળાઓનાં મન હરણ કરી લીધાં હતાં. મહારાજની વ્યવસ્થા અને કારભારને લીધે ખેડૂત વર્ગો સુખી થયા હતા અને શિવાજી મહારાજ ખેડૂતાના રક્ષક છે, વાલી છે, ખેડૂતાને બચાવવા માટે પ્રભુએ એમને અવતાર આપ્યા છે એવી માન્યતા ખેડૂતામાં ફેલાઈ હતી. દુખ અને અન્યાયની ધાણીમાં પિલાતા હિંદુ ખેડૂતાના કાઈ ખેલી તે વખતે ન હતા. એમને ધણીધારી થવા કાઈ તૈયાર ન હતા. અનાજ પકવી જગતને જીવાડનાર ખેડૂતે સત્તાનાં શસ્ત્ર નીચે રહેંસાઈ રહ્યા હતા, કચડાઈ રહ્યા હતા, એવે વખતે ડૂબતાના હાથમાં તુંબડું આવે એવી સ્થિતિ ખેડૂતાની થઈ. શિવાજી મહારાજે હિંદુઓને હાથ આપ્યા, એમને માટે અનેક સેકટા વેઠવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com