________________
પ્રકરણ ૮ સું]
છે. શિવાજી ચરિત્ર
૧૨૧
ખાસ જરૂરિયાત મહારાજે જાણી હતી અને તેને વિચાર પણુએ કર્યાંજ કરતા હતા. નીલકંઠરાવ નાયકની સાથેના ધરાત્રે મહારાજ નજર સામે રાખી રહ્યા હતા. જૂના ધરાબાના માણુસા સાથે વેર બાંધવું અથવા કડવાશ કરવી એ મહારાજને ગમ્યું નહિ. ત્રણે ભાઈ એમાં કુસંપ અને ઝધડા ચાલુ હતા એની બધી ખાતમી મહારાજને મળતી હતી. કિલ્લા ઉપર જે લશ્કર હતું, તે આ ભાઈ એના માંહેામાંહેના કુસ'પથી કાયર થઈ ગયું હતું. આખરે શિવાજી મહારાજને વચ્ચે નાખીને નિકાલ કરવા આ ભાઈ આને સલાહ મળી, એટલે એમણે શિવાજી મહારાજને વચ્ચે પડી તકરારના અંત લાવવા વિનંતિ કરી. શિવાજી મહારાજ ત્યાં ગયા. સ્થિતિ જોઈ, હકીકત જાણી, કિલ્લા ઉપરના લશ્કરી અમલદારાના વિચાર। પણ સાંભળ્યા. લશ્કરના માણસને લાગ્યું કે આવા કુસપના મમલમાં કુટાવા કરતાં જે કિલ્લા શિવાજી મહારાજ જેવા સમના હાથમાં જાય તેા તે લશ્કરને વધારે લાભદાયક નીવડે. આ ભાઈ એના ઝઘડા પતાવવા માટે શિવાજી મહારાજ પુરફ઼રગઢ ઉપર રહ્યા. એમણે ત્રણે ભાઈ એને સમજાવવાના ધૃણા પ્રયત્ન કર્યાં. ત્રણે જણ પોતપોતાની માગણીએમાં મક્કમ અને મજબૂત હતા. છૂટછાટ કરવા માટે કાઈ તૈયાર ન હતું. મહારાજને લાગ્યું કે હવે કઈ રીતે આ પતાવટ થાય એમ નથી. માંહેામાંહે લડીને આ કુટુંબ ખરાબ થવાનું છે અને આ ભાઈ એના કુસ'પતા લાભ લઈ કાઈ ત્રીજો ઝધડામાં હાથ ઘાલી કિલ્લા પચાવી પડશે. આથી શિવાજી મહારાજે ત્રણે ભાઈ એને કેદ કર્યાં. કિલ્લા ઉપરનું લશ્કર તે મહારાજને માટે રાજી હતું જ એટલે મહારાજે કિલ્લા સહેલાઇથી સર કર્યાં. આ સંબંધમાં જુદા જુદા લેખા જુદી જુદી વાતા લખે છે, પણ મુદ્દાની વાત બધા લેખકાની મળતી આવે છે કેઃ—તકરારનું મૂળ જે પુરંદર કિલ્લો તે શિવાજી મહારાજે પોતાને માટે રાખી લીધા અને ત્રણે ભાઈ એને સાષ થાય એવી રીતે તેમને જમીન વગેરે આપી પતાવટ કરી. કિલ્લાની તળેટીએ મેદાનની જમીન તથા પુરંદર ગામની આસપાસની જમીન તથા રહેવા માટે એક સુંદર મકાન એટલું પિલાજીને આપવામાં આવ્યું. શકરાજી નીલકંઠ નાયકને ઉંટ, હાથીખાનું અને તેાપખાનાના ઉપરીની જગ્યા આપવામાં આવી અને નિળાપથને પણ શિવાજીએ પાતાની નેકરીમાં રાખી લીધા. આવી રીતે પુરંદરના બહુ નામીચા કિલ્લા ઈ. સ. ૧૬૪૮ માં શિવાજી મહારાજના હાથમાં આવ્યા. તારણા અને રાજગઢ કિલ્લાઓની કિલ્લેબંધી બરાબર મજબૂત કરાવનાર અને કિલ્લાના કામમાં પાવરધા મારાપત પિંગળેતે શિવાજી મહારાજે પુરંદરના કિલ્લાને કિલ્લેદાર નીમ્યા.
.
પુરંદર કિલ્લાના સંબંધમાં ન્યાયમૂર્તિ રાનડે · મરાઠા રાજ્યના ઉદય ' ( Rise of the Maratha Power ) નામના અંગ્રેજી પુસ્તકમાં ૯૧ મે પાને નીચે પ્રમાણે લખે છેઃ— શિવાજીએ ત્રણે ભાઈ આને કેદ કરીને કિલ્લા કબજે કર્યાં. શિવાજીના આ કૃત્યને મી. ગ્રાન્ટ ડફ દગલબાજી ગણે છે. શિવાજીના આ કૃત્યને એ દગલબાજી ગણે છે પણ તેની સાથે એ પણ એટલું તેા કબુલ કરે છે કે એ ત્રણે ભાઈ એને શિવાજી તરફથી ઈનામમાં ગામા મળ્યાં હતાં અને એ શિવાજીની તાકરીમાં ઉંચે હ ્ ચઢ્યા હતા. મહારાષ્ટ્રના જૂના નેાંધ લેનારા જણાવે છે કે કિલ્લાના લશ્કરમાં એક બહુ મજબૂત પક્ષ હતા કે જે આ ભાઈ એના માંહેામાંહેના ઝગડાને લીધે આ કિલ્લા શિવાજીના હાથમાં મુકવાની તરફેણમાં હતા. ત્રણ ભાઈ એમાંથી એ ભાઈ એ તે શિવાજીના ખજામાં કિલ્લા ગયા એ નિકાલની તરફેણમાં હતા. આ બધી બાબતેનેા વિચાર કરીએ તેા શિવાજી ઉપરના આક્ષેપેા લૂલા માલમ પડે છે. ઉપરની બધી ખીનાએ ધ્યાનમાં લેતાં એમ જ લાગે છે કે શિવાજીના આ કૃત્યમાં મુત્સદ્દીપણું હતું અને તેમાં કિલ્લાના લશ્કરની મરજી હતી. ' પુરંદરના કિલ્લા લીધા પછી શિવાજી મહારાજે માણુકાજી દેશમુખને વિસાપુરના કિલ્લા જીતવા માટે મોકલ્યા. આ કિલ્લો તે વખતે સીદી હિલાલ નામના એક હબસી સરદારના તાબામાં હતા. આ હબસી સિંહાજીના માનીતા માણુસ હતા. આ દુખસી સરદાર લેાહગઢ ઉપર રહીને, અંદર, નાણે, અને પવન એ ત્રણ માવળ મુલકના બંદોબસ્ત રાખતા ( મ. રિ. પાનું ૧૯૩ ).
16
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com