________________
૧૦૨ છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૭ મું જુલમથી તેમને કચરી હિંદુ સ્ત્રીઓનું શિયળ લૂંટવામાં પણ બાકી નથી રાખી, તેથી તેને જડમૂળથી ઉખેડવ્યા સિવાય હિંદુત્વનું રક્ષણ થવાનું નથી, પિડાતી પ્રજા સુખી થવાની નથી, ખેડૂતોનાં દુઃખ દૂર થવાનાં નથી, તેથી એ સત્તાને જમીનદોસ્ત કરવાનો પિતાનો નિશ્ચય શિવાજી મહારાજાએ પોતાને બચપણના ગાઠિયા અને હવે જેમને જાગીરની ચાકરીમાં જોડવામાં આવ્યા તે તાનાજી માલુસરે, યેસાજી કંક, અને બાજી પાસલકરને કહી સંભળાવ્યું. આ બાબતમાં એમની સાથે ખુલાસાથી વિવેચન કરી, એમના વિચાર જાણી લીધા. આ ત્રણે બાવળા વીર મહારાજના વિચારને પૂરેપુરા મળતા થયા અને નક્કી કરેલો નિશ્ચય પાર પાડવા માટે ત્રણે જણે પિતાના પંચપ્રાણને કબજો મહારાજને સ્વાધીન કર્યો. આ ત્રણે વીર આખર સુધી મહારાજને પૂર્ણ વફાદાર રહ્યા હતા. જામેલી સત્તા ઉપર હાથ નાખવાનું કે કરતાં પહેલાં મહારાષ્ટ્રની ભૂગોળથી વાકેફ થવાનું કામ હાથ ધરવામાં આવ્યું. સાથે સાથે માવળ લેકમાં કેટલું પાણી છે તે માપી જવાનું તથા એમનામાંને હિંદુત્વનો અગ્નિ તદન બુઝાઈ ગયો છે કે ચિણગારીઓ હજી રાખ નીચે દટાયેલી છે તે જાણી લેવાનું કામ પણ કરવાનું ઠરાવ્યું. શિવાજી મહારાજ અને આ ત્રણ માવળા વીરો અને બીજા સાથીઓએ મળીને આખે મહારાષ્ટ્ર દેશ ખૂંદી નાખ્યો. પહાડ, પર્વત, ખીણો, ખાડા, કડાકાતર, ડુંગર ટેકરા, ઝાડી જંગલ, કેટકિલ્લા, વાટ રસ્તા, વગેરેથી પૂરેપુરા વાકેફ થયા. જ્યાં જ્યાં ફર્યા ત્યાં ત્યાંના મુખ્ય માણસને બોલાવી, તેમની સાથે મીઠાશથી વાત કરી, તેમાંના કેટલાકને સાથે રાખી આજુબાજુના ગાળાઓમાં એ ફરતા અને જુદા જુદા ભાગનાં લેકાને ભેગા કરી, તેમની સાથે સુખદુખની વાત કરી તેમને ચાહ મેળવતા તથા આગેવાનોને સ્નેહ સાધતા. કિલ્લાઓની ગુપ્ત વાતોથી વાકેફ થયા, ડુંગરેનાં પિલાણ જોઈ લીધાં, ભોંયરાઓના વિકટ રસ્તા જાણી લીધા.
શિવાજી મહારાજના આ પ્રથમ પ્રવાસના સંબંધમાં શ્રી કેળસ્કર લખે છે –“પિતાના સમાગમમાં આવતી વ્યકિતને સ્નેહથી વશ કરી લેવાની કળામાં મહારાજ સિદ્ધહસ્ત હતા. ગમે તેવા મનુષ્ય હેય તે પણ તે મહારાજ સાથે થોડો સમય વાતચીત કરતાં જ તેમના પર મેહ પામી જ. એ અપ્રતિમ કળા એમણે નાનપણથી જ સાધ્ય કરેલી હોવાથી મુખ્યતઃ અંગિક્ત કાર્યમાં તેમને ઉજવલ યશ પ્રાપ્ત થયો હ. મહારાજ પિતાના તાબાના પ્રત્યેક મનુષ્ય સાથે અતિ પ્રેમપૂર્વક મધુર સંભાષણ કરતા હત પિતાની સાથે સમાગમમાં આવનાર મનુષ્ય સાથે વર્તન કરતી વખતે આપણે શ્રેષ્ઠ અને તે કનિષ્ઠ એવા સહેજ પણ આભાસ થાય નહિ, એની તેઓ સદા સાવચેતી રાખતા હતા. તેમના ઉપર કંઈક સંકટ અથવા વિધ આવતાં જ તેઓ અતિ સ્નેહપૂર્વક પિતાથી બની શકે તેટલી સહાય કરવાને સદા તત્પર થતા. પિતાના તાબાનાં મનુષ્યને પૈસાની અડચણ પડતી તે વખતે તેમને મદદ કરવામાં પણ પાછા હતા નહિ.”
પિતાના વર્તન અને વિવેકથી મહારાજે પ્રથમ પ્રવાસમાં જ પિતા તરફ પ્રજાની ચાહ મેળવ્યો હતો ... અને પ્રજાપ્રિય થયા હતા.
૩. બાર માવળને કબજો, બિજાપુર જઈ સિંહાજી મહારાજને જાગીરનો હિસાબ આપી પૂના માટે પાછા ફરતાં સિંહાજી મહારાજની આજ્ઞાથી દાદાજી કેનદેવ શિવાજી મહારાજ અને જીજાબાઈને પૂને લઈ આવ્યા. પિતાના માલીકની જાગીરનો મુલક વધારવા માટે દાદાજી વિચાર કરી જ રહ્યા હતા. માલીકના મુલકમાં વધારે કર્યા સિવાય બેસી રહેવું એ એને ઠીક ન લાગ્યું. ઘણું દિવસથી એમની ઈચ્છા પૂનાના બાર માવળા તાબે કરી તેમને જાગીરના મુલકે સાથે જોડી દેવાની હતી. આ સંબંધમાં દાદાજીએ જુદી જુદી દૃષ્ટિથી વિચાર કર્યો અને બિજાપુરથી પાછા ફર્યા પછી આ બાર માવળો કબજે કરવાનું કામ હાથ ધર્યું. દાદાજી કાંઈ સાધારણ માણસ નહતો. એ પાકે મુત્સદ્દી હતા. મનમાં ધાર્યા મુજબ બધી તૈયારીઓ કરી દાદાજીએ પિતાને મેર બાર માવળ તરફ માંડ્યો. માવળના જે દેશમુખ તાબે થયા તેમની સલામી સિંહાજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com