________________
૧૦૦
છે. શિવાજી ચરિત્ર
પ્રકરણ ૬ . અણી વખતે સહેજમાં ગૂંચવાઈ જવાનો ભય રહે અને વળી એ જ્ઞાનને અભાવે થપ્પડ પણ ખાઈ બેસે એ વાત મહારાજ બરાબર સમજતા હતા. આ બધી બાબતે ધ્યાનમાં લઈ કઈ પણ જાતની ધમાલ કર્યા સિવાય એમણે મહારાષ્ટ્રમાં ફરી પૂરેપુરા વાકેફ થવાનું કામ હાથ ધર્યું. એક કામમાં બીજું પણ મહત્ત્વનું કામ સાધી લેવાને મહારાજે વિચાર કર્યો. જ્યારે મહારાષ્ટ્રમાં એ કરે ત્યારે લોકોના સમાગમમાં આવી એમનામાં દટાઈ રહેલે જુસ્સો પાછા જાગૃત કરવો. એમને એમની સ્થિતિ સમજાવવી અને એમને આત્મભાનનું ભાન કરાવવું. આ બધાં કામ સાથેસાથે થઈ શકે એમ હતાં એટલે મહારાજે પિતાને કાર્યક્રમ નક્કી કરી તે પાર ઉતારવા કમ્મર કસી. પિતાની જાગીરનો બધો મુલક જાતે જવાના બહાના હેઠળ શિવાજી મહારાજે મહારાષ્ટ્રમાં ફરવા નીકળવાની તૈયારી કરી.
મહારાષ્ટ્રના ઇતિહાસમાં જેમના નામનાં દુંદુભિ વાગી રહ્યાં છે, જેમની મદદથી જ શિવાજી મહારાજ દેશમાં દિગ્વિજય મેળવી શક્યા, શિવાજી મહારાજે પોતે જેમને પિતાના જમણા હાથ તરીકે માન્યા હતા તે મૂસે ગામના દેશમુખ બાજી પાસલકર, સહ્યાદ્રિના નાના જમીનદારના છોકરા યેસાજી કંક અને કંકણના ઉમરાઠે ગામના મુખી તાનાજી માલસરેની પોતાની જાગીરની નોકરીમાં શિવાજી મહારાજે નિમણૂક કરી. આ વખતે મહારાજની ઉમ્મર આસરે ૧૩ વરસની હતી (ચિટણીસ-૩૦ ). મહારાજે વિચારપૂર્વક નક્કી કરેલી યોજના ફત્તેહમંદ ઉતારવામાં આ ત્રણે યોદ્ધાએ ભારે મદદરૂપ નીવડ્યા હતા. એમની મદદથી જ શિવાજી મહારાજે જામી ગયેલી મુસલમાન સત્તા સામે ઝંડે ઊભો કર્યો હતે.
પ્રકરણ ૭ મું ૧ માવળ માંસ અને માવળાઓનું પીછાન, | ૫ દાદાજી રસપ્રભુ, ૨ અને પહોંચ્યા પછી.
કરેહડેશ્વરમાં સભા-વરાજ્ય સ્થાપવાનો નિયમ ૨ બાર માવળને કબને.
૬ દેશદ્રોહ ૭ બિજાપુર બાદશાહ મહમદ આદિલશાહ
૧. માવળ પ્રાન્ત અને માવળાઓનું પિછાન. માવળમાન્ત અને માવળાઓના પિછાન સિવાય મહારાષ્ટ્રનો ઇતિહાસ અને શિવાજી મહારાજનું
જીવનચરિત્ર પૂરેપુરું સમજી શકાય તેમ નથી. માવળ પ્રાન્તની મહત્તા અને માવળાએનાં પરાક્રમ જાણ્યા સિવાય શિવાજી મહારાજના જીવનવૃત્તાન્તને સમજી શકવું અશક્ય છે.
બ્રાહ્મણ રાજ્યના પ્રશ્ચિમ તરફના મુલકને માવળ પ્રાન્ત કહેવામાં આવે છે. પશ્ચિમ દિશાને મરાઠીમાં માવઠા કહેવામાં આવે છે. માત્ર એટલે આથમવું તેથી જે દિશામાં સૂર્ય આથમે છે તે દિશાને આવતી વિશા એમ મરાઠી ભાષામાં બોલાય છે તે ઉપરથી જે મુલક માવતી વિર માં આવ્યું તેને માવળ પ્રાન્ત કહે છે અને તે પ્રાન્તમાં વસનારાઓને માવળા કહેવામાં આવે છે.
શિવાજીના જમાનામાં પૂનાના બાર માવળનાં નામ આ પ્રમાણે હતાં –(૧) હેડર (૨) વેલવંડ (૩) મુસખેરે (૪) મૂઠે (૫) જેર (૬) કાનદ (૭) શિવથર (૮) મુરુમ (૯) પૌડ (૧૦) ગૂજણ (૧૧) ભેર અને (૧૨) પવન
ગુજરના ૧૨ માવળમાંના કેટલાકનાં નામ આ પ્રમાણે હતાં–(૧) શિવનેર (૨) ભીમનેર () શાનેર (૪) પારનેર (૫) જામનેર વગેરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com