________________
પ્રકરણ ૬ ઠ્ઠ 3
છે. શિવાજી ચરિત્ર રાજમાં જીજાબાઈએ ગળથૂથીમાંથી જ પાયો હતો. રહેંસાતી પ્રજાને જુલમમાંથી છોડાવવાને ક્ષત્રિયને ધર્મ છે, એ ઉપદેશ શિવાજી મહારાજને માતા જીજાબાઈ પાસેથી બહુ નાની ઉંમરમાં મળે હમ, પ્રજા ઉપર થતા જુલમે સાંભળીને અને જોઈને શિવાજી મહારાજના કુમળા હૃદય ઉપર બહુ ઊંડી અસર થઈ હતી. જીમી સત્તાને તેડવાના વિચારીએ તો એમના હૃદયમાં ક્યારનાંયે મૂળ ઘાલ્યાં હતાં. પ્રજા કલ્યાણ માટે સ્વતંત્ર સત્તા સ્થાપવાના વિચારો મહારાજના મગજમાં પેદા થઈ ચૂક્યા હતા. જે મહત્ત્વની બીના ઉપર આપણે નજર કરવાની છે તે શિવાજી મહારાજે પોતાને માટે નક્કી કરેલી રાજમુદ્રા છે. શિવાજી મહારાજના મગજમાં જે વિચારો બચપણમાંથી ઘોળાઈ રહ્યા હતા તે આ રાજમુદ્રાના શબ્દ શબ્દમાં દેખા દઈ રહ્યા હતા. જે રાજમુદ્રા શિવાજી મહારાજે ઘડી હતી તે નીચે પ્રમાણે છે
"प्रतिपच्चंद्र रेखेव वर्धिष्णु विश्ववंदिता ।। શા સૂનોઃ શિવા મુદ્દા મા કરે છે” (શિવ રિઝ પ્રવી) પાનું ર૯૨.
“શાહજીના પુત્ર શિવાજીની આ મુદ્રા છે. આ મુદ્રા લોક કલ્યાણાર્થે (અ) શમે છે. (શુકલ પક્ષની ) ચંદ્ર રેખા જેવી રીતે (રાજ રાજ ) વિકાસ પામે છે તેવી રીતે આ મુદ્રા (એટલે રાજમુદ્રાની સત્તા અથવા મરાઠી રાજ્ય ) વિકાસ પામશે અને ચંદ્રરેખા જેવી રીતે લેકપૂજાને પાત્ર થાય છે, તેવી રીતે આ મુદ્રા પણ સર્વમાન્ય થશે.”
આ સુંદર મુદ્રા શિવાજી મહારાજ ક્યારથી વાપરવા લાગ્યા તે પ્રશ્ન પૂછવાનું વાચકને સહજ મન થાય. શિવાજી મહારાજના વખતના બનાવો અને મહત્ત્વની બીનાઓના સંબંધમાં જૂનાં દફતરોની અને છૂટાછવાયા કાગળોની શોધખોળ કરવામાં આવી હતી. એ શોધખેાળને પરિણામે પ્રસિદ્ધ ઇતિહાસકાર છે. રાજવાડેએ કેટલાંક પુસ્તક પ્રકટ કર્યો છે. આ સુંદર અને કુર્તિદાયક પવિત્ર મુદ્રા માથે ધારણ કરનારો પત્ર જાના કાગળિયાના દફતરોમાંથી પ્રો. રાજવાડેએ શોધી કાઢયો છે અને તે પત્ર “મા
જ દારા શૌને હદ ૧૫”માં ૪૭૧ મા પાને પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ પત્રમાંની મુસલમાની તારીખ વગેરે ધ્યાનમાં લેતાં એટલું તે ખાત્રીથી કહી શકાય કે આ પત્ર શક ૧૫૬૧ એટલે ઈ. સ. ૧૯૩૯ માં લખાએલે છે. જડેલા પત્રમાં જૂનામાં જૂનો આ પત્ર મનાય અને તેની સાલ જોતાં તે વખતે શિવાજી મહારાજની ઉંમર બાર વર્ષની હતી. આ મુદ્દાની મતલબ બાળ શિવાજીના મનનું વલણ બતાવે છે. લોકકલ્યાણ માટે સત્તા સ્થાપવાના વિચારે શિવાજી મહારાજના અંતઃકરણમાં, એમની ઉંમર આશરે ૧૨ વર્ષની હતી તે પહેલાં જ જન્મ લીધા હતા. શિવાજી મહારાજની મહત્તા સાંખી નહિ શકનારા ટીકાકારની અને શિવાજી મહારાજના જીવનને બની શકે તેટલી ઝાંખપ લગાડનાર લેખકેની આંખમાં આ રાજમુદ્રા સુંદર અંજન આંજી શકશે.
"It is however, extremly doubtful if at this time (in the beginning of his life that is from his childhood ) he conceived any general design of freeing his brother Hindus from the insults and outrages to which they were often subjected to by the dominant Moslem population.”
ઉપરનું વાક્ય શિવાજી મહારાજ માટે લખનાર ઇતિહાસકારને આ રાજમુદ્રા સીધો, સરળ અને ચોખે જવાબ આપે છે. ફળદ્રુપ ભેજાના ટીકાકારોને કોઈ દિવસ દલીલેને દુકાળ નથી . ગમે તેવી સચોટ દલીલ, દાખલા અને આધાર ટાંકવામાં આવે તે પણ પોતાના જાહેર કરેલા વિચારમાં જેમને ફેરફાર કરવો જ નથી, અથવા તે પિતાના લખાણ વિરુદ્ધની દલીલે માટે કાને દાટા જ દેવા છે, તેવાઓની આગળ તે શ્રી હરિ પોતે હારીને હાથ હેઠા મૂકે છે. પણ કેવળ પ્રમાણિકપણે જેમની
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com