________________
છે. શિવાજી ચરિત્ર ૩ માદીકરાના મનસુબેા.
શિવાજી રાજાને ગમે તે પ્રકારે સમજાવવાની જોખમદારી પતિએ પેાતાને શિર નાંખી હતી. તે જોખમદારીને ધ્યાનમાં લઈ જીજાબાઈ એ શિવાજી રાજાને સમજાવવાના પ્રયત્ન કરવા માંડ્યો. જીજાબાઈ પોતે તે જાણતાં હતાં કે યવનસત્તા માટે દ્વેષ અને તિરસ્કાર શિવાજી રાજાની નસેનસમાં ભરાયા છે અને તેને સમજાવવા એ કઠણ કામ હતું છતાં પતિની આજ્ઞાનુસાર શિવાજી રાજાને ઉપદેશ કરવાનું જીજાબાઈ એ નક્કી કર્યું અને તેમને ખેાલાવી કહ્યું:— શિવબા ! હવે તે તું કાંઈ નાના નથી. તારે સ્થિતિ અને સંજોગા સમજવા જોઈએ. તારા પિતાને તારા કૃત્યોથી કેટલું બધું દુખ થાય છે તેને તું જરા પણુ વિચાર જ કરતા નથી એ સારૂં કહેવાય ? તારા આવા ગુસ્સે થવાના સ્વભાવથી અને તામસ વૃત્તિથી તેં તારા પિતાને બહુ દુખી કર્યા છે. પિતાને રાજી રાખવામાં જ તારું કલ્યાણુ છે, એ મારે તને હવે તારી આ ઉંમરમાં કહેવાનું ન હોય. તારા પિતાએ તારે માટે ધનસપત્તિ, જમીનજાગીર વગેરે મેળવી રાખ્યાં છે તે બધાનું તારા આવા વર્તનથી પિપળામૂળ થઈ જશે એવા તારા પિતાના દિલમાં વસવસા છે તે તું કાઢી નાખ. પિતાએ જે મેળવ્યું હોય તેનું રક્ષણ કરવાનું કામ તેા પુત્રનું છે એ શું તારા જેવા ડાહ્યો દીકરો ન સમજે? તારા પિતાને માથે જવાબદારીના જે ભાર બાદશાહતે મૂક્યા છે તેમાં ભાગીદાર બની પિતાને મદદરૂપ ખનવાની તારામાં શક્તિ છે પણ તું તારા સ્વભાવ યવનેની ખાબતમાં જરા સાત્વિક બનાવ. તારા પિતા મુસલમાની સત્તાને અધીન છે એ વાત તું ભૂલી જાય છે. તારા ઉદ્ધત વર્તનથી મુસલમાની સત્તા તારા પિતાની પજવણી કરશે તેને તને ખ્યાલ કેમ નથી આવતા ? મુસલમાની સત્તાની સામે તું જે વન ચલાવી રહ્યો છે તેથી તેા તારા પિતાએ બહુ મુસીબતેા વેઠીને મેળવેલાં જમીન જાગીર, ધનમાલ સર્વ ભારે જોખમમાં આવી પડશે એવા તારા પિતાને ભય રહે છે. પિતાને ચિત્તામુક્ત કરવા જેટલા તા તું મેટા થયા છે પણ ચિંતા દૂર કરવાને બદલે તું તે! એમના અંતઃકરણમાં ચિંતા ઊભી કરી રહ્યો છે એમ એમને લાગ્યાં જ કરે છે. મુસલમાન સત્તાધવનસત્તા સામેનાં તારાં મૃત્યા એ કેવળ અવિચારી છે. ધેલછા છે એવું તારા પિતા માને છે. તારા પિતાની લાગણીઓ સતાષવા તારે તારા વનમાં ફેરફાર કરવા જોઈ એ. શિવબા ! તારા વનથી તારા પિતા બહુ દુખી થઈ રહ્યા છે તેના તું વિચાર કર, ઉતાવળા ન થા.
૯૨
[ પ્રકરણ ૬
શિવાજી મહારાજ માતા જીજાબાઈના શબ્દો બહુ ગંભીર ખનીને સાંભળી રહ્યા હતા. માં ઉપર ગ્લાનિ છવાઈ રહી હતી. માતા પણ ચિંતાતુર દેખાતી હતી. માતાએ એક ઊંડા નિસાસા મૂકી પેાતાનું ખેલવું બંધ કર્યું. માતાને બહુ દિલગીર દેખી શિવમાએ કહ્યું:—“ માતા ! તમારા શબ્દો તો હું માથે ચડાવતા જ આવ્યે છું. તમે જે જે કહ્યું તે તમારે ખાતર કરવા મારી ના નથી પણ યવનસત્તાને સવાલ આવે છે ત્યારે મારી મનેવૃત્તિને હું માલીક જ મટી જાઉં છું. માતા ! તમારી આગળ દિલ ખાલીને વાત કરી લઉં છું. મને ક્ષમા કરો. યવન બાદશાહને કુર્નિશ કરવી, યવન અમલદારાને બહુ નીચા નમીને મુજરા કરવા, યવન અમલદારાને લળી લળાને પગે લાગવું, મુસલમાન અધિકારીઓનાં ખેાટાં વખાણ કરવાં, યવન સત્તાધારીઓની ખુશામત કરવી એ વાતા મારાથી થતી નથી એટલું જ નહિ પણ બીજા હિંદુ કરે છે તે પણ મને તેા અસહ્ય લાગે છે. આવા સંજોગામાં મારાથી એ નમનતા-ખુશામત થઈ શકે એમ જ નથી. માતા ! હિંદુત્વને હાનિ પહેાંચે, હિંદુત્વને ઝાંખપ લાગે, હિંદુત્વને કલંક લાગે એવું વન મારે હાથે કાપ નિહ થાય. હું આ બાબતમાં કેવળ લાચાર બની ગયો છું. હિંદુત્વ નષ્ટ કરનારાં સ્ત્યો સાચા હિંદુથી સહન કેમ થાય એના જ હું વિચાર કરી રહ્યો છું. ગાવધ જેવાં નિંદ્ય કાર્યા યવન અમલમાં છડેચોક થાય એ મારાથી નથી સહન થતું. એવે વખતે મારી જાત ઉપર કાથુ રાખવાના હું પ્રયત્ન કરું છું, પણ કાણુ જાણે એવા બનાવા બને છે ત્યારે મને એટલું બધું લાગી આવે છે કે હું મારી જાતને જ ભૂલી જાઉં છું. મને તે લાગે છે કે આવા બનાવા જ્યારે જ્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com