________________
છે. શિવાજી ચરિત્ર વારંવાર શિવાજી રાજાને પાસે બોલાવી, એમની મશ્કરી કરતા અને એમને મેઢેથી વાત સાંભળતા અને શિવાજી રાજાની હોશિયારીનાં વખાણ કરતા. બાદશાહ જ્યારે જ્યારે એમના જવાબથી ખૂશ થતા ત્યારે ત્યારે વસ્ત્રો, અલંકાર, વગેરે એમને આપતા.
એક દિવસે બાદશાહ ખૂશ મિજાજમાં હતા, ત્યારે તેમણે સિંહાજીને પૂછયું કે શિવાજી રાજાનું લગ્ન ક્યારે કરે છે? સિંહાજી જરા ખમચાયા અને જવાબ આપ્યો કે એનું લગ્ન તે ગઈ સાલ પૂના મુકામે થઈ ગયું. બાદશાહ વિસ્મય પામ્યો અને કહ્યું કે તમારા દીકરાના લગ્નમાં તમે તે ગયા નહતા. સિંહાજીએ જવાબ આપ્યો “હું બાદશાહતની સેવામાંથી છૂટે થઈ શકે એમ ન હતું એટલે હું ન ગયે. લગ્ન સમારંભમાં મારી હાજરીથી જે કામ મને બાદશાહ સલામતે સંપ્યું હતું તેમાં ખામી આવવાને સંભવ હતો. મારા દીકરાના લગ્ન સમારંભ કરતાં બાદશાહતની સલામતી અને આબાદી મને વધારે મહત્વની લાગે છે.” બાદશાહને આ સાંભળી આનંદ થયે પણ મનમાંનો હર્ષ સહજ દાબીને બેલ્યો
' હાજર નહિ. તમે હાજર નહિ. અને શિવાજી રાજાનું લગ્ન થાય એ શું ? તે નહિ ચાલે. એમને લગ્ન તે અહીં જ થવું જોઈએ.” શિવાજી રાજાનું બીજું લગ્ન બીજાપુરમાં કરવાને બાદશાહે સિંહાને બહુ આગ્રહ કર્યો. શિવાજી રાજાનું બીજું લગ્ન બિજાપુર મુકામે એક મરાઠા સરદારની કન્યા સાયરાબાઈ જેડે સિંહાજીએ બહુ ધામધુમથી કર્યું.
બિજાપુરમાં પિતા પાસે રહીને શિવાજી રાજા બિજાપુર દરબારનું અવલોકન બહુ ઝીણવટથી કરતા હતા. દરબારને રંગ રાગ પણ બહુ ધ્યાન પૂર્વક જોતા. પિતાને રાજદ્વારી ગૂંચો પૂછતા અને ચર્ચા કરી અનુભવ મેળવતા. આવી રીતે બિજાપુરમાં પિતાના પગ પાસે બેસીને શિવાજી રાજ એમની જિંદગીમાં ઉપયોગી થઈ પડ્યા એવા ઘણા પાઠ શિખ્યા. જે જે નવી અને અટપટી અથવા અઘરી બાબત શિવાજીને લાગતી તેને ખુલાસે પિતા પાસેથી મળ્યા પછી પણ શિવાજી રાજા એના ઉપર ખૂબ વિચાર કરતા અને હદયમાં તે ઉતારતા. એમની બુદ્ધિ બહુ તીણું હેવાથી શિવાજી રાજા અઘરી બાબતે પણ સહેલાઈથી સમજી જતા અને એવી વાતનું ખરું રહસ્ય યાદ રાખતા. પુત્રનો ઉમંગ અને ઉત્સાહ જોઈ તેમની નવી નવી બાબતે જાણવાની ધગશ જોઈ, સિંહજીને સુખ થતું, પણ પિતા પુત્રને આ સહવાસ ઝાઝા દિવસ ન ટકે.
એક દિવસે શિવાજી રાજા બીજાપુર શહેરમાં એક રસ્તા ઉપર થઈને જતા હતા, ત્યાં એક ખાટકી ગાયને મારતો હતો, તે શિવાજી રાજાને નજરે પડયું. આ લેહી ઉકાળનારો દેખાવ દેખીને શિવાજી રાજા ખાટકી ઉપર ધસી ગયા અને એને ખૂબ માર મારીને એના કબજામાંથી ગાયને છોડાવી. આ બનાવથી કસાઈએ બહુ નારાજ થયા, ઉશ્કેરાયા અને શિવાજી રાજાની વિરુદ્ધ બહુ બૂમ પાડી પણ એમનું કંઈ ફાવ્યું નહિ.
ગોવધબંધી માટે તથા ગેમાં વેચાણ માટે બિજાપુર બાદશાહે ફરમાન તે બહાર પાડયું પણ તેનો અમલ મસલમાન પ્રજા પૂરેપુરે કરતી ન હતી. મુસલમાની બાદશાહતમાં આવું ફરમાન થાય તે તેને અભરાઈએ ચડાવવાની વૃત્તિ પણ ઘણું મુસલમાનોને થાય. બીજું મુસલમાન પ્રજાએ અનુભવથી એ પણ જાણ્યું હતું કે ફરમાનના ફરફરિયાથી જ ખુશ થઈ વખત આવે મુસલમાન બાદશાહતની મજબૂતી માટે ગરદન કપાવવા હજારો હિંદુ તૈયાર થાય એવી મનોદશા હિંદુઓની હોય છે. હિંદુઓ તે કાગળ ઉપરના ફરમાનેથી પણ સંતોષ પામનારા છે, એવી મુસલમાનોની માન્યતા હતી, એટલે ફરમાનોને ભંગ પણ થતો. એ ફરમાન બહાર પડ્યા પછી થોડે દિવસે એક કસાઈ એ જાહેરમાં ગાય મારવાની તૈયારી કરી. લેકેનું ટોળું ભેગું મળ્યું. હિંદુઓએ કસાઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ પ્રસંગે કાલાવાલા કરી સામા માણસને સમજાવવાની હિંદુઓમાં પેઢી ઉતાર ચાલી આવતી તરતી દેખાતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com