________________
પ્રકરણ ૫ મું ]
છે. શિવાજી ચરિત્ર
७७
અખરામાં કર્યાં છે. ગાયન, વાદન, પુરાણુ વાંચન, સંસ્કૃત, ધર્મશાસ્ત્ર, રાજનીતિ એ વિષયા શિવાજીને શિખવવામાં આવ્યા હતા તેનાં વિગતવાર વર્ણના બખરામાં આપવામાં આવ્યાં છે (મ. રિ. ૧૬૩૪–૧૪). જીજાબાઈ જેવી મહત્ત્વાકાંક્ષી સ્ત્રી જેતે જાતે લખતાં વાંચતાં આવડતું એવી માતાને હાથે જેનું જીવન ઘડાયું તે માતા પોતાના પ્યારા પુત્રને નિરક્ષર રાખે એ વાત મનાય એવી જ નથી. તે જમાને પ્રેફેસરપણું ગજાવવાને કે નિબંધ લખી તેટલાથી જ પાતે પેાતાને ભારે ડાહ્યા માની લેવાનેા નહતા એટલે શિવાજી પ્રેફેસર નહાતા થયે। અથવા તેા શિવાજીએ એકાદ સારા નિબંધ લખી ઈનામ નહેતું મેળવ્યું એ વાત અમને કન્નુલ છે પણ તેથી એ નિરક્ષર હતા, અભણુ હતા, એમ શિવાજી માટે ગમે તે ઈરાદાથી પેાતાનેા અભિપ્રાય ઢાકી બેસાડનારાઓની સાથે અમે મળતા નથી થઈ શકતા તે માટે દિલગીર છીએ. આ સંબંધમાં વિગતવાર હકીકત માટે રાજવાડે કૃત ખડ ૪ પૃ. ૭૪. ગુ. કેલકર પા. ૧૪ તથા પા. ૭૪ જોઈ લેવું.
દાદાજી ક્રાન્ડદેવનું જ્ઞાન જમીન મહેસૂલની બાબતમાં અગાધ હતું. એ જ્ઞાન એણે શિવાજીને આપવા માંડયુ. અને આ ચપળ અને ચાલાક છેાકરાએ બહુ જ જલદીથી એની તાલીમ લીધી. પાછળથી આ જ્ઞાનનો શિવાજીએ ઉપયાગ કર્યો અને એ પદ્ધતિ પ્રમાણે એણે પોતાની પ્રજાને સુખી પણ કરી હતી.
k
હું ઊંમરે નાના છું તેથી શું વાક્ કરવા માટે દરેક કાર્ય દરેક બાબતમાં હૅશિયાર
શિવાજી બહુ તીવ્ર, ઊંડી અને ઝીણી બુદ્ધિવાળા હતા. એ જ્યારે ભણવા બેસતા ત્યારે પણ દરેક બાબતમાં શિક્ષકને પ્રશ્ન પૂછીને કાયર કરી મૂકતા. શિવાજી મરે નાના હોવા છતાં તેના પ્રશ્નોમાં ખૂચ, ઊ'ડાણુ અને દીર્ધદષ્ટિ દેખાઈ આવતાં. જાગીરના કારભારના કામકાજમાં દાદાજી શિવાજીને ધણી વખત સાથે રાખીને કેળવણી આપતા. પોતાના ખેડૂતો અને જાગીરની પ્રજાના ઝગડા પતાવવા, તેમને ન્યાય આપવા વગેરે કામેામાં પણ શિવાજી તૈયાર થઈ ગયા. દાદાજી શિવાજી ઉપર પુત્રવત્ પ્રેમ રાખતા અને શિવાજી પણ એને વડીલ માની માન આપતા. જ્યારે જ્યારે અનેક પ્રકારની તાલીમ લેવા માટે શિવાજી દાદાજી સાથે જતેા હતા ત્યારે ત્યારે બહુ ઝીણવટથી એ દરેક મુદ્દા સમજી લેતા અને દાદાજી પ્રત્યે ભારે માન હાવા છતાં એ પાતાની ગૂચા ઉકેલવા માટે એમને પુષ્કળ પ્રશ્નો પૂછ્યા. શિવાજી ઉંમરે નાને! હાવાથી ધણી વખત દાદાજી કેટલીક બાબતાના ઉકેલ શિવાજીને જણાવ્યા સિવાય પણ કરી નાંખતા. શિવાજીના ધ્યાનમાં આ વાત આવી એટલે એક દિવસે અનુકૂળ વખત જોઈ બહુમાન અને આદરપૂર્વક તેણે દાદાજીને ચોખ્ખું ચેાખ્યુ સંભળાવી દીધું કે થયું ? બધી બાબતે મારે તે જાણવી જોઈ એને ? દરેક બાબતમાં મને મને સમજાવીને કરવામાં આવે તે ઠીક. તમે મારા પિતાને સ્થાને છે. મને અનાવવા માટે પિતાએ મને તમને સાંપ્યા છે. દરેક કામની ગેાઠવણુ, તેને નિકાલ, ફૈસલા વગેરે વ્યવસ્થા મને સમજાવીને કરશેા નહિ તે હું હેશિયાર શી રીતે થઈશ ? ” આ સાંભળી દાદાજીને અતિ આનંદ થયા અને લાગ્યું કે એના માલીકે કેળવવા માટે સાંપેલા એમનેા દીકરા તાલીમ લેવા અને દરેક માખતમાં તરખેજ થવા તૈયાર છે. શિવાજીના ઉપલા શબ્દો સાંભળ્યા પછી દાદાજી દરેક બાબતની સર્વે ગાઠવા શિવાજીને જણાવીને કરતા. પેાતાના મુલાની આબાદીની બાબતમાં, ખેડૂતાને ખેતીના ધંધામાં ઉત્તેજન આપી તેમને સુખી કરી રાજ્યની આવક વધારવાના કામમાં, લશ્કરને ઉપયેગી એવી ઘેાડાઓની પરીક્ષાની બાબતમાં, સિપાહીએ'ની વ્યવસ્થા કરવાની બાબતમાં, નેકરાની પરીક્ષાની બાબતમાં, નાકરાને ખુશી રાખી તેમની પાસેથી અગત્યનાં કામા કરાવી લેવાની ખાખતમાં, લશ્કરની વ્યવસ્થા કરવાની બાબતમાં, પ્રજા પાસેથી ધાર્યું કામ લઈ પાતા તરફ આકર્ષણ કરવાની બાબતમાં, ટુંકમાં એક આદર્શ રાજાને જરૂર પડે એવી દરેક ખાતામાં દાદાજીએ શિવાજીને તાલીમ આપી તૈયાર કર્યાં. આવી રીતે શિવાજીને સૈનિક બનવા માટે, સેનાપતિ થવા માટે, રાજ્ય મેળવવા માટે અને રાજ્ય મળ્યા પછી તે પ્રજા અને રાજા બન્નેને સુખરૂપ થઈ પડે એવી રીતે ચલાવવા માટે જરૂરનું શિક્ષણ માતા જીજાબાઈ અને દાદાજી તરફથી મળી ગયું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com