________________
પ્રકરણ ૫ મું 1 છે. શિવાજી ચરિત્ર
૯૩ બનાવવાના કામમાં તથા દેશના ઘડતરના કામમાં ઉપયોગી નથી થઈ શકતી. દેશની જાહોજલાલી, આબાદી, વૈભવ, સુખ અને ઐશ્વર્યાને આધારે તેની પ્રજાના ઘડતર ઉપર અવલંબી રહે છે અને પ્રજાનું ઘડતર ઘડવાની મોટી જવાબદારી પ્રભુએ માતાઓને માથે નાખેલી છે.
પિતાના પુત્રને મહાન નર બનાવવાનું નક્કી કરીને જ જીજાબાઈએ તેનું જીવન ઘડવા માંડયું હતું. શિવાજીનું મહાનપણું એ કુદરતી અકસ્માત ન હતા. કુદરતે એને મદદ કરી, એને અનુકૂળ સંજોગે મળ્યા એ બન્ને વાત ખરી છે પણ આ બાબતમાં જરા ઊંડી જાનેર કરી તપાસીશું તો સત્યની ખાતર આપણે કબૂલ કરવું જ પડશે કે શિવાજીમાં રહેલા સદગુણોને વિસિ જીજાબાઈને શિક્ષણથી થયો. પિતાનું કર્તવ્ય બજાવી હિંદુધર્મ તાર એ માટેની મહત્ત્વાકાંક્ષા અને ધગશ શિવાજીમાં જીજાબાઈએ પેદા કર્યો. ટુંકમાં શિવાજીની મહત્તા, એનું મહાનપણું એ જીજાબાઈના શિક્ષણનું પરિણામ હતું.
પુત્રને નીડર કે વીર બનાવવા હોય તે માતાઓ ઘોડિયામાં રમતા કે રડતા બાળકને “ એ બાવે આવ્યો” “ એ પિલિસ આ ” “ એ સિપાઈ પકડી જશે” એવું કહીને બાળકને પારણામાંથી જ પિોલીસ વગેરેથી ડરાવવાની ટેવ છેડી દે. આવી ટેવનાં માઠાં પરિણામ રોજ ભેગવવાં પડે છે છતાં હજુ પ્રજાને નીડર બનાવવાને માટે માતાઓ આ મૂર્ખાઈભરેલી રીતેનો ત્યાગ નથી કરતી એ દેશનું દુભોગ્ય છે. પિતાના કુમળા બાળકને “બાવાઅથવા “પોલીસ ને નામે ડરાવીને કઈ માતા ન સુવાડે, એ કુમળા મન અને મગજ ઉપર એ બીક અને એ ડરના સંસ્કાર ન પાડે તે એવી માતાએ દેશ ઉપર ઉપકાર કરશે. ઘોડિયામાંથી પેઠેલી બીક ધીમે ધીમે આપણને માલુમ ન પડે એવી રીતે બચ્ચામાં વધતી જાય છે અને ઘણી વખત અણીને પ્રસંગે એ દેખા દે છે અને બિચારાનું આખું જીવન ખોર્ડ કરી નાંખે છે. પુત્રનું પારણું ઝુલાવતી વખતે એને જે રીતને બનાવવો હોય એના ઉપર જેવા સંસ્કાર નાંખવા હોય, તેવી ભાવનાનાં હાલરડાં માતા ગાય. માતા આ હાલરડાંમાં અને એમાંના વિચારોમાં તલ્લીન થાય, એમાંની ભાવનાએ માતાના મન ઉપર તરતી રહે, બાળકના કુમળા મન ઉપર એ વારંવાર અથડાય એવું બનતું જાય એ જ જીવન ઘડતરનો કક્કો છે અને એવી ભાવનાઓથી રંગાયેલી માતાએ જ એ ઉચ્ચ ભાવનાઓ પોતાના ધાવણ સાથે બાળકને ધવડાવે છે. વખત આવતાં એ ભાવનાઓને વિકાસ થાય છે અને સમય આવતાં એ પ્રગટી નીકળે છે.
જીજાબાઈને મુસલમાનોની સત્તા ઘણી ખેંચી રહી હતી. હિંદુ મંદિરનો નાશ, પૂજ્યમૂર્તિઓને નાશ, હિદુ સાધ્વીઓના પતિવ્રત્યને નાશ એ બધી બીનાઓથી જેનું અંતઃકરણ બળી રહેલું હતું તે માતા પિતાના પુત્ર શિવાજીને હિંદુ ધર્મને તારણહાર બનાવવા માગતી હતી અને હિંદુ ધર્મના ઉદ્ધારના કામમાં આવે એવો બનાવવા માટે જ જીજાબાઈએ એને યોગ્ય શિક્ષણ ઘોડિયામાંથી આપવાનું શરુ કર્યું. બાળકને પારણામાં ઝુલાવતી વખતે એતિહાસિક હાલરડાનો સૂર કેાઈ કેાઈ ઠેકાણે મહારાષ્ટ્રમાં સંભળાય છે. નાસીકના પ્રસિદ્ધ ગોવિંદ કવિએ લખેલું મરાઠીમાં ગવાતું હાલરડું વાંચકની જાણ માટે જેમનું તેમ નીચે આપ્યું છે.
श्रीजिजाबाईने बालशिवाजीस दिलेला झोंका. मी लोटीत झोका तुज शिव बाळा ॥ सुंदरा नीज स्नेहाळा ॥ धृ॥ तनु शांतिते नीज तुज येण्या ॥ राष्ट्रगीत गातें तान्ह या ॥ बघ दास्यि जळे मही अंबीका माय ॥ हंबरडे फोडी हाय! ॥ निज शनी हिचे भंगिले छत्र ॥ मांगल्य-सूत्र स्वातंत्र्य ॥
ह्या दुःखाने दुःखि फाररे पाहीं ॥ मी जीजाबाई तव आई ॥ (चाल)- बहु शत्रु मातले मेले ॥२॥ मेलयांनि आर्यधन नेले ॥२॥
10.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com