________________
કાદે લવાદે આપે છે) અને બીજી શ્રી અરિષ્ટનેમીની હતી. ત્રીજી પ્રતિમા પાર્શ્વનાથજીની હતી તેને શ્રી સ્થંભન (ખંભાત) ગામ પાસે શેઢીકા નદીના કાંઠા ઉપર તરૂજાલ્યાંતર ભુમિમાં સ્થાપના કરી છે.
“શાલિવાહન રાજાના રાજ્યની પહેલાં અગર લગભગ રસસિદ્ધિવાળે અને બુદ્ધિમાન નાગાર્જુન થઈ ગયે તેણે બિંબના પ્રભાવથી રસને થંભન કર્યો અને તેથી તે સ્થળે સ્થંભન ગામ વસાવ્યું તે પાર્શ્વનાથજીનું બિંબ હાલ ખંભાત બંદરમાં છે. બિંબસનના પાછલા ભાગમાં નીચેની પંક્તિએ લખેલી હવાનું પ્રસિદ્ધ છે.
" नमस्र्थ कृतस्तीर्थे वषर्दोके चतुष्ठये। आषाड श्रावको गौडो काहयेत्प्रती मित्रयम् ॥
ભાવાર્થ – ચોવીસીના નેમિનાથ તીર્થકરના શાસન પછી ૨,૨૨૨ વર્ષ પછી અષાડ નામને શ્રાવક ગેડ દેશનો વાસી હતે, તેણે ત્રણ પ્રતિમાઓ ભરાવી હતી. એ ત્રણમાંની આ પ્રતિમા પણ એક છે. આ ગણત્રીથી નિર્ણય થાય છે કે આ પ્રતિમાજી બનાવ્યાને ૫,૮૬,૬૬૨ વર્ષ લગભગ થઈ ગયાં છે. આ હકીકત મરહુમ મહારાજશ્રી શ્રીમદ્ વિજ્યાનંદ સૂરિશ્વર( આત્મારામજી) ના બનાવેલ “શ્રી તત્વનિર્ણય પ્રસાદ” નામને ગ્રન્થમાં પૃષ્ટ પ૩૩-૩૪ માં લખેલી છે અને વધારે ખાતરી માટે
પ્રભાવક ચરિત્ર” તથા પ્રવચન પરીક્ષા નામના ગ્રંથ જોવા ભલામણ કરે છે.
“વળી પવાસણ જુનું કઢાવતાં તેમાં પ્રથમના પરીકરને (પટઘડ) કેટલેક ભાગ મળી આવ્યું છે, તેના ઉપર લેખ છે જે બધે બેસતો નથી પણ તેમાં “ચારૂપ” ગામે મહાતીર્થે તથા પાર્શ્વનાથ પરીકારીત + + + પ્રતિષ્ઠીત + + +” ઈત્યાદિ સ્પષ્ટ વાંચી શકાય છે. મહારાજશ્રીએ તત્વનિર્ણયમાં હકીકત લખી ત્યારે તેઓને ચારૂપ ગામની કે પ્રતિમાજીની કશી ખબર નહોતી તેમ હાલ જે લેખ નીકળે છે તે તો કેઈને પણ માલમ ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com