________________
૨૮૭
પરિશિષ્ટ ૬૯
પ્રકાર શ્રી લવાદનામું (જેન સંઘ તરફનું)
શ્રી ૧ સંવત ૧૯૭૩ ના માગસર સુદ ૮ ને વાર સનેઉ તા ૨-૧૨ ૧૯૧૬ રા. રા. શેઠ પુનમચંદજી કરમચંદજી કટાવાળા જેગ લી. પાટણ જૈન સંઘ તરફથી અમે નીચે સહી કરનાર આથી લખી આપીએ છીએ કે શ્રી ચારૂપગામે જૈન સ્વેતાંબર સંઘની શ્રી શામળાજી પાર્શ્વનાથજીનું દેહેરું છે અને તેની લગતી ધર્મશાળા છે.
મજકુર બાબતમાં અમારા અને પાટણના સનાતન ધર્મના મહાદેવ સંબંધી બાબત ચારૂપ ગામના લોકો સાથે હાલ કેટલાક વખતથી તકરાર ચાલે છે તે હકીકત સર્વે તમને કહેલી છે તેને ઘરમેળે નીકાલ કરવાને માટે લવાદ તરીકે તમોને નીમીએ છીએ અને તે બાબતમાં તમે જે કાંઈ ફેંસલો આપે તે કબુલ રાખવા અમો બંધાઈએ છીએ. તા. મજકુર. (સહીઓ )
૧ નગર શેઠ પોપટલાલ હેમચંદ સહી ૧ વાસાશ્રીમાળીની ન્યાત તરફથી હાલ વ. શેઠ પોપટલાલ હેમચદ સહી આગેવાનના કહેવાથી ૧ શેઠ જેઅચંદભાઈ બેચરદાસ સા. દસકત ચુનીલાલ ૧ શેઠ વાડીલાલ પાનાચંદ સઈ દા. ડાહાચંદ પાનાચંદ ૧ શેઠ પાનાચંદ જેઅચંદની સઈ દ. જવાચંદ ૧ શેઠ મેહનલાલ પીતાંબરદાસ સઈ દે, પોતે કે શેઠ લહેરચંદ ઉત્તમચંદ સહી દા. પોતે - ૧ જવેરી ચુનીલાલ મગનચંદ સઈ દા. પિતે ૧ સા. મંગળચંદ લલચંદ દા. પોતે ૧ મણીયાર વાડીલાલ લલુચંદ સહી દા. પિતે ૧ સા. હીરાચંદ ખેમચંદ સહી દા. પોતે ૧ સા. ભીખાચંદ સાંકળચંદ દા. પોતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com