________________
૪૦
: : બુદ્ધ અને મહાવીર જણાવી ગયા છીએ જે આ ભૂમિકાની નીચે એને આધાર આપનાર વળી એક બીજી ભામકા છે અને તેથી વિચારમાં અતિ ઉઠી આ ભૂમિકા વિષે હજી આપણે બેસવું રહ્યું.
એ ભૂમિકામાં સમુત્પાદ દ્વાદશનિદાનમાલા છે. એમાં પ્રથમ તે તષ્ણાને સૌથી મૂળને દુઃખત્પાદ માન્યો હતો, પણ ત્યાંથી પાછા હઠતાં હઠતાં આખરે પાછા એથીયે ઉંડા મૂળ સુધી તપાસ કરતાં અવિદ્યા એ જ મૂળ દુખત્પાદ રૂપે મળી આવી.
ત્યારે હવે આપણે તૃષ્ણાને લગતા વાસનાના ક્ષેત્રમાંથી આગળ નિકળીએ અને અવિધાને લગતી ભાવનાના ક્ષેત્રમાં આવી પહોંચીએ. હવે આ સૌ જીવજંતુના મૂળમાં વાસના નથી, પણ અવિધા અર્થાત મિથ્યા ભાવના છે અને તેમાંથી વાસના ઉત્પન્ન થાય છે. વાસ્તવિક રીતે તો, તૃષ્ણ મુખ્ય છે કે અવિધા મુખ્ય છે એના ઉપર પ્રશ્ન આવી કરતો નથી. બુદ્ધની વિચારમાળા આ પ્રમાણે છે: - “ અંધ છવનવાસના-તૃષ્ણા-જીવને સંસારમાં બાંધી રાખે છે. ત્યારે તૃણાના પરિણામને-સંસારનો નાશ કરવા તરફ આપણે દૃષ્ટિ રાખ્યા કરવી,. જેથી આ જ્ઞાનની–બાધિની ભૂમિકા ઉપર રહીને એ જીવનવાસનાથી આપણે આપણું રક્ષણ કરી શકોએ અને ફળ આપતાં સત્કાર્યોથી દૂર રહેવાથી આપણે શક્તિ પ્રાપ્ત કરી શકીએ. - હવે આમ દષ્ટિ રાખે–જાગ્રતિ, જ્ઞાન, બેધિ પાયે-અંધ જીવનલાલસાને, અટપટા જીવનમોહન નિરોધ થાય છે. આથી સમુત્પાદ દ્વાદશ-નિદાનમાલામાં એ જીવનલાલસાના, એ જીવનમોહના મૂળમાં સૌથી પહેલી કડી એ અવિદ્યા છે. આપણે પોતે એ ભાવને અંધ અથવા તે અટપટો એવાં વિશેષણ આપી શકીએ, કારણ કે જેને આપણે જીવનલાલસાની અંધતા અને જીવનનું અટપટાપણું માનીએ તેને બુદ્દે પણ એ જ પ્રકારે માન્યું છે.
( આપણે જાણવું ઘટે છે કે હિંદુસ્તાનની ભાષામાં વિશેષ્યને વિશેષણ દ્વારા ભાવ યુક્ત બનાવવામાં આવે છે. સંસ્કૃત ભાષામાં પ્રામા અપર, સશ્વાન રન, iળામાં વિદથડૂ બોલાય છે, ત્યારે આપણે તેની જગાએ ein anderes Dorf
= બીજું ગામ ), ein; prichtiges. Pferd (ભવ્ય ઘેડ), verschiedene Bicher (વિવિધ ગ્રંથ) એમ કહીએ છીએ. આમ જ્યારે તૃષ્ણાના મૂળ કારણમાં જ્યારે અવિદ્યા મુકાઈ છે, ત્યારે આપણે ટુંકામાં એને અજ્ઞાનમય તૃષ્ણ એટલે કે અંધ જીવનલાલસા, અટપટ જીવનમેહ કહી શકીએ.) * : પણ બુદ્ધ અવિધાની ભાવનાને કોઈ વિશેષણ આપ્યું નથી અને એને વિશેષ્ય રૂપે એકલી જ રાખી છે. અને ઉત્પાદનમાળાના મૂળમાં એને મુકી છે, ત્યારે એમને એથી બીજું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com