SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ મંગળ તેમને અનુકૂળ આવે તો વૈદ અને ડોકટરી ધંધે, પણ તેમને ફાવી શકે છે પણ આ રાશિમાં જન્મેલાઓનું વધુ ભાગ્ય તો ઘી અને તેલની દુકાનમાં જ ચમકે છે. આ લોકોને બરાબર શિક્ષણ મળે અને તેઓ એમાં આગળ વધે તે બુદ્ધિના તેજપણાને લઇને તેઓ સારા ઈતિહાસકારે પણ થઈ શકે છે. લાંબા સમયના અહેવાલો યાદ રાખવાનું તેમને માટે સહેલું છે. નટ અને નટીઓ તરીકે, હોટલ તેમજ હેરકટીંગ સેલનો કાઢવામાં પણ આ લોકે ફાવે છે. આ તારીખમાં જન્મેલાઓ પોતાની બુદ્ધિને સ્વતંત્ર વિકાસ કરી શકતાં નથી અને એટલે એમાં જન્મેલા મોટા કવિઓ, કર્તાઓ કે ચિત્રકાર તરીકે પંકાતા નથી. તેઓને શિક્ષણ અને જ્ઞાન તરફ પક્ષપાત રહે છે ખરો પરતુ તેમનાં મગજ યાંત્રિક બુદ્ધિવાળાં હોવાથી વ્યાપાર અને હુન્નરમાં જ તેઓ વધુ ચમકી શકે છે. આમ છતાં પણ આ લેકમાંના ઘણું વહીવટદાર તરીકે ન્યાયકર્તા તરીકે તથા જાહેર હિતનાં કામમાં સારી કાબેલીયત બતાવે છે. આ લોકે જે પોતાની ઈચ્છાશક્તિને કેળવે, શ્રધ્ધાને વધુ મજબુત બનાવે તે ભારે મુશ્કેલમાં મુશ્કેલ કાર્યો પર પણ તેઓ વિજય મેળવી શકે છે. આ કથનના ટેકામાં વર્તમાનપત્રના રાજા લેર્ડ નથકલીફને દાખલે વધુ પ્રમાણભૂત ગણાશે. લોર્ડ નોર્થકલીફને પિતાનાં વર્તમાનપત્ર કાઢતાં અનેક મુશ્કેલીઓ નડી હતી. સરકાર તેમજ હરિફે તરફથી અનેક અંતરાય નાખવામાં આવ્યા હતા છતાં પણ તે ડગ્યો નહિ અને તેણે પિતાનું કાર્ય ચાલુ રાખ્યું અને તેનાં પરિણામ સ્વરૂપ તે વર્તમાનપત્રના રાજાનું બિરૂદ પામે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034483
Book TitleBhavishya Vani Vibhag 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorAnadkumar Bhatt
PublisherN M Thakkar Co
Publication Year1943
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy