________________
અપમાનનો બદલે
-
-
--*
જમાદાર રાજા, ને જમાદારની આગળ ફેજદાર રાજા; તેજ પ્રમાણે આપણા સમાજમાં નીચેના પાસે ઉપરના ઠેઠ સુધીના માન માગે. આવા માન આપવાના ભારથી દબાઈ જઈ આપણામાં હાડમાંસ સુધી ગુલામગીરીને ભય પેસી ગયા છે. આપણું જન્મકાળથી ચાલતા આવેલા આ અવ્યાસે અને રોજ રોજ ચારે બાજુ બનતા બનાવોથી આંધળા થઈને આપણે ચાલીએ છીએ. તેને કારણે સ્વભાવથીજ એવા બની ગયા છીએ કે નીચેના ઉપર જુલમ ગુજારીએ છીએ, સરખાની અદેખાઈ કરીએ છીએ, ને ઉપરનાની ગુલામગીરી કરીએ છીએ. રોજ રોજના આ શિક્ષણમાં જ આપણા વ્યકિતગત અને જાતીય અપમાનનું મૂળ રહેલું છે. ગુરુની ભકિત, પ્રભુની સેવા અને લેકમાન્યને યાચિત માન આપવું, એ તે મનુષ્યમાત્રને ધર્મ છે. ને તે ધર્મનું જતન કરવું જ જોઈએ. પણ આપણે ગુરુ, આપણે પ્રભુ, આપણે રાજા પિતાની મર્યાદા છેડીને આપણે પાસેથી તેમને જોઈતું કઢાવવા પ્રયત્ન કરે અને તે આપણે આપી દઈએ તે તેનું અને આપણું બંનેનું મનુષ્યત્વ ભાગે. એટલાજ કારણે આપણું મનુષ્યત્વ ભાગી ગયું છે અને એટલાજ કારણે અંગ્રેજ અંગ્રેજ સાથે જે રીતે વર્તે તે રીતે આપણી સાથે વાતે નહિ.
ઘરના ને સમાજના શિક્ષણથી પાછા જ્યારે આપણે મનુષ્યત્વ પામીશું, ત્યારે અંગ્રેજ આપણું માન રાખતાં શીખશે, અપમાન કરતાં પાછે ભાગશે. અંગ્રેજ સરકાર પાસે આપણે અનેક વાર્તાની આશા રાખી શકીએ, પણ કુદરતના નિયમને ઉલટાવી નાખે, એ એમના હાથની વાત નથી. નબળાને મારે ને અપમાન આપવું એ તે સંસારને રવાભાવિક નિયમ છે. આપણે આજે નબળા પડયા છીએ ને તેથી એ મારે છે એમાં એમને શો વાંક?
(૧૮૯૫)
લા,
છા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com