________________
મરજી મુજબ જ ચાલે છે. આ એ અજાયબ જેવો રાજા છે !
એ રાજાને વળી એક રાણું છે. પણ રાણીએ પતિનું રૂપ કેવું છે તે કદી જોયું નથી. રાત્રે એક અંધારા રંગમહેલમાં રાજ રોજ તેને મળે છે. એ મહેલમાં દીવો સળગાવવાની જ મનાઈ છે. રાણું તેને સ્પર્શ અનુભવે છે, તેની સાથે વાર્તાલાપ કરે છે, પણ અંધકારને લીધે તેને જોઈ શકતી નથી. તેને જુએ છે માત્ર એક વિશ્વાસપાત્ર દાસી; તેનામાં એવી શક્તિ છે કે દૂરથી રાજાનાં પગલાં સાંભળી જાય છે અને અંધારામાં પણ તેને જોઈ શકે છે. ખુદ રાણમાં તેના જેટલું સામર્થ્ય નથી. - રાજાનું રૂપ કેવું છે તે જાણવાની રાણીને પ્રબળ ઇચ્છા થાય છે. તે દાસીને પૂછે છે કે, રાજ્ય કેવા રૂપવાન છે ? દાસી કહે છે કે તે રૂપવાન નથી—કેવા છે તે માટેથી કહેવાય જ નહિ. જો કે છે તે રાણીને કાઈ કહેતું નથી અને કોઈ કહે છે આ દાસીના જેવું જ કહે છે, જેમાં રાણીને સમજ પડતી નથી.
આખરે રાણીએ રાજાને જ કહ્યું કે, મારે તમારૂ રૂ૫ જેવું છે. રાજા કહે કે મારું રૂપ એવું છે કે તમારી આંખે તે નહિ સહન કરી શકે; માટે જ હું તમને અંધારામાં મળું છું, પણ રાણથી રહેવાતું નથી–તે હઠ લે છે.
તે દિવસે વસંતપૂર્ણિમા મહોત્સવ થવાને હતો. રાજાએ કહ્યું કે, હું ત્યાં જવાનો છું અને ત્યાં તમારાથી મને જોવાય તે જોજો.
એ મહોત્સવમાં ભાગ લેવા દેશદેશના લેક આવ્યા હતા. બે ત્રણ શહેરના રાજાએ પણ હતા; તેમાં એક કાંચી નગરીને રાજા હતું. તે બહુ ચાલાક, ગર્વિષ્ઠ અને લોભી હતો. તેણે જાણ્યું કે આ દેશને કેઈ રાજા જ નથી. માટે આ રાજ્ય પચાવી પાડવું અને રાષ્ટ્રને પરણી જવું.
હવે તે જ દિવસે એક માણસે રાજાને વેશ લીધે. તે ઘણે રૂપાળા હતા એટલે બધા લોકોએ પણ તેને ખરેખર રાજા માની લીધો. મહત્સવ વખતે તે રાજ્યસન પર ચઢી બેઠે.
રાણી એક બુરજ ઉપર ચઢીને બેઠી હતી તેની નજર આ બનાવટી રાજા ઉપર પડી અને તે છેતરાઈ તેના રૂપ ઉપર રાણી મેહી પડી. તેણે જાણ્યું કે, આ જ ભારે પતિ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com