________________
ધાના સારા
“કાવ્ય એટલે આત્માની ઉત્તમ ઓળખાણ એ ધરણે તપાસતાં મોટે ભાગે ગદ્યમાં લખાએલા ઉપનિષદોને જગતના કાવ્યસાહિત્યમાં ઉંચામાં ઉંચું સ્થાન મળ્યું છે. રવિબાબુની કૃતિમાં આ આદર્શ ઉપરાંત તેમની અનોખી કલાનું દર્શન થાય છે. દશ્ય જગતને ચારે બાજુએથી ઘેરી વળતા અદશ્ય જગતના પાતાળઉંડા પાણીમાં ડૂબકી મારીને કવિ મહામૂલ્યવાન રત્ન બહાર લાવે છે. ઉપનિષદના યુગથી માંડીને છેક આજ સુધીના તત્ત્વદર્શી પંડિત જે સનાતન સત્યની ખોજ કરી રહ્યા છે તેની છેક નજીક જઇને, તેને પ્રકાશ ઝીલીને તેનું પ્રતિબિંબ રવિબાબુ પિતાની કૃતિમાં ઉતારે છે. પ્રસ્તુત નાટક ઘણું નાનું છે. પણ સમસ્ત માનવચિંતનને નિડ કવિએ તેમાં નીતારી નીતારીને ભર્યો છે. પરમ શાંતિદાયક, પરમ મંગલકારક, ગૂઠતમ સત્યને તેમણે પોતાની તત્વવેધક દષ્ટિથી જોઈને, સત્યને હાંકી ન દે, પણ સજ્યના સૌંદર્ષને વધારે સરસ રીતે ખીલવે એવાં કલાનાં આછાં ઝીણું વસ્ત્રથી તેને શણગાર્યું છે.
પણ એ મહામૂલ્યવાન મેતીને તેમણે એક ઉધાડું નથી કર્યું. સાત સાત પડદાવાળી નકશીદાર સેનાની દાબડીમાં મૂકીને તેમણે જગતની આગળ ધર્યું છે અને એ દાબડીનાં ઢાંકણું ઉઘાડવાની ચાવી પણ તેમણે અંદરની અંદર જ રાખી છે. તે છતાં એ દાબડીનું ઢાંકણું ઉઘાડવાની જેની ગ્યતા ન હોય તેને અંદરના માતાનું દર્શન થતું નથી. જગતને સુજનાર મહાન કારીગર જેમ તેની કૃતિનું રહસ્ય પિતે વ્યક્ત નથી કરતો પણ મનુષ્યને તેની બુદ્ધિ અને અધિકાર પ્રમાણે તેની મેળેજ શોધવા દે છે, તેમ કવિ પણ પિતાની કૃતિનો મર્મ ઉઘાડે ન કરતાં વાચકને પિતાની મેળે જ ખેળવા દે છે.
સારામાં સારી કવિકૃતિનું એજ લક્ષણ છે અને કવિતાના આસ્વાદની ખરેખરી મઝા પણ તેમાં જ રહેલી છે. કાવ્યનું ઉત્તિસ્થાન જેમ આત્મા છે, તેમ તેના આસ્વાદનને એકતા અને ઉપભોગનું સાધન પણ આત્મા જ છે. આમાની ભાષા આભા જ ઝીલે અને તેમની વચ્ચે માનવભાષાને જેમ થેડામાં થોડે અંતરપટ તેમ તેને સ્વાદ વધારે મધુર, ઘાડે અને અપરોક્ષ; પણ એવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com