________________
ભારતમાં
૬૪
અને સાવધાનના નાશ નહિ!
રાક્ષસી અળે સૌ કામકાજ ઉપરથી તે ઠીકઠીક ચાલે, પણ અંદર વધતા દ્વેષ પ્રજાને પીડયા કરે. પાણીના ધમ પેાતાની સપાટી ખેાળવાના, તેમ માનવહૃદયના ધ પેાતાના જેવા સાથે એકતા સાધવાને; તે એટલે સુધી કે પ્રેમસૂત્રથી ઈશ્વર સાથે પણ તે એકતા સાથે. એ એકતાના રસ્તા ન મળે, તે પછી ત્રીજી ગમે એટલી સરળતા મળે તા પશુ તેથી એ રાજી થાય ના, મુસલમાન રાજાએ જુલમી હતા, તેયે એમની સાથે આપણે અનેક તરેહની સમાન સ્થિતિ હતી. આપણી વિદ્યકળામાં, આપણી બુદ્ધિવૃત્તિમાં તે રાજા
એ આપણી સાથે મેળ રાખતા, તેથી ગમે એટલું આપ શુને પીડતા, પશુ અપમાન કરી શકતા નહેાતા. આપણામાં પણ આપણાં માનપાન જવાની બીક નહતી; કારણ કે એમના માહુબળથી આપણી મનઃશક્તિને પરાભવ નહોતા થયા.
પણ આજ તે આપણે એ વિદેશીઓની રેલગાડી ને કળકારખાનાં દેખીને વિચારીએ છીએ કે અરે હા, આ તે મયદાનવના વશ–એ તે કઈ જુદી જ જાતના લેાક છે, એમને કશુય અસાધ્ય નથી. આમ માનીને આપણે નિશ્ચિ’ત રેલગાડીમાં ચઢીએ છીએ, કારખાનાને સસ્તા માલ ખરી દીએ છીએ, અને રાજી થઇએ છીએ કે વિદેશીએના મુલકમાં ડરવાનું, ચિંતા કરવાનું, શ્રમ કરવાનું કશું કારણ નથીકેવળ જે માલ લૂંટારા લૂંટી જતા, તે માલ આજ પેલિસ તે વકીલ મળી ભાગ કરી લૂંટી લે છે, એટલુ એજ.
આમ મનમાં એક ખાજીએ તા નિરાંત વળે છે, પણ તેથી મનના ઊંડા મૂળમાં બેો વધી પડે છે. અનાજમાં પાણી નાખી પકવીએ, ત્યારે ભાજન તૈયાર થાય. પાશ્ચાત્ય સુધારે આપણને અનાજ તે આપે છે, પણ પાણી ન મળવાથી-રસજ ન મળવાથી-પાક બની શકતા નથી. એની પાસેથી આપણે લઈએ છીએ ખરા, પશુ મેળવતા કઈ નથી. તેના કામનાં ફળ આપણે ભેગવીએ છીએ, પશુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com